ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ISRO says connectivity with GSAT 6A satellite lost efforts to connect underway

  GSAT-6A સેટેલાઈટ સાથે ISROનો સંપર્ક તૂટ્યો, ફરી લિંક કરવાના પ્રયાસો

  Divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 04:41 PM IST

  એજન્સીના જણાવ્યા મુજબ ત્રીજા અને અંતિમ તબક્કામાં લેમ એન્જિનની ફાયરિંગ દરમિયાન સેટેલાઈટ સાથે ISROનો સંપર્ક તૂટી ગયો હતો.
  • ISROએ 29 માર્ચનાં રોજ GSLV-F08 રોકેટથી GSAT-6Aને લોન્ચ કર્યું હતું (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ISROએ 29 માર્ચનાં રોજ GSLV-F08 રોકેટથી GSAT-6Aને લોન્ચ કર્યું હતું (ફાઈલ)

   નવી દિલ્હીઃ ભારતીય ISROના કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-6A સાથે સંપર્ક તૂટ્યો છે. રવિવારે ISROની ઓફિશિયલ વેબસાઈટે આ અંગેની જાણકારી આપી હતી. એજન્સીના જણાવ્યા મુજબ ત્રીજા અને અંતિમ તબક્કામાં લેમ એન્જિનની ફાયરિંગ દરમિયાન સેટેલાઈટ સાથે ISROનો સંપર્ક તૂટી ગયો હતો. ISROએ 29 માર્ચનાં રોજ GSLV-F08 રોકેટથી GSAT-6Aને લોન્ચ કર્યું હતું. જેને પૃથ્વીથી 35,900 કિલોમીટર ઉપ કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું હતું.

   સેટેલાઈટ સાથે લિંક જોડવાના પ્રયાસો ચાલુઃ ISRO

   - ISROએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર GST-6Aના અપડેટમાં લખ્યું, "GSAT-6A સેટેલાઈટને લેમ એન્જિન ફાયરિંગની મદદથી 31 માર્ચની સવારે સફળતાપૂર્વક પોતાની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઘણે મોડે સુધી ચાલેલા ફાયરિંગ બાદ જ્યારે સેટેલાઈટ સમામાન્ય સંચાલન કરવા લાગ્યું, ઠીક ત્યારે જ ત્રીજા અને અંતિમ ફાયરિંગમાં સેટેલાઈટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સેટેલાઈટ સાથે બીજી વખત સંપર્ક જોડવાના પ્રયાસો ચાલી રહ્યાં છે."

   GSLV-F08થી લોન્ચ કરાયું હતું સેટેલાઈટ

   - સૌથી મોટાં કોમ્યુનિકેશન સેટેલાઈટમાંથી એક GSAT-6Aને ગુરૂવારે લોન્ચ કરાયું હતું. તેના માટે ISROના GSLV-F08 રોકેટની મદદ લેવામાં આવી હતી.
   - GSLVમાં આ વખતે નવું એન્જિન લગાવવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે ભારતના બીજા ચાંદ મિશન માટે આ રોકેટ મહત્વનું છે.
   - 10 વર્ષના મિશન લાઈફવાળા GSAT-6Aને મોબાઈલ કોમ્યુનિકેશનમાં મોટા સુધારાની આશા સેવવામાં આવી છે. સેના માટે પણ તેનું ઘણું જ મહત્વ છે.

   ગત વર્ષે પણ ફેલ થયું હતું ISROનું મિશન

   - 31 ઓગસ્ટ, 2017નાં રોજ ISROનું એક લોન્ચિંગ ફેલ થયું હતું. ત્યારે તેને PSLV-C 39ની મદદથી બેકઅપ નેવિગેશન સેટેલાઈટ IRNSS-1H સેટેલાઈટ લોન્ચ કર્યો હતો. ટેકનિકલ ખામીના કારણે અંતિમ સ્ટેજમાં આ નિષ્ફળ રહ્યો હતો.

   GSAT-6A કેવું છે?

   - 270 કરોડ રૂપિયાનો ખર્ચ
   - 21.40 ક્વિન્ટલ વજન
   - 17 મિનિટમાં કક્ષામાં પહોંચ્શે
   - 1.53X1.56X2.4 સાઈઝ

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ISROએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર GST-6Aના અપડેટમાં લખ્યું હતું કે સેટેલાઈટ સાથે લિંક જોડવાના પ્રયાસો ચાલુ છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ISROએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર GST-6Aના અપડેટમાં લખ્યું હતું કે સેટેલાઈટ સાથે લિંક જોડવાના પ્રયાસો ચાલુ છે

   નવી દિલ્હીઃ ભારતીય ISROના કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-6A સાથે સંપર્ક તૂટ્યો છે. રવિવારે ISROની ઓફિશિયલ વેબસાઈટે આ અંગેની જાણકારી આપી હતી. એજન્સીના જણાવ્યા મુજબ ત્રીજા અને અંતિમ તબક્કામાં લેમ એન્જિનની ફાયરિંગ દરમિયાન સેટેલાઈટ સાથે ISROનો સંપર્ક તૂટી ગયો હતો. ISROએ 29 માર્ચનાં રોજ GSLV-F08 રોકેટથી GSAT-6Aને લોન્ચ કર્યું હતું. જેને પૃથ્વીથી 35,900 કિલોમીટર ઉપ કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું હતું.

   સેટેલાઈટ સાથે લિંક જોડવાના પ્રયાસો ચાલુઃ ISRO

   - ISROએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર GST-6Aના અપડેટમાં લખ્યું, "GSAT-6A સેટેલાઈટને લેમ એન્જિન ફાયરિંગની મદદથી 31 માર્ચની સવારે સફળતાપૂર્વક પોતાની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઘણે મોડે સુધી ચાલેલા ફાયરિંગ બાદ જ્યારે સેટેલાઈટ સમામાન્ય સંચાલન કરવા લાગ્યું, ઠીક ત્યારે જ ત્રીજા અને અંતિમ ફાયરિંગમાં સેટેલાઈટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સેટેલાઈટ સાથે બીજી વખત સંપર્ક જોડવાના પ્રયાસો ચાલી રહ્યાં છે."

   GSLV-F08થી લોન્ચ કરાયું હતું સેટેલાઈટ

   - સૌથી મોટાં કોમ્યુનિકેશન સેટેલાઈટમાંથી એક GSAT-6Aને ગુરૂવારે લોન્ચ કરાયું હતું. તેના માટે ISROના GSLV-F08 રોકેટની મદદ લેવામાં આવી હતી.
   - GSLVમાં આ વખતે નવું એન્જિન લગાવવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે ભારતના બીજા ચાંદ મિશન માટે આ રોકેટ મહત્વનું છે.
   - 10 વર્ષના મિશન લાઈફવાળા GSAT-6Aને મોબાઈલ કોમ્યુનિકેશનમાં મોટા સુધારાની આશા સેવવામાં આવી છે. સેના માટે પણ તેનું ઘણું જ મહત્વ છે.

   ગત વર્ષે પણ ફેલ થયું હતું ISROનું મિશન

   - 31 ઓગસ્ટ, 2017નાં રોજ ISROનું એક લોન્ચિંગ ફેલ થયું હતું. ત્યારે તેને PSLV-C 39ની મદદથી બેકઅપ નેવિગેશન સેટેલાઈટ IRNSS-1H સેટેલાઈટ લોન્ચ કર્યો હતો. ટેકનિકલ ખામીના કારણે અંતિમ સ્ટેજમાં આ નિષ્ફળ રહ્યો હતો.

   GSAT-6A કેવું છે?

   - 270 કરોડ રૂપિયાનો ખર્ચ
   - 21.40 ક્વિન્ટલ વજન
   - 17 મિનિટમાં કક્ષામાં પહોંચ્શે
   - 1.53X1.56X2.4 સાઈઝ

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ISRO says connectivity with GSAT 6A satellite lost efforts to connect underway
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top