MP: કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, દીકરીના લગ્ન માટે 51 હજાર-બેઘર લોકોને 2.50 લાખ આપવાનો વાયદો

Congress will issue manifesto today in Madhya Pradesh for assembly election 2018

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે શનિવારે મેનિફેસ્ટોની જાહેરાત કરી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે જણાવ્યું કે, બેઘર લોકોને રૂ. 2.50 લાખ આપવામાં આવશે. કોંગ્રેસે આ મેનિફેસ્ટોને વચનપત્ર નામ આપ્યું છે. કોં

divyabhaskar.com

Nov 10, 2018, 12:54 PM IST

ભોપાલ: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે શનિવારે મેનિફેસ્ટોની જાહેરાત કરી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે જણાવ્યું કે, બેઘર લોકોને રૂ. 2.50 લાખ આપવામાં આવશે. કોંગ્રેસે આ મેનિફેસ્ટોને વચનપત્ર નામ આપ્યું છે. કોંગ્રસેનું કહેવું છે કે, અમે માત્ર વાયદાઓ નથી કરતાં પરંતુ તેને પુરા પણ કરીએ છીએ. મધ્યપ્રદેશની 230 સીટ પર 28 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 11 ડિસેમ્બરે આવશે.

કમલનાથે જણાવ્યું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં 973 પોઈન્ટ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી મહત્વનો ભ્રષ્ટાચારનો મુદ્દો છે. તેમાં લખ્યું છે કે, તે માટે જનઆયોગનું ગઠન કરવામાં આવશે. તેમાં પત્રકારો, વકીલ અને સન્માનિત નાગરિકોને સભ્ય બનાવવામાં આવશે. તે રાજકીય સ્ટેજ નહીં હોય. ભાજપની સરકારમાં ગામડાઓથી લઈને ભોપાલ સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે.

મેનિફેસ્ટોની મહત્વની વાતો


- બેરોજગારોને રૂ. 10,000ની સહાયતા આપવામાં આવશે.
- ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે.
- ઘરની રસોઈ સસ્તી કરાશે.
- રાજ્યમાં દીકરીઓના લગ્ન માટે રૂ. 51 હજારની મદદ કરવામાં આવશે.
- વકીલો અને પત્રકારોમાટે સુરક્ષાનો કાયદો લાવવામાં આવશે. 60 વર્ષથી વધારે ઉંમરના પત્રકારોને માસિક રૂ. 10,000નું પેન્શન આપવામાં આવશે.
- દરેક ગ્રામ પંચાયતમાં ગૌશાળા ખોલવામાં આવશે.
- સામાજિક સુરક્ષાની રકમ એક હજાર રૂપિયા કરવામાં આવશે.
- સરકારી કર્મચારીઓની 2005ની પેન્શન રકમ મંજૂર કરવામાં આવશે.
- પોલીસ ફોર્સમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
- એક્ઝામમાં ટોપ કરનાર વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપવામાં આવશે.

X
Congress will issue manifesto today in Madhya Pradesh for assembly election 2018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી