જ્યારે જ્યારે JPC બની, સત્તાધારી પક્ષે ગુમાવ્યું શાસન, શું એટલે જ રાફેલ પર રાહુલની માગને ફગાવી રહ્યું છે ભાજપ?

કોંગ્રેસ રાફેલ ડીલ પર JPCની રચના કરાવી ભાજપ પર કૌંભાડનો કોઈ ડાઘ લાગે તેવા પ્રયાસો કરી રહ્યાં છે (ફાઈલ)
કોંગ્રેસ રાફેલ ડીલ પર JPCની રચના કરાવી ભાજપ પર કૌંભાડનો કોઈ ડાઘ લાગે તેવા પ્રયાસો કરી રહ્યાં છે (ફાઈલ)

રાફેલ ડીલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર નિશાન તાકવાની કોઈ તક છોડતા નથી. રાહુલ ગાંધી દેશ-વિદેશમાં રાફેલ ડીલ પર સરકારને ઘેરવાના પ્રયાસો કર્યાં છે. આટલું જ નહીં રાહુલે રાફેલ ડીલની તપાસ માટે JPCની રચના કરવાની પણ માગ કરી છે.

Divyabhaskar.com

Aug 31, 2018, 11:36 AM IST

નેશનલ ડેસ્કઃ રાફેલ ડીલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર નિશાન તાકવાની કોઈ તક છોડતા નથી. રાહુલ ગાંધી દેશ-વિદેશમાં રાફેલ ડીલ પર સરકારને ઘેરવાના પ્રયાસો કર્યાં છે. આટલું જ નહીં રાહુલે રાફેલ ડીલની તપાસ માટે JPCની રચના કરવાની પણ માગ કરી છે. જોકે મોદી સરકાર તેમની માગને મહત્વ નથી આપી રહ્યાં. કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ મામલાની તપાસ માટે JPC બની છે ત્યારે ત્યારે તત્કાલીન સરકારને સત્તાથી વિમુખ થવુ પડ્યું છે.

JPCની રચના ક્યારે ક્યારે થઈ?


- JPC એટલે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીનો ભૂતકાળ જોવામાં આવે તો હકિકતમાં તે વિપક્ષી દળ માટે એક મહત્વપૂર્ણ રાજકીય હથિયાર સાબિત થયું છે.
- અત્યારસુધી છ વખત JPCની રચના કરવામાં આવી.
- બોફર્સ કૌભાંડ 1987, હર્ષદ મહેતા શેર માર્કેટ કૌભાંડ 1992, કેતન પારેખ શેર માર્કેટ કૌભાંડ 2001, સોફ્ટ ડ્રિંકમાં કીટનાશક મળી આવવાનો મામલો 2003, રજી સ્પેકટ્રમ કૌભાંડ 2011 અને વીવીઆઈપી હેલીકોપ્ટર કૌભાંડ 2013 સામેલ છે.

જ્યારે જ્યારે JPC બની ત્યારે ત્યારે સત્તાથી બહાર થઈ સરકાર


- પહેલી વખત JPCની રચના બોફર્સ મામલે ગઠીત કરવામાં આવી હતી, ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા.
- જ્યારે છેલ્લાં બે JPC મનમોહન સિંહના શાસન દરમિયાન ગઠીત કરવામાં આવ્યા હતા, જેમાં એક સંયોગ એવો પણ છે કે જ્યારે પણ કોઈ JPC ગઠીત થઈ છે ત્યાર સમયની સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં સત્તાથી બહાર ખઈ છે.

રાફેલ પર JPCની રચનાની માગ કરી કોંગ્રેસની આ પાંચ મુદ્દે નજર


1. સરકાર વિરૂદ્ધ વાતાવરણ ઊભું થાય


- કોઈપણ મામલે JPCની રચનાથી સત્તા પક્ષ વિરૂદ્ધ વાતાવરણ ઊભું થાય છે.
- 2011માં મનમોહન સિંહની સરકાર સમયે 2જી પર JPCની રચના થઈ હતી જેનો ફાયદો ભાજપને મળ્યો હતો. અને 2014 સુધી 2જી સ્કેમનો મુદ્દો ઉછાળી ભાજપ સત્તા સ્થાને પહોંચ્યું હતું.
- ત્યારે જ કોંગ્રેસ પણ ઈચ્છે છે કે રાફેલ ડીલ પર તેઓ પણ ભાજપ વિરૂદ્ધ આ પ્રકારનો માહોલ ઊભો કરે.

2. સત્તાવાર મંજૂરીની મહેચ્છા


- JPC દ્વારા થતી તપાસને કારણે કથિત કૌભાંડને સત્તાવાર રીતે મોહર લાગી જાય છે.
- 2જી કૌભાંડની જેમ રાફેલ મામલે કેગનો કોઈ રિપોર્ટ આવ્યો નથી તેથી જ કોંગ્રેસ અધ્યક્ષ ઈચ્છે છે કે આ મામલે JPCનું ગઠન થાય અને તેને સત્તાવાર મંજૂરી મળે.

3. ભાજપ પર કૌભાંડનો ડાઘ લગાડવાનો પ્રયાસ


- મોદી સરકારના શાસનમાં હજુ સુધી કોઈ કૌભાંડ બહાર આવ્યું નથી અને તેથી જ કોંગ્રેસ રાફેલ ડીલ પર JPCની રચના કરાવી ભાજપ પર કૌંભાડનો કોઈ ડાઘ લાગે તેવા પ્રયાસો કરી રહ્યાં છે.

4. સંસદમાં હોબાળો કરવાની તક


- JPCની માગને લઈને કોંગ્રેસ અડગ છે ત્યારે સંસદના શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી શકે છે.
- વર્ષ 2010માં ભાજપ દ્વારા 2જી કૌભાંડની તપાસની માગને લઈને સંસદનું આખું સત્ર નકામું જ બન્યું હતું.
- આટલું જ નહીં રાફેલ પર JPC બને તો તેનો રિપોર્ટ આવ્યાં બાદ પણ સંસદમાં કોંગ્રેસને ખૂબ જ હોબાળો કરવાની તક મળશે તે ચોક્કસ છે.

5. ચૂંટણીમાં ફાયદો મેળવવાનો પ્રયાસ


- કથિત કૌભાંડના મુદ્દે JPCની રચના કરાવવાનો મુખ્ય હેતુ ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાનો હોય છે.
- 2જી પર JPC રિપોર્ટના કારણે જ ભાજપ તે ધારણ બનાવવામાં સફળ રહી હતી કે કોંગ્રેસ સરકાર ભ્રષ્ટ છે. જેનો 2014ની લોકસભા ચૂંટણીમાં ઘણો જ ફાયદો થયો.
- ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં 2014ની ચૂંટણીનું પુનરાવર્તન ન થાય તે માટે જ નાણા મંત્રી અરૂણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે JPCની માગને ફગાવી રહ્યાં છે.

વાંચોઃ રાહુલ ગાંધીએ કહ્યું- રાફેલ કૌભાંડમાં વૈશ્વિક ભ્રષ્ટાચાર થયો, આવનારા દિવસોમાં તે વધુ બોમ્બ વરસાવશે

X
કોંગ્રેસ રાફેલ ડીલ પર JPCની રચના કરાવી ભાજપ પર કૌંભાડનો કોઈ ડાઘ લાગે તેવા પ્રયાસો કરી રહ્યાં છે (ફાઈલ)કોંગ્રેસ રાફેલ ડીલ પર JPCની રચના કરાવી ભાજપ પર કૌંભાડનો કોઈ ડાઘ લાગે તેવા પ્રયાસો કરી રહ્યાં છે (ફાઈલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી