ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કોંગ્રેસની જન આક્રોશ રેલી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે | Congress Jan Akrosh Rally in Delhi

  મોદી ભાષણ આપે છે, લોકો તેમાં સત્ય શોધે છેઃ જન આક્રોશ રેલીમાં રાહુલ

  Divyabhaskar.com | Last Modified - Apr 29, 2018, 01:15 PM IST

  રવિવારે દિલ્હીમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી. કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં બાદ રાહુલની ગાંધીની દિલ્હીમાં પ્રથમ જનસભા.
  • આ રેલીથી તેઓ મોદી સરકારની નિષ્ફળતા ગણાવશે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ રેલીથી તેઓ મોદી સરકારની નિષ્ફળતા ગણાવશે (ફાઈલ)

   નવી દિલ્હીઃ કોંગ્રેસે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં જન આક્રોશ રેલી કરી. પાર્ટીએ રેલીમાં મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે, "મોદીજી કહે છે કે તેઓ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઈ લડી રહ્યાં છે. કર્ણાટકમાં જ્યારે તેઓ બોલી રહ્યાં હતા, તો તેની બાજુમાં યેદિયુરપ્પા ઊભા હતા. યેદિયુરપ્પા ભ્રષ્ટાચારના આરોપમાં જેલ જઈ ચુક્યાં છે.'' સોનિયા ગાંધીએ કહ્યું કે આજે જે પણ અસત્ય વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે, તેમને મોદી સરકારના ગુસ્સાનો સામનો કરવો પડે છે.

   દેશ PMના ભાષણોમાં સત્ય શોધે છે

   - રાહુલ ગાંધીએ કહ્યું કે, "દેશ વડાપ્રધાનના ભાષણોને સાંભળે છે અને દેશ સત્ય શોધવાના પ્રયાસ કરે છે. પીએમ અડધો કલાક ભાષણ આપ્યું અને લોકો તેમાં સત્ય કેટલું તે શોધવાના પ્રયાસ કરે છે."
   - "મોદી ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરે છે. કર્ણાટકમાં તેમની સાથે યેદિયુરપ્પા ઊભા હતા, જે સ્વંય જેલ જઈ ચુક્યાં છે. જેલના ભોજન પાણી કરી ચુક્યાં છે."
   - "પહેલી વખત પાવર મિનિસ્ટર પોતાની કંપનીને ડિક્લેયર નથી કરતા."
   - "સરકારે પાંચસો અને એક હજાર રૂપિયાના નોટને રદ્દી બનાવી દીધી છે અને કહ્યું કે અમે કાળા ધન વિરૂદ્ધ લડાઈ લડી રહ્યાં છે. સમગ્ર દેશની જનતા લાઈનમાં ઊભી છે. થોડાંક માસ પહેલાં જ ખ્યાલ આવ્યો કે પૂરી જનતાના પૈસા નીરવ મોદીના ખીસ્સામાં ગયા છે અને તે દેશ છોડીને ભાગી ગયો છે."
   - "આર્મી કહે છે અમારી પાસે હથિયાર ખરીદવાના પૈસા નથી. મનમોહન સરકારમાં રાફેલ ડીલ કરવામાં આવી હતી. મોદીજી ફ્રાંસ જાય છે અને કોન્ટ્રાક્ટ બદલી નાંખે છે. અમે 700 કરોડમાં હવાઈ જહાજ ખરીદ્યાં અને મોદીજીએ 1500 કરોડ કરી દીધા."
   - "સુપ્રીમ કોર્ટના ચાર જજ પહેલી વખત જનતાની સામે આવે છે. સામાન્ય રીતે જનતા સુપ્રીમ કોર્ટ જાતી હોય છે. તે જજ કહે છે કે હિંદુસ્તાનની જનતા અમે તમારી પાસેથી ન્યાય માંગીએ છીએ."

   મોદી ખેડૂતોની જમીન છીનવે છે

   - રાહુલે કહ્યું કે, "કોંગ્રેસ વગર ખેડૂત ન જીવી શકે, કોંગ્રેસ ન હોત તો મોદી ખેડૂતોની જમીન છીનવીને લઈ જાત."
   - "મોદીજી કહેતા હતા કે બેટી બચાવો, બેટી પઢાવો. 70 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત વડાપ્રધાનને સીધું મોઢા પર બતાવવામાં આવ્યું કે તમે મહિલાઓની રક્ષા નથી કરી રહ્યાં. તમારા લોકો મહિલાઓ પર આક્રમણ કરે છે. યુપીમાં તમારા ધારાસભ્યોએ મહિલા પર હુમલો કર્યો."
   - "બીજી તરફ જુઓ આજે વડાપ્રધાન ચીનમાં છે. મેં અખબારમાં વાંચ્યુ કે ભારતના વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ ચા પી રહ્યાં છે. કોઈપણ એજન્ડા વગર ચર્ચા ચાલી રહી છે. પહેલાં મોદીજી અને જિનપિંગ ઝુલો ઝુલ્યાં અને હવે બંને ચા પી રહ્યાં છે. ચીન ડોકલામમાં હેલીપેડ બનાવી રહ્યું છે અને મોદીજી ત્યાં ચા પી રહ્યાં છે. આ કેવાં પ્રકારના પીએમ છે."
   - "56 વર્ષના ઈતિહાસમાં કોઈ વડાપ્રધાને આવું કામ નથી કર્યું. રાજીવજી, ઈન્દિરાજી, વાજપેયીજી, રાવજી, નેહરૂજીએ કોઈએ પણ આવું કામ નથી કર્યું."

   BJP-RSS નફરત ફેલાવે છે

   - રાહુલે કહ્યું કે, "ભાજપ અને RSSના લોકો જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે. મોદીજીએ કહ્યું હતું કે કોંગ્રેસે 70 વર્ષમાં કંઈજ નથી કર્યું. મને 60 મહિના આપો હું ભારતને બદલી આપીશ."
   - "મોદીજીએ 60 માસમાં શું કામ કર્યું, હું જણાવું છું. મોદીજીએ બેરોજગારી આપી, તેમના ધારાસભ્યોએ મહિલાઓની છેડતી કરી, ગબ્બર સિંહ ટેક્સ આપ્યો."
   - "PM ચીન સામે ઊભા નથી રહી શકતા. હિંદુસ્તાનની ઈમારતનું પાણી કોંગ્રેસ પાર્ટી છે. આ દેશને ઊભો કરવો છે તો પ્રેમની જરૂર છે નફરતની નહીં. ભાજપ અને RSSના લોકો નફરત ફેલાવે છે. કોંગ્રેસના લોકો જેઓ અહીં હાજર છે તેઓ માત્ર પ્રેમ ફેલાવે છે. અમે આ દેશને જોડવાનું કામ કર્યું. અમે આદિવાસીઓ, પછાત વર્ગના લોકોને જોડવાનું કામ કર્યું છે."

   રાહુલે ટ્વિટ કરી રેલીમાં પહોંચવાનું આહ્વાન કર્યું હતું

   - રાહુલે શનિવારે ટ્વીટ કરી જનતાને રેલીમાં પહોંચવાનું આહ્વાન કર્યું છે.
   - રાહુલ લખ્યું કે, "મોદી સરકારના ચાર વર્ષ યુવાનોને રોજગારી નહીં, મહિલાઓને સુરક્ષા નહીં, ખેડૂતોને યોગ્ય ભાવ નહીં, દલિતો-અલ્પસંખ્યકોને અધિકાર નહીં. આ નિરાશાથી ફેલાયેલાં ભારે આક્રોશને રજૂ કરવા માટે કાલે સવારે 9-30 વાગ્યે રામલીલા મેદાનમાં 'જન આક્રોશ રેલી'માં સામેલ થાવ. તમારા સહયોગની અપેક્ષા રહેશે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • માનવામાં આવે છે કે આ રેલીથી કોંગ્રેસ 2019માં થનારી લોકસભા ચૂંટણી અંતર્ગત પોતાના અભિયાનની શરૂઆત કરશે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   માનવામાં આવે છે કે આ રેલીથી કોંગ્રેસ 2019માં થનારી લોકસભા ચૂંટણી અંતર્ગત પોતાના અભિયાનની શરૂઆત કરશે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કોંગ્રેસની જન આક્રોશ રેલી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે | Congress Jan Akrosh Rally in Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top