તેલંગાણામાં કોંગ્રેસ, TDP અને લેફ્ટે બનાવ્યું ગઠબંધન, રાષ્ટ્રપતિ શાસનની માગણી

ટીડીપીએ પાર્ટીના 35 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ કોઈ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 01:23 PM
Congress, TDP and Left form alliance in Telangana, demand of President's rule

કોંગ્રેસ, ટીડીપી અને લેફ્ટે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી સાથે લડવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય પાર્ટીના નેતાઓએ સોમવારે કરેલી એક બેઠક પછી રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હ સાથે મુલાકાત કરી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી હતી.

હૈદરાબાદ: કોંગ્રેસ, ટીડીપી અને લેફ્ટે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી સાથે લડવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય પાર્ટીના નેતાઓએ સોમવારે કરેલી એક બેઠક પછી રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હા સાથે મુલાકાત કરી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી હતી. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પ્રમુખ અને કાર્યવાહક મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ થોડા દિવસ પહેલાં વિધાનસભા ભંગ કરી દીધી હતી. એવું માનવામાં આવે છે કે, રાજ્યમાં ડિસેમ્બર સુધીમાં ચૂંટણી થશે.

કોંગ્રેસ, ટીડીપી અને લેફ્ટ નેતાઓનું કહેવું છે કે, ચંદ્રશેખર રાવ રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી છે. આ સંજોગોમાં નિષ્પક્ષ ચૂંટણી ન થઈ શકે. રાષ્ટ્રપતિ શાસન પછી જ રાજ્યમાં ચૂંટણી કરવી જોઈએ. તેલુગુ દેશમ પાર્ટીએ 35 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજ્યમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે. ટીઆરએસએ વિધાનસભા ભંગ કર્યાના થોડા સમય પછી 105 ઉમેદવારોની જાહેરાત કરી હતી.

ટીઆરએસ-ભાજપને હરાવવા છે


કોંગ્રેસ નેતા ઉત્તમ કુમાર રેડ્ડીનું કહેવું છે કે, તેઓ ટીઆરએસ અને ભાજપને હરાવવા માટે દરેક વિપક્ષને એકજૂથ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે હજી સીટોની વહેંચણી વિશે વાત થવાની બાકી છે. કોંગ્રેસના તેલંગાણાના પ્રભારી આરસી ખુંટિયાનું કહેવું છે કે, ટીડીપી સાથે અમારે ક્યારે મતભેદ નથી રહ્યા. ટીડીપી આંધ્ર માટે વિશેષ પેકેજની માગણી માટે એનડીએથી અલગ થઈ ગઈ હતી. નાયડૂ થોડા દિવસ પહેલાં ઘણી જગ્યાએ કોંગ્રેસની સાથે જોવા મળ્યા છે.

વિધાનસભા ભંગ


તેલંગાણામાં પહેલી વિધાનસભા માટે મે 2014માં ચૂંટણી થઈ હતી. આ દરમિયાન વિધાનસભાનો કાર્યકાળ મે 2019માં પૂરો થાય છે.રાવ વર્શના અંતમાં થનારી 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે જ તેલંગાણાની ચૂંટણી થાય તેવું ઈચ્છે છે. ચંદ્રશેખર રાવે જલદીથી ચૂંટણી થાય તે માટે 6 સપ્ટેમ્બરે વિધાનસભા ભંગ કરી દીધી હતી. વિપક્ષી દળે ટીઆરએસના આ નિર્ણયને લોકતંત્રની વિરુદ્ધનો ગણાવ્યો હતો.

ઔવેસીએ ચૂંટણી ટાળવાની અપીલ કરી હતી


ઓલ ઈન્ડિયા મજલિસ-એ- ઈત્તહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ ઈલેક્શન કમીશનને ઝડપથી ચૂંટણી કરાવવાની માંગણી કરી છે. ઔવેસીએ કહ્યું કે, રાજ્યની જનતાને હવે સરકાર જોઈએ છે.

X
Congress, TDP and Left form alliance in Telangana, demand of President's rule
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App