ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» RSSના વાર્ષિક કાર્યક્રમનું પ્રણવ દાએ આમંત્રણ સ્વીકારતાં કોંગ્રેસના નેતાઓને આશ્ચર્ય | EX President Pranav Mukherjee will be attend RSS programme in Nagpur Congress Surprise

    RSS-આતંકીઓ વચ્ચે લિંકનું કહેનારા પ્રણવદા હવે જશે સંઘના કાર્યક્રમમાં !

    Divyabhaskar.com | Last Modified - May 29, 2018, 12:22 PM IST

    RSSના કાર્યક્રમમાં હાજર રહેવાના પ્રણવ દાના ફેંસલાને લઈને કોંગ્રેસના અનેક નેતાઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
    • RSSના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાની પ્રણવ મુખર્જીએ હામી ભરતાં કોંગ્રેસના નેતાઓમાં આશ્ચર્ય (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      RSSના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાની પ્રણવ મુખર્જીએ હામી ભરતાં કોંગ્રેસના નેતાઓમાં આશ્ચર્ય (ફાઈલ)

      નેશનલ ડેસ્કઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કથિત રીતે RSSના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જવાના છે, ત્યારે પ્રણવ દાના આ ફેંસલાને લઈને કોંગ્રેસના અનેક નેતાઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જો કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સાર્વજનિક રીતે કોઈ જ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે. તો પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દેશની બહારે છે ત્યારે તેમની પ્રતિક્રિયા પણ જાણી શકાઈ નથી.

      RSSના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પ્રણવ દા

      - રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના જણાવ્યા મુજબ 7 જૂનનાં રોજ નાગપુર સ્થિત મુખ્યાલયમાં આયોજિત વાર્ષિક કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્ય અતિથિ હશે.
      - RSSના જણાવ્યા મુજબ મુખર્જીએ કાર્યક્રમમાં હાજર રહેવાની સહમતિ પણ આપી દીધી છે.
      - સંઘના એક ઉચ્ચ પદાધિકારીઓએ જણાવ્યું કે, "અમે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું છે. અને તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી દીધી છે."

      આમંત્રણના સ્વીકારથી કોંગ્રેસના નેતાઓમાં આશ્ચર્ય

      - કોંગ્રેસના કેટલાંક વિરષ્ઠ નેતાઓએ RSSના કાર્યક્રમમાં પ્રણવ દાની હાજરીને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
      - પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, "મુખર્જી જ એ શખ્સ હતા જેઓએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના 2010ના અધિવેશનમાં એક રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં તેઓએ તત્કાલીન UPA સરકાર સમક્ષ માગ કરી હતી કે RSS અને તેના અનુષાંગિ સંગઠનો અને આતંકીઓ વચ્ચેની લિંક્સની તપાસ કરવામાં આવે જે હાલ કેટલાંક મામલાઓમાં સામે આવ્યાં છે."
      - તો આ અંગે એ.કે.એન્ટનીએ કોઈ ટીપ્પણી કરી ન હતી અને જણાવ્યું કે તેઓને આ કાર્યક્રમ અંગે કોઈ જ ખ્યાલ નથી.
      - પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદેએ કહ્યું કે, "તેઓ એક બુદ્ધિમાન શખ્સ છે. તેઓ ભારતના રાષ્ટ્રપતિ પણ હતા. તેઓ એક સેક્યુલર વિચારધારાવાળા છે. ત્યારે તેઓ જો ત્યાં જતા હોય તો તેમના વર્તનમાં કોઈ જ બદલાવ નહીં થાય. તેઓ તેવા જ રહેશે."

      કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શું પ્રતિક્રિયા આપી?

      - કોંગ્રેસ પ્રવકતા મનીષ તિવારીએ કહ્યું કે, "મને લાગે છે કે આ અંગેનો જવાબ આપવા માટે યોગ્ય વ્યક્તિ પૂર્વ રાષ્ટ્રપતિ પોતે જ છે. આ આમંત્રણ તેમને અપાયું છે અને તેઓએ તે સ્વીકાર્યું છે."
      - તો મણીશંકર ઐય્યરે કહ્યું કે, "વિશ્વાસ નથી થતો કે મુખર્જીએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે."
      - પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિ પદની ટર્મ પૂરી થઈ હતી. ત્યારે મણીશંકરે કહ્યું હતું કે પ્રણવ દા હવે બંધારણીય બંદિશોથી આઝાદ થઈ ગયા છે. એવામાં તેઓ કોંગ્રેસના મુખ્ય સલાહકાર હશે અને પાર્ટીને ઉચ્ચ સ્થાને લઈ જવામાં મદદ કરશે.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના જણાવ્યા મુજબ 7 જૂનનાં રોજ નાગપુર સ્થિત મુખ્યાલયમાં આયોજિત વાર્ષિક કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્ય અતિથિ હશે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના જણાવ્યા મુજબ 7 જૂનનાં રોજ નાગપુર સ્થિત મુખ્યાલયમાં આયોજિત વાર્ષિક કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્ય અતિથિ હશે

      નેશનલ ડેસ્કઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કથિત રીતે RSSના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જવાના છે, ત્યારે પ્રણવ દાના આ ફેંસલાને લઈને કોંગ્રેસના અનેક નેતાઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જો કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સાર્વજનિક રીતે કોઈ જ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે. તો પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દેશની બહારે છે ત્યારે તેમની પ્રતિક્રિયા પણ જાણી શકાઈ નથી.

      RSSના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પ્રણવ દા

      - રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના જણાવ્યા મુજબ 7 જૂનનાં રોજ નાગપુર સ્થિત મુખ્યાલયમાં આયોજિત વાર્ષિક કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્ય અતિથિ હશે.
      - RSSના જણાવ્યા મુજબ મુખર્જીએ કાર્યક્રમમાં હાજર રહેવાની સહમતિ પણ આપી દીધી છે.
      - સંઘના એક ઉચ્ચ પદાધિકારીઓએ જણાવ્યું કે, "અમે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું છે. અને તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી દીધી છે."

      આમંત્રણના સ્વીકારથી કોંગ્રેસના નેતાઓમાં આશ્ચર્ય

      - કોંગ્રેસના કેટલાંક વિરષ્ઠ નેતાઓએ RSSના કાર્યક્રમમાં પ્રણવ દાની હાજરીને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
      - પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, "મુખર્જી જ એ શખ્સ હતા જેઓએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના 2010ના અધિવેશનમાં એક રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં તેઓએ તત્કાલીન UPA સરકાર સમક્ષ માગ કરી હતી કે RSS અને તેના અનુષાંગિ સંગઠનો અને આતંકીઓ વચ્ચેની લિંક્સની તપાસ કરવામાં આવે જે હાલ કેટલાંક મામલાઓમાં સામે આવ્યાં છે."
      - તો આ અંગે એ.કે.એન્ટનીએ કોઈ ટીપ્પણી કરી ન હતી અને જણાવ્યું કે તેઓને આ કાર્યક્રમ અંગે કોઈ જ ખ્યાલ નથી.
      - પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલકુમાર શિંદેએ કહ્યું કે, "તેઓ એક બુદ્ધિમાન શખ્સ છે. તેઓ ભારતના રાષ્ટ્રપતિ પણ હતા. તેઓ એક સેક્યુલર વિચારધારાવાળા છે. ત્યારે તેઓ જો ત્યાં જતા હોય તો તેમના વર્તનમાં કોઈ જ બદલાવ નહીં થાય. તેઓ તેવા જ રહેશે."

      કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ શું પ્રતિક્રિયા આપી?

      - કોંગ્રેસ પ્રવકતા મનીષ તિવારીએ કહ્યું કે, "મને લાગે છે કે આ અંગેનો જવાબ આપવા માટે યોગ્ય વ્યક્તિ પૂર્વ રાષ્ટ્રપતિ પોતે જ છે. આ આમંત્રણ તેમને અપાયું છે અને તેઓએ તે સ્વીકાર્યું છે."
      - તો મણીશંકર ઐય્યરે કહ્યું કે, "વિશ્વાસ નથી થતો કે મુખર્જીએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે."
      - પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિ પદની ટર્મ પૂરી થઈ હતી. ત્યારે મણીશંકરે કહ્યું હતું કે પ્રણવ દા હવે બંધારણીય બંદિશોથી આઝાદ થઈ ગયા છે. એવામાં તેઓ કોંગ્રેસના મુખ્ય સલાહકાર હશે અને પાર્ટીને ઉચ્ચ સ્થાને લઈ જવામાં મદદ કરશે.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • ગત વર્ષે પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિ પદની ટર્મ પૂર્ણ થઈ હતી (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગત વર્ષે પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિ પદની ટર્મ પૂર્ણ થઈ હતી (ફાઈલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: RSSના વાર્ષિક કાર્યક્રમનું પ્રણવ દાએ આમંત્રણ સ્વીકારતાં કોંગ્રેસના નેતાઓને આશ્ચર્ય | EX President Pranav Mukherjee will be attend RSS programme in Nagpur Congress Surprise
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `