Divya Bhaskar

Home » National News » Latest News » National » Congress senior leaders advice to Rahul Gandhi to not accept RSS invitation

કોંગ્રેસના સીનિયર નેતાઓની રાહુલને સલાહ- સંઘના કાર્યક્રમનું આમંત્રણ ન સ્વીકારે

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 03:03 PM

કોંગ્રેસના કેટલાંક નેતા તે પક્ષમાં નથી કે રાહુલ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની જેમ સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે.

  • Congress senior leaders advice to Rahul Gandhi to not accept RSS invitation

    નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના કાર્યક્રમનું આમંત્રણ ન સ્વીકારવાની સલાહ આપી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ કોંગ્રેસના કેટલાંક નેતા તે પક્ષમાં નથી કે રાહુલ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની જેમ સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે.

    હાલમાં જ સંગઠનના સૂત્રોએ જણાવ્યું કે અહીં વિજ્ઞાન ભવનમાં 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી સંઘનો એક કાર્યક્રમ યોજાવવાનો છે. જેમાં સંઘ વિપરીત વિચારધારાના લોકોને બોલાવવા પર વિચાર કરી રહ્યાં છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આ યાદીમાં ડાબેરી નેતા સીતારામ યેચુરીનું નામ પણ સામેલ છે.

    દેશના મુદ્દે સંઘ જણાવશે પોતાના વિચાર


    - સંઘના કાર્યક્રમનો વિષય 'ભારતનું ભવિષ્યઃ સંઘના પરિપ્રેક્ષ્યમાં' છે. RSS આ પ્રકારના ભાષણ કાર્યક્રમનું આયોજન પહેલી વખત કરી રહ્યાં છે. જેમાં સર સંઘચાલક મોહન ભાગવત દેશના મહત્વના મુદ્દે RSSના વિચાર જણાવશે. જો કે રાહુલને આમંત્રણ દેવાના મુદ્દે સંઘના પ્રવક્તા અરૂણ કુમારે કહ્યું હતું કે આ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય થયો નથી.

    રાહુલે સંઘની મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી તુલના


    - હાલમાં જ બ્રિટનની મુલાકાતે ગયેલાં રાહુલે લંડનમાં ભારતીય સમુદાયના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં RSSની વિચારધારાની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. આ આરબનું 90 વર્ષ જૂનું ઈસ્લામિક સંગઠન છે. જેમનો હેતુ દેશોમાં ઈસ્લામી કાયદા એટલે કે શરિયા લાગુ કરવાનો છે.

    પ્રણવ મુખર્જી પણ RSSના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા


    - પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જૂન, 2018માં નાગપુરમાં RSSના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. જે બાદ કોંગ્રેસ નેતાઓએ તેમના પર પણ નિશાન સાધ્યું હતું. ઉદ્યોગપતિ રતન ટાટા પણ RSSના કાર્યક્રમમાં હાજર રહી ચુક્યાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending