ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કોંગ્રેસે કહ્યું, સ્વામીને 5 વર્ષ સમર્થન આપવાનું નક્કી નહીં| Congress Says Full 5-Year Term For Kumaraswamy Still Not Discussed

  કર્ણાટકમાં કુમારસ્વામીને 5 વર્ષ સમર્થન આપવાનો નિર્ણય હજુ બાકી: કોંગ્રેસ

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 10:11 AM IST

  રિપોર્ટ્સ પ્રમાણે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોને એક રાખનાર શિવકુમારને ઉપમુખ્યમંત્રી ન બનાવતા નારાજ
  • જી. પરમેશ્વરે 24મીએ ઉપમુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જી. પરમેશ્વરે 24મીએ ઉપમુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા

   બેંગલુરુ: કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટના થોડા કલાકો પહેલાં જ કોંગ્રેસ નેતા અને ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વરે જેડીએસ સાથે ગઠબંધન વિશે એક વિવાદિત નિવેદન કર્યું છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર પાંચ વર્ષ સુધીના કાર્યકાળમાં સીએમ એચડી કુમારસ્વામીને સમર્થન આપવા વિશે હજુ કોઈ નિર્ણય લીધો નથી. પરમેશ્વરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું કુમારસ્વામી જ પૂરા પાંચ વર્ષ મુખ્યમંત્રી રહશે? ત્યારે પરમેશ્વરે કહ્યું કે, અમે આ વિશે હજુ ચર્ચા નથી કરી. કોંગ્રેસમા મુખ્યમંત્રી બનવા માટે હજુ બીજા ઘણા લોકો સક્ષમ છે. નોંધનીય છે કે, બુધવારે એચડી કુમાર સ્વામીએ 24મેએ મુખ્યમંત્રી તરીકે અને પરમેશ્વરે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે.

   કોને કયુ પદ મળશે તે વિશે હજુ નથી થઈ ચર્ચા

   - જી પરમેશ્વરે કહ્યું કે, હજીએ નક્કી નથી થયું કે, કોને શું જવાબદારી આપવામાં આવશે? નફા-નુકસાનને જોયા પછી અમે આ વિશે નિર્ણય કરીશું. હાલ અમારી ઈચ્છા સારુ પ્રશાસન આપવાની છે.
   - શપથ સમારોહ પહેલાં કુમારસ્વામીએ કર્ણાટકમાં 30-30 મહિનાની સરકાર બનાવવાની વાત નકારી કાઢી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રમાણેની તો કોઈ વાત જ નથી થઈ.
   - કુમારસ્વામીએ સરકારમાં કોંગ્રેસના 22 અને જેડીએસના 12 મુખ્યમંત્રી હોવા વિશે હાલ સહમતી કરવામાં આવી છે.

   પદ માગવામાં કોઈ ખરાબી નથી

   - ઉપમુખ્યમંત્રી અને અન્ય પદની પસંદગી પર કોંગ્રેસના ઘણાં નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ વિશે સવાલ કરતા તેમણે કહ્યું કે, હજુ સુધી કોઈ પણ નેતાએ મારી પાસે કે રાહુલ ગાંધી પાસે કોઈ પદ માગ્યુ નથી. મે આ રિપોર્ટ્સ ખાલી મીડિયામાં જ જોયા છે. નેતાઓ વચ્ચેના મતભેદને પૂરા કરતા તેમણે કહ્યું છે કે, પદ માગવામાં કોઈ ખરાબી પણ નથી.
   - કોંગ્રેસમાં ઘણાં એવા નેતા છે જે ઉપમુખ્યમંત્રી અને મુખ્યમંત્રી બનવા માટે સક્ષમ છે. અમે ગઠબંધનની સરકારમાં છીએ અને આ સંજોગોમાં પદ આપવાનો નિર્ણય હાઈકમાન્ડ પાસે હોય છે.
   - કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવકુમાર નારાજ છે અને અમુક ધારાસભ્યો સાથે અલગથી બેઠક કરી રહ્યા છે? આ સવાલના જવાબમાં પરમેશ્વરે કહ્યું છે કે, દરેક ધારાસભ્ય એક સાથે છે અને અમે વિશ્વાસમત મેળવવામાં સફળ રહીશું.
   - રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે શિવકુમાર પણ ઉપમુખ્યમંત્રીની દોડમાં સામેલ છે. માનવામાં આવે છે કે, ઉપમુખ્યમંત્રીનું પદ ન મળતા તેઓ પાર્ટી લીડરશિપથી નારાજ છે.

   આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત અન્ય તસવીર

  • શિવકુમારને ઉપમુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસ રેસમાં
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિવકુમારને ઉપમુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસ રેસમાં

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કોંગ્રેસે કહ્યું, સ્વામીને 5 વર્ષ સમર્થન આપવાનું નક્કી નહીં| Congress Says Full 5-Year Term For Kumaraswamy Still Not Discussed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `