ટોણો / દેહરાદૂનની રેલીમાં બોલ્યા રાહુલ- GSTના નિર્ણય અંગે નરેન્દ્ર મોદી તરફથી હું માફી માગુ છું

Divyabhaskar

Mar 16, 2019, 03:15 PM IST
Congress Rahul gandhi appologised beside from modi in dehradun rally
X
Congress Rahul gandhi appologised beside from modi in dehradun rally

  • પીએમ  ખેડૂત સન્માન નિધિ યોજનાની જાહેરાત કરતા સમયે પણ રાહુલે પીએમને ઘેર્યા
  •  એક ચોરને તમે 30 કરોડ રૂપિયા આપો છો અને ભારતના ખેડૂતને તમે એક દિવસના ફક્ત સાડા ત્રણ રૂપિયા જઃ રાહુલ ગાંધી

દહેરાદૂનઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી પર રાફેલ ડીલથી માંડી  GSTઅને ખેડૂત સન્માન નિધિ યોજના સુધી પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ GSTનાં કારણે વેપારીનો નુકસાન થયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પીએમ મોદીની આ ભયંકર ભૂલ માટે આપ સૌની માફી માગુ છું. 
અમે ગબ્બર સિંહ ટેક્સને સાચ્ચા GSTમાં બદલીશુંઃ રાહુલ ગાંધી
1.GSTથી વેપારીઓને થયેલા  નુકસાનનો હવાલો આપતા રાહુલ ગાંધીએ કહ્યું તે, અમે ગબ્બર સિંહ ટેક્સને સાચ્ચા GSTમાં બદલીશું જેમા એક સાધારણ ટેક્સ જ હશે.રાહુલે વેપારીઓને સંબોધિત કરતા કહ્યું કે, GSTના કારણે તમારુ જે નુકસાન થયુ અને જે કષ્ટ તમે ઉઠાવ્યો છે તેની પીએમ મોદી તરફથી હું માફી માગુ છું. તેમણે ભયંકર ભૂલ કરી છે અને અમે આ ભૂલને સુધારીશું. 
2.આ પહેલા જનસભાની શરૂઆતમાં  રાહુલ ગાંધીએ કહ્યું કે, ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર આવવાથી મને ઘણો આનંદ થયો છે. સેનામાં ઉત્તરાખંડની જે ભાગીદારી છે, સમગ્ર દેશ તેને દિલથી આવકારે છે. પુલવામામાં CRPFનાં સૈનિકો શહીદ થયા હતા. પુલવામા બ્લાસ્ટ બાદ અમે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સરકાર અને દેશ સાથે ખડેપગે છે. પરંતુ તેવા સમયે પણ પીએમ મોદી કોર્બેટ પાર્કમાં વીડિયો શૂટ કરાવવામાં લાગેલા હતા. હસીને ત્રણ કલાક તેમણે અહીં પસાર કર્યા અને દિવસભર દેશભક્તિની વાતો  કરતા રહ્યા. 
 
જ્યારે રાહુલે કહ્યું- શરમ આવવી જોઈએ
3.પીએમ ખેડૂત સન્માન નિધિ યોજનાની જાહેરાત કરતા સમયે પણ રાહુલે પીએમને ઘેર્યા હતા. રાહુલે નાણામંત્રીના રૂપમાં પિયૂષ ગોયેલના બજેટ ભાષણ પર કહ્યું કે, સાંસદમાં પાંચ મિનીટ સુધી તમામ બીજેપી સાંસદોએ પીએમ મોદીની સામે જોઈને તાળીઓનો ગળગળાટ કર્યો હતો. રાહુલે કહ્યું કે, મેં ખડગેજીને પૂછ્યું કે આ લોકો તાળીઓ કેમ પાડે છે. તેમને જણાવ્યું કે ભારતનાં ખેડૂતને પ્રતિદિન ત્રણ રૂપિયા આપવાનો નિર્ણય લેવામા આવ્યો છે. 
4.રાહુલે કહ્યું કે, આ જાહેરાત સાંભળીને ભાજપના તમામ સાંસદોએ પીએમ મોદી તરફ જોઈને તાળીઓ પાડી. શરમ આવવી જોઈએ આપ સૌને. એક ચોરને તમે 30 કરોડ રૂપિયા આપો છો અને ભારતના ખેડૂતને તમે એક દિવસના ફક્ત સાડા ત્રણ રૂપિયા જ આપીને મજાક બનાવીને તાળીઓ પાડો છો. 
5.આટલુ જ નહી રાહુલ ગાંધીએ નીરવ મોદી અને લલિત મોદીનું ઉદાહરણ આપીને કહ્યું કે, તમામ ચોરોના નામ મોદી જ કેમ હોય છે. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદી ભારતની બેન્કોનાં પૈસા મૌદીઓનાં હવાલે કરી દીધા છે. 
અનિલ અંબાણીએ આવું કર્યું
6.રાફેલનો મુદ્દો ઉઠાવીને રાહુલ ગાંધીએ કહ્યું કે,  જે વ્યક્તિ કાગળનું વિમાન નથી બનાવી શકતો તેને પીએમ મોદીએ દુનિયાનો સૌથી મોટો રક્ષા સોદો આપી દીધો. 526 કરોડના રાફેલ 1600 કરોડમાં નરેન્દ્ર મોદીએ ખીદ્યા. અનિલ અંબાણીએ 10 મહિના પહેલાં કંપની બનાવી અને તેમને આટલો મોટો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો.
7.રાહુલે કહ્યું કે, જ્યારે સીબીઆઈ ચીફ તપાસની વાત કરે છે તો રાતના દોઢ વાગે પીએમ મોદી તેમને લઢી દે છે. પરંતુ સુપ્રીમ કોર્ટ કહે છે કે, તેમને પરત લેવામાં આવે તો પણ નરેન્દ્ર મોદી તેમને હટાવી દે છે. રાહુલે ફરી તપાસ માટે જેપીસીનો ઉલ્લેખ કર્યો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી