નોટબંધીના 2 વર્ષ પૂરા: સમગ્ર દેશમાં આજે કોંગ્રેસનું હલ્લાબોલ

demonetization complete two year, youth congress protest narendra modi government in country
demonetization complete two year, youth congress protest narendra modi government in country
demonetization complete two year, youth congress protest narendra modi government in country

નોટબંધીના બે વર્ષ પૂરા થતાં કોંગ્રેસ પાર્ટી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ગુરુવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાણાપ્રધાન પી. ચિદંબરમ સહિત ઘણાં દિગ્ગજ નેતાઓએ સરકાર પર હુમલો કર્યો હતો.

divyabhaskar.com

Nov 09, 2018, 01:33 PM IST

નવી દિલ્હી: નોટબંધીના બે વર્ષ પૂરા થતાં કોંગ્રેસ પાર્ટી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ગુરુવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાણાપ્રધાન પી. ચિદંબરમ્ સહિત ઘણાં દિગ્ગજ નેતાઓએ સરકાર પર હુમલો કર્યો હતો. હવે આજે યૂથ કોંગ્રેસ સમગ્ર દેશમાં વિરોધ-પ્રદર્શન કરી રહી છે.

શુક્રવારે મુંબઈ, દિલ્હી, ચંદીગઢ, જયપુર સહિત દેશના ઘણાં મોટા શહેરોમાં કોંગ્રેસે પ્રદર્શન કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આજે છત્તીસગઢમાં રેલી દરમિયાન નોટબંધી વિરુદ્ધ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ભારતના ઈતિહાસમાં 8 નવેમ્બરની તારીખને હંમેશા કલંક તરીકે જોવામાં આવશે. 2 વર્ષ પહેલાં આજના દિવસે વડાપ્રધાન મોદીએ નોટબંધીનો કહેર વર્તાવ્યો હતો. તેમની એક જાહેરાતથી ભારતની 86 ટકા કરન્સી ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. તેના કારણે આપણી અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

મનમોહન સિંહે સરકાર પર કર્યો હતો હુમલો

નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આ જાહેરાતને 'બીમાર વિચારવાળા' અને 'મનહૂસ' પગલું ગણાવ્યું હતું. મનમોહન સિંહે કહ્યું હતું કે, નોટબંધીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને જે તકલીફ થઈ છે તે હવે બધાની સામે છે. નોટબંધીએ દરેક વ્યક્તિને મુશ્કેલીમાં મુકી દીધા છે. ભલે પછી તે કોઈ ધર્મ, જાતી, વ્યવસાય કે સંપ્રદાયનું હોય. ઘણીવાર કહેવામાં આવે છે કે, સમય બધી તકલીફો દૂર કરી દે છે પરંતુ નોટબંધીના ઘા દિવસેને દિવસે ઉંડા થતાં જાય છે.

બીજેપીએ કર્યો હતો વળતો હુમલો

- ભારતીય જનતા પાર્ટીએ પણ કોંગ્રેસ ઉપર વળતાં પ્રહાર કર્યા હતા. બીજેપીએ ગુરુવારે કોંગ્રેસને દસ સવાલ કર્યા હતા અને નોટબંધીના દેશહિતમાં નિર્ણય લેતા કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસ વિરોધી છે.
- બીજી બાજુ નાણામંત્રી અરુણ જેટલીએ નોટબંધીના 2 વર્ષ પૂરા થતાં તેને એક સફળ નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, સરકારના આ નિર્ણયથી 2 વર્ષમાં બ્લેકમનીમાં ઘટાડો થયો છે. તે ઉપરાંત છેલ્લાં બે વર્ષથી ઈન્કમ ટેક્સ રિર્ટનમાં પણ વધારો થયો છે. અરુણ જેટલીએ નોટબંધીના બે વર્ષ પૂરાં થતાં એક બ્લોગ લખીને પણ વિપક્ષ સામે આકરા પ્રહાર કર્યા હતા.

X
demonetization complete two year, youth congress protest narendra modi government in country
demonetization complete two year, youth congress protest narendra modi government in country
demonetization complete two year, youth congress protest narendra modi government in country
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી