ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Congress President Rahul Gandhi released menifesto for Karnataka Assembly Election

  કર્ણાટક: કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો; અગાઉના 95% કામ પૂરા કર્યા- રાહુલ

  divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 12:31 PM IST

  કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાની પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો
  • રાહુલે કહ્યું કે તેમની પાર્ટીએ હંમેશાં જનતાના મનની વાત સાંભળી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલે કહ્યું કે તેમની પાર્ટીએ હંમેશાં જનતાના મનની વાત સાંભળી.

   બેંગલુરૂ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાની પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો. રાહુલે કહ્યું કે તેમની પાર્ટીએ 5 વર્ષ પહેલા જે વચનો આપ્યા હતા તેનું 95% કામ પૂરું કર્યું છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ રાજ્યની જનતાનો અવાજ સાંભળ્યો છે. આ પ્રસંગે રાહુલ ગાંધી ઉપરાંત, વીરપ્પા મોઈલી અને કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર રહ્યા. રાહુલ ગાંધી ગુરૂવારે બે દિવસની કર્ણાટકના પ્રવાસે પહોંચ્યા. રાજ્યમાં એક તબક્કામાં 12 મે ના રોજ મતદાન થશે. 15 મેના રોજ પરિણામો આવશે.

   મોદીની મનકી બાત પર કર્યો કટાક્ષ

   - રાહુલે કહ્યું, "વડાપ્રધાન લોકોને પોતાના મનની વાત કહે છે, જ્યારે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કર્ણાટકના લોકોના મનની વાતને સામેલ કરવામાં આવી છે."

   - તેમણે કહ્યું, "હું અહીંયા કર્ણાટકના લોકોને એ જણાવવા નથી આવ્યો કે તેમના માટે શું સારું છે. હું અહીંયા એ સંભળાવવા આવ્યો છું કે તેઓ પોતાના સારા માટે શું વિચારે છે."
   - રાહુલે કહ્યું, "અમને તમામને કર્ણાટક પર બહુ ગર્વ છે. આ રાજ્યએ દેશને સિલિકોન વેલીની ભેટ આપી છે. હું કર્ણાટકનો આભાર માનવા માંગું છું, કારણકે તેના આત્મવિશ્વાસે આખા દેશને આગળ વધવાનો રસ્તો બતાવ્યો છે."

   કૃષિ, શિક્ષા, ગ્રામીણ વિકાસ જેવા મુદ્દાઓ કર્યા સામેલ

   - કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કૃષિ, શિક્ષા, ખેલ, સંસ્કૃતિ, ઊર્જા, ચિકિત્સા, સિંચાઇ, ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય, પર્યટન અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ સામેલ કર્યા છે.

  • આ પ્રસંગે રાહુલ ગાંધી ઉપરાંત વીરપ્પા મોઇલી અને કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર રહ્યા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પ્રસંગે રાહુલ ગાંધી ઉપરાંત વીરપ્પા મોઇલી અને કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર રહ્યા.

   બેંગલુરૂ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાની પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો. રાહુલે કહ્યું કે તેમની પાર્ટીએ 5 વર્ષ પહેલા જે વચનો આપ્યા હતા તેનું 95% કામ પૂરું કર્યું છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ રાજ્યની જનતાનો અવાજ સાંભળ્યો છે. આ પ્રસંગે રાહુલ ગાંધી ઉપરાંત, વીરપ્પા મોઈલી અને કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર રહ્યા. રાહુલ ગાંધી ગુરૂવારે બે દિવસની કર્ણાટકના પ્રવાસે પહોંચ્યા. રાજ્યમાં એક તબક્કામાં 12 મે ના રોજ મતદાન થશે. 15 મેના રોજ પરિણામો આવશે.

   મોદીની મનકી બાત પર કર્યો કટાક્ષ

   - રાહુલે કહ્યું, "વડાપ્રધાન લોકોને પોતાના મનની વાત કહે છે, જ્યારે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કર્ણાટકના લોકોના મનની વાતને સામેલ કરવામાં આવી છે."

   - તેમણે કહ્યું, "હું અહીંયા કર્ણાટકના લોકોને એ જણાવવા નથી આવ્યો કે તેમના માટે શું સારું છે. હું અહીંયા એ સંભળાવવા આવ્યો છું કે તેઓ પોતાના સારા માટે શું વિચારે છે."
   - રાહુલે કહ્યું, "અમને તમામને કર્ણાટક પર બહુ ગર્વ છે. આ રાજ્યએ દેશને સિલિકોન વેલીની ભેટ આપી છે. હું કર્ણાટકનો આભાર માનવા માંગું છું, કારણકે તેના આત્મવિશ્વાસે આખા દેશને આગળ વધવાનો રસ્તો બતાવ્યો છે."

   કૃષિ, શિક્ષા, ગ્રામીણ વિકાસ જેવા મુદ્દાઓ કર્યા સામેલ

   - કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કૃષિ, શિક્ષા, ખેલ, સંસ્કૃતિ, ઊર્જા, ચિકિત્સા, સિંચાઇ, ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય, પર્યટન અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ સામેલ કર્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Congress President Rahul Gandhi released menifesto for Karnataka Assembly Election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top