રાહુલનો સરકારને સવાલ- દેશ જાણવા માગે છે કે અનિલ અંબાણી અને મોદીએ રાફેલ પર શું ડીલ કરી છે?

Divyabhaskar.com

Aug 30, 2018, 06:24 PM IST
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે રાફેલ ડીલ પર સરકારને ઘેરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે રાફેલ ડીલ પર સરકારને ઘેરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે રાફેલ ડીલ પર સરકારને ઘેરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી. તેઓએ કહ્યું કે, જે ફાઈટર પ્લેન 520 કરોડ રૂપિાયમાં મળી શકે છે, તેના માટે તમે 1600 કરોડ રૂપિયાની ડીલ કરી. આ કોને ફાયદો પહોંચાડવા માટે થયું? દેશ જાણવા માગે છે કે અનિલ અંબાણી અને મોદીજીએ શું ડીલ કરી છે?

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે રાફેલ ડીલ પર સરકારને ઘેરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી. તેઓએ કહ્યું કે, "જે ફાઈટર પ્લેન 520 કરોડ રૂપિાયમાં મળી શકે છે, તેના માટે તમે 1600 કરોડ રૂપિયાની ડીલ કરી. આ કોને ફાયદો પહોંચાડવા માટે થયું? દેશ જાણવા માગે છે કે અનિલ અંબાણી અને મોદીજીએ શું ડીલ કરી છે?"

રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં ભારત-ફ્રાંસના સંયુક્ત નિવેદનની કોપી પણ લહેરાવી. તેઓએ કહ્યું, "સંયુક્ત નિવેદન લખ્યું છે કે રાફેલ વિમાનમાં કન્ફિગરેશન તે જ હશે. પરંતુ આજે સરકાર કંઈક જૂદી જ વાત કરી રહી છે. ખોટું બોલવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને પોતે જ કહ્યું કે એરક્રાફ્ટ અલગ હશે. પરંતુ સંયુક્ત નિવેદન કહે છે કે વિમાન તો તે જ હશે જે પહેલાં નક્કી થયું હતું. અનિલ અંબાણી પ્લેન પહેલાં ક્યારેય નથી બનાવ્યાં. તેઓ 45 હજાર કરોડ રૂપિયાના દેવામાં છે. બીજી તરફ HAL જે 70 વર્ષથી પ્લેન બનાવી રહ્યાં છે. હજારો એન્જિનિયર તેમની પાસે છે જેઓ કામ કરવા માગે છે."

જેટલીએ કહ્યું હતું- સૌદામાં ફર્ક છે


- રાહુલે એરક્રાફ્ટના કન્ફિગરેશનની વાત નાણા મંત્રી અરૂણ જેટલીના એક દાવાના સંદર્ભે કરી. જેટલીએ એક દિવસ પહેલાં કહ્યું હતું, "અમે 2007ની રાફેલ સમજૂતી બદલીને નવા કરારો કર્યા. જે મુજબ અમે હથિયારોથી સજ્જ એરક્રાફ્ટના સૌદા કર્યા. જે આધારે બેઝીક એરક્રાફ્ટની કિંમતમાં 9% અને હતિયારોથી સજ્જ એરક્રાફ્ટની કિંમતમાં 20%નો ઘટાડો થયો છે."

રાહુલે કહ્યું- અમારું કામ સત્ય બતાવવાનું


- વડાપ્રધાને 15 લાખ રૂપિયાનો વાયદો કર્યો. તેઓએ ખેડૂતોને પાકના યોગ્ય ભાવ આપવાનો વાયદો પણ કર્યો. વડાપ્રધાન જે કહે છે તેને અમે ગંભીરતાથી નથી લેતા. પરંતુ જો તેઓ ખોટું બોલે છે તો અમે તે જૂઠાણાંને પકડીએ છીએ. વડાપ્રધાને રાફેલ ડીલમાં અનિલ અંબાણીની મદદ કરવાનો પ્રયાસ કર્યો. અમારૂ કામ જનતાને સત્ય બતાવવાનું છે.

રાહુલે કહ્યું- JPC પર જવાબ આપે સરકાર


- રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "મેં અરૂણ જેટલીજીની મદદથી નરેન્દ્ર મોદીજીને ઓપ્શન આપ્યા હતા. ઓપ્શન એ હતા કે રાફેલ પર સંયુક્ત સમિતિ બનાવવામાં આવે. કોંગ્રેસ પાર્ટી કે વિપક્ષને આ અંગે કોઈ જ વાંધો નથી. અરૂણ જેટલીજી લાંબા-લાંબા બ્લોક લખે છે, પરંતુ 24 કલાકનો સમય પૂરો થવાનો છે. જો કે મંજૂરી તો નરેન્દ્ર મોદીજીને જ આપવાની છે. બની શકે છે કે જેટલીજી એટલાં ગભરાયેલાં છે કે મોદીજીને સવાલ જ નહીં પૂછી શકે."

X
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે રાફેલ ડીલ પર સરકારને ઘેરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરીકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે રાફેલ ડીલ પર સરકારને ઘેરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી