રાફેલ ડીલ વિવાદઃ દેશના નહીં, અનિલ અંબાણીના ચોકીદાર છે PM મોદી- રાહુલ ગાંધી

Divyabhaskar.com

Oct 11, 2018, 03:52 PM IST
રાફેલ મામલે કોંગ્રેસ અધ્યક્ષે હેડકવાર્ટરમાં પત્રકાર પરિષદ સંબોધી હતી
રાફેલ મામલે કોંગ્રેસ અધ્યક્ષે હેડકવાર્ટરમાં પત્રકાર પરિષદ સંબોધી હતી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હેડકવાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેઓએ રાફેલ ડીલ અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે સીધો જ વડાપ્રધાન પર હુમલો કરતાં તેઓને ભ્રષ્ટ ગણાવ્યાં અને તેઓએ રાજીનામું આપવું જોઈએ તેવી માગ કરી.

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે સીધો જ વડાપ્રધાન પર હુમલો કરતાં તેઓને ભ્રષ્ટ ગણાવ્યાં અને તેઓએ રાજીનામું આપવું જોઈએ તેવી માગ કરી. સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, આ ડીલની મદદથી અનિલ અંબાણીના ખીસ્સામાં 30 હજાર કરોડ રૂપિયા નાંખ્યા. મોદી દેશના નહીં, અનિલ અંબાણીના ચોકીદાર છે.

રાહુલે મોદી સરકાર પર શું આક્ષેપ કર્યાં?


- રાહુલ ગાંધીએ કહ્યું કે વિદેશ મંત્રી નિર્મલા સીતારમણ ફ્રાંસ કેમ ગયા છે. આ સમયે ફ્રાંસમાં શું રંધાય રહ્યું છે કે તેઓએ ત્યાં જવાની જરૂર પડી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પીએમ મોદી ભ્રષ્ટાચારના મામલાઓને ઉછાળીને સત્તામાં આવ્યાં હતા. અને હવે તેઓ જ આ આરોપોનો સામનો કરી રહ્યાં છે. તેમના પર આરોપ લાગ્યો છે ત્યારે તેઓએ બોલવું જોઈએ. રાહુલે કહ્યું કે રાફેલ ડીલ સ્પષ્ટ રીતે રક્ષા ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો મામલો છે. આ ભ્રષ્ટાચારને સમજવા માટે તમામ વસ્તુઓ સામે છે. ધીમે ધીમે આ કરારના ગોટાળાઓ સામે આવી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ મામલે કોંગ્રેસ JPC બનાવીને તપાસની માગ કરી હતી. પરંતુ ભાજપ તેનાથી પાછળ હટી ગયું. વડાપ્રધાને દેશના ખેડૂતો, યુવાનો અને ગરીબોની સાથે વિશ્વાસઘાત કર્યો છે.

પોતાના વાયદાઓ પર ચૂપ કેમ છે મોદી?

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન પોતાના વાયદાઓ પર કંઈ બોલતા નથી. દેશમાં મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર છે, તેની પર જવાબ નથી આપી શકતા તો રાજીનામું આપવું જોઈએ. દૈસોના આંતરિક દસ્તાવેજોથી એક પછી એક સત્ય સામે આવી રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી ભ્રષ્ટ છે. આ એકમાત્ર કોન્ટ્રાક્ટ નથી, બીજા પણ સામે આવશે. અમે રાફેલ પર ભ્રષ્ટાચારની તપાસ કરાવવા માંગે છે, પરંતુ અરુણ જેટલીએ જેપીસીની માંગ ઠુકરાવી દીધી.

X
રાફેલ મામલે કોંગ્રેસ અધ્યક્ષે હેડકવાર્ટરમાં પત્રકાર પરિષદ સંબોધી હતીરાફેલ મામલે કોંગ્રેસ અધ્યક્ષે હેડકવાર્ટરમાં પત્રકાર પરિષદ સંબોધી હતી
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી