Home » National News » Latest News » National » શશિ થરૂરને આરોપી તરીકે સમન્સ આપવું કે નહીં તેનો ફેંસલો જૂનમાં થશે | Sunanda Pushkar death case court reserves order on summons to Shashi Tharoor as accused

સુનંદા પુષ્કર કેસઃ થરૂરને આરોપી તરીકે સમન્સ મોકલવું કે નહીં, 5 જૂને ફેંસલો

Divyabhaskar.com | Updated - May 28, 2018, 05:48 PM

દિલ્હી પોલીસે ચાર્જશીટમાં સુનંદાના પતિ શશિ થરૂરને આત્મહત્યા માટે ઉકસાવવા અને પત્ની સાથે ક્રુરતાનો આરોપી બનાવ્યો છે.

 • શશિ થરૂરને આરોપી તરીકે સમન્સ આપવું કે નહીં તેનો ફેંસલો જૂનમાં થશે | Sunanda Pushkar death case court reserves order on summons to Shashi Tharoor as accused
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શશિ થરૂરે ટ્વીટમાં ચાર્જશીટને હાસ્યાસ્પદ ગણાવી હતી (ફાઈલ)

  નવી દિલ્હીઃ સુનંદા પુષ્કર મોત કેસમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને આરોપી ગણી સમન્સ મોકલવું કે નહીં તે અંગે પટિયાલા હાઉસ કોર્ટે સુનાવણી કરી, પોતાનો ફેંસલો 5 જૂન સુધી સુરક્ષિત રાખ્યો છે. દિલ્હી પોલીસે આ મામલે ચાર્જશીટમાં સુનંદાના પતિ શશિ થરૂરને આત્મહત્યા માટે ઉકસાવવા અને પત્ની સાથે ક્રુરતાનો આરોપી બનાવ્યો છે. ગત દિવસોમાં થરૂરે ચાર્જશીટને હાસ્યાસ્પદ ગણાવતા તેને પડકારવાની વાત કરી હતી. સુનંદા પુષ્કરે દિલ્હીની એક લક્ઝરી હોટલમાં જાન્યુઆરી, 2014નાં રોજ મૃત મળી હતી.

  વકીલે પોલીસની ચાર્જશીટ પર ઉઠાવ્યાં હતા સવાલ


  - થરૂરના વકીલે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમર વિશાલની કોર્ટમાં કહ્યું કે, "સમજાતું નથી કે કેમ પોલીસ આત્મહત્યા માટે ઉકસાવવા અને પત્નીની સાથે ક્રુરતાનો મામલો બનાવી રહ્યાં છે. શું તેમના સોશિયલ મીડિયા પોસ્ટને મોતની પહેલાં નિવેદન તરીકે લઈ શકાય છે? સુનંદ પુષ્કરનું મોત ઝેરના કારણે થયું હતું."
  - આ અંગે મેજીસ્ટ્રેટે કહ્યું કે બીજા પક્ષે દાવો કર્યો છે કે તેમની પાસે આ મામલે પર્યાપ્ત પુરાવાઓ છે. આ અંગે 5 જૂને ફેંસલો સંભળાવવામાં આવશે.

  કોંગ્રેસ નેતાએ ચાર્જશીટને હાસ્યાસ્પદ ગણાવી હતી


  - શશિ થરૂરે ટ્વીટમાં ચાર્જશીટને હાસ્યાસ્પદ ગણાવી હતી. અને કહ્યું હતું કે તેના વિરૂદ્ધ હું પૂરી તાકાતથી લડીશ. જો કોઈપણ સુનંદાને ઓળખતા હતા તેને તે વાતનો ખ્યાલ છે કે માત્ર મારા ઉકસાવવાથી તે આત્મહત્યા ન કરી શકે.
  - કોંગ્રેસ નેતાએ બીજા ટ્વીટમાં લખ્યું હતું કે, "આ વાતને દિલ્હી પોલીસની યોગ્ય તપાસ અને ઈચ્છા ન કહી શકાય. ગત વર્ષે ઓક્ટોબર 17નાં રોજ તેમના અધિકારીએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે પોલીસને તપાસમાં કોઈ વિરૂદ્ધ પુરાવાઓ નથી મળ્યાં. હવે 6 મહિના પછી પોલીસ દાવો કરી રહી છે કે મેં પત્નીને આત્મહત્યા માટે ઉકસાવી. આ અવિશ્વસનિય છે."

  ચાર્જશીટમાં બે કલમનો ઉલ્લેખ, થરૂર એકલા આરોપી


  - 14 મેનાં રોજ દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 3 હજાર પાનાની ચાર્જશીટમાં સાંસદ શશિ થરૂર એકલા આરોપી છે. જેમાં IPC 498 A (મહિલા પર ક્રુરતા માટે પતિ કે તેના કોઈ સંબંધી જવાબદાર) અને IPC 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું)નો ઉલ્લેખ છે.
  - પોલીસની માગ છે કે કોર્ટ શશિ થરૂરને આરોપીના રૂપે સમન્સ મોકલે, તેમના વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવાઓ છે. કેસમાં થરૂરનો નોકર નારાયણ સિંહ પણ મુખ્ય સાક્ષી બન્યો છે.
  - IPC 498 Aમાં દોષિતને વધુમાં વધુ 3 વર્ષ અને IPC 306માં 10 વર્ષની સજાની જોગવાઈ છે.

  સીક્રેટ રિપોર્ટમાં શું થયો હતો ખુલાસો?


  - માર્ચ 2018માં આવેલા સીક્રેટ રિપોર્ટ મુજબ પોલીસને પહેલાં દિવસથી જ ખબર હતી તેની હત્યા થઈ છે. દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર બી. એસ. જયસ્વાલે જે પહેલાં રિપોર્ટ તૈયાર કર્યો હતો, તેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે વસંત વિહારના એસડીએમ આલોક શર્માએ નિરીક્ષણ પછી કહ્યું હતું કે સ્યૂસાઈડ નથી.
  - આ આધારે સરોજિની નગરના SHOને આ મામલાની તપાસ હત્યા તરીકે પણ કરવાનુ કહ્યું હતું. ઓટોપ્સી રિપોર્ટ મુજબ કહેવાયું હતું કે મોતનું કારણ શરીરમાં ઝેરીલો પદાર્થ છે. શરીર પર જોવા મળેલાં કેટલાંક ઈજાના નિશાનને જોતાં પણ લાગે છે કે મારપીટ કે કોઈ હાથાપાઈ દરમિયાન થયેલી ઈજાના સંકેત આપે છે. રિપોર્ટમાં ઈન્જેકશનના નિશાન પણ તાજા જ બતાવવામાં આવ્યા હતા.

  ક્યારે થયું હતું સુનંદાનું મોત?


  - 17 જાન્યુઆરી, 2014નાં રોજ દિલ્હીની લીલા હોટલના રૂમ નંબર 345માં સુનંદા પુષ્કર સંદિગ્ધ સ્થિતિમાં મૃત મળી હતી. તેમની બોડી હોટલના એક રૂમમાં બેડ પર મળી આવ્યું હતું. દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી અને એક વર્ષ બાદ મર્ડર કેસ દાખલ કરાયો હતો.
  - AIIMSના વિસરા રિપોર્ટ મુજબ, સુનંદાની બોડીમાં કોઈ પ્રકારનું ઝેર મળ્યું ન હતું. પોલીસે આ મામલે કોંગ્રેસના નેતા થરૂરની લાંબી પૂછપરછ પણ કરી હતી. મોતને સંદિગ્ધ માનતા દિલ્હી પોલીસે 1લી જાન્યુઆરી, 2015નાં રોજ હત્યા (302)નો મામલો દાખલ કર્યો હતો.
  - દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર બી.એસ.બસ્સીએ કહ્યું હતું કે, 29 ડિસેમ્બર 2014નાં રોજ આવેલાં મેડિકલ રિપોર્ટ પછી આ મામલો દાખલ કરાયો, જેમાં તે વાત સ્પષ્ટ કરવામાં આવી કે સુનંદાનું મોત સ્વભાવિક ન હતું.

 • શશિ થરૂરને આરોપી તરીકે સમન્સ આપવું કે નહીં તેનો ફેંસલો જૂનમાં થશે | Sunanda Pushkar death case court reserves order on summons to Shashi Tharoor as accused
  17 જાન્યુઆરી, 2014નાં રોજ દિલ્હીની લીલા હોટલના રૂમ નંબર 345માં સુનંદા પુષ્કર સંદિગ્ધ સ્થિતિમાં મૃત મળી હતી (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ