Home » National News » Latest News » National » Shakti Sinh Gohil tweet on PM Modi Upvas

મોદીએ પકોડા ખાઈ ઉપવાસ કર્યાઃ ગોહિલનો PMનું શેડ્યૂલ ટાંકી આક્ષેપ

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 05:17 PM

ભાજપના ઉપવાસને નાટક સાબિત કરવા હવે કોંગ્રેસનો પલટવાર

 • Shakti Sinh Gohil tweet on PM Modi Upvas
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉપવાસના રાજકારણમાં હવે એકબીજાના ઉપવાસને નાટક સાબિત કરવાની હોડ જામી

  નેશનલ ડેસ્કઃ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉપવાસના રાજકારણમાં હવે એકબીજાના ઉપવાસને નાટક સાબિત કરવાની હોડ જામી છે. કોંગ્રેસી નેતાઓએ ઉપવાસ પર બેસતાં પહેલાં પેટ ભરીને છોલે-ભટુરે ખાધા હોવાની તસવીરો જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે ફજેતી થઈ હતી. તેનો એ જ ભાષામાં જવાબ આપતાં ગુરુવારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમનું શેડ્યુઅલ રજૂ કર્યું હતું, જેમાં વડાપ્રધાને આજે નાસ્તા અને ભોજનનો પણ ઉલ્લેખ છે.

  'આજે ઉપવાસના જુમલાનો દિવસ છે'


  - કોંગ્રેસના ટોચના નેતા અને હાલમાં જ જેમને બિહાર કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે એ શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર ઘટસ્ફોટ કરતાં લખ્યું છે કે, માનનીય જુમલેબાજે આજે નાસ્તામાં અને લંચમાં શું ખાધું હશે? અલબત્ત, ચા અને ભજીયા... આખરે તો આજે ઉપવાસના જુમલાનો દિવસ છે ને!!
  - આ ટ્વિટ સાથે શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનના ૧૨ એપ્રિલના તામિલનાડુ પ્રવાસનું મિનિટ ટૂ મિનિટ શેડ્યુઅલ પણ રજૂ કર્યું છે, જેમાં બ્રેકફાસ્ટ અને લંચની વિગત લખેલી છે. સાધારણ રીતે, પીએમ ઓફિસ અને સિક્યુરિટી ટીમ દ્વારા આ શેડ્યુઅલ તૈયાર થતું હોય છે અને એ અત્યંત ગોપનિય હોય છે.
  - શક્તિસિંહે આ શેડ્યુઅલની કોપી કેવી રીતે અને ક્યાંથી મેળવી એ જોકે તેમણે જણાવ્યું નથી.

  PMના આહ્વાન બાદ ભાજપના નેતાઓના ઉપવાસ

  અગાઉ કોંગ્રેસે દલિતો સાથે થતાં અન્યાયના વિરોધમાં દેશભરમાં પ્રતિક ઉપવાસ રાખ્યા બાદ ગુરુવારે - વડાપ્રધાનના આહ્વાનથી દેશભરમાં ભાજપના નેતાઓ સંસદમાં વિપક્ષોના અસહકારી વલણ સામે પ્રતીક ઉપવાસ કરી રહ્યા છે. ખુદ વડાપ્રધાને પણ એવી જાહેરાત કરી હતી કે દિવસભર તેઓ રોજિંદા કાર્યો જારી રાખીને પણ ઉપવાસ તો રાખશે જ.

  શક્તિસિંહ ગોહિલે કરેલા ટ્વિટને જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

 • Shakti Sinh Gohil tweet on PM Modi Upvas
  ટ્વિટ સાથે શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનના ૧૨ એપ્રિલના તામિલનાડુ પ્રવાસનું મિનિટ ટૂ મિનિટ શેડ્યુઅલ પણ રજૂ કર્યું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ