Divya Bhaskar

Home » National News » Latest News » National » Congress leader Kamalnath commented that many BJP Leaders are accused of molestation

કમલનાથનો BJP પર પ્રહાર: મેક ઇન ઇન્ડિયાને કહ્યું રેપ ઇન ઇન્ડિયા

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 03:40 PM

ઉન્નાવ દુષ્કર્મ મામલામાં બીજેપી ધારાસભ્યનું નામ સામે આવ્યા બાદ કોંગ્રેસી સાંસદ કમલનાથે બીજેપી પર નિશાન સાધ્યું છે

  • Congress leader Kamalnath commented that many BJP Leaders are accused of molestation
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઉન્નાવમાં ભાજપના ધારાસભ્ય પર દુષ્કર્મનો આરોપ લાગ્યા પછી કોંગ્રેસ સરકાર પર સવાલો ઊભા કરી રહી છે. (ફાઇલ)

    નવી દિલ્હીઃ ઉન્નાવ દુષ્કર્મ મામલામાં બીજેપી ધારાસભ્યનું નામ સામે આવ્યા બાદ કોંગ્રેસી સાંસદ કમલનાથે બીજેપી પર નિશાન સાધ્યું છે. તેઓએ સોમવારે કહ્યું કે, હવે બીજેપીનું નામ ભારતીય બળાત્કાર પાર્ટી રાખવું જોઈએ. બીજી તરફ, રાહુલ ગાંધીએ કહ્યું કે દુષ્કર્મના દોષિતોને સજા અપાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવી જોઈએ.

    કમલનાથ બોલ્યા- જનતાને હવે વિચારવાની જરૂર

    - કમલનાથે કહ્યું- મેં ક્યાંક વાંચ્યું છે કે બીજેપીના 20 નેતા એવા છે મેની પર દુષ્કર્મના આરોપ છે, જનતાએ વિચારવું જોઈએ કે તેનું નામ બદલીને બળાત્કાર જનતા પાર્ટી રાખવું જોઈએ.

    કમલનાથે કરી ટ્વિટ

    - કમલનાથે પોતાના ટ્વિટમાં લખ્યું કે બીજેપીના નારાઓને હવે દેશની જનતા આમ કહે છે- મેક ઇન ઇન્ડિયા, રેપ ઇન ઇન્ડિયા.

    - કમલનાથે સરકારના 'બેટી બચાઓ બેટી પઢાઓ'ના નારા પર કટાક્ષ કરતા લખ્યું છે કે,

    'બેટી બચાઓ, બેટી પઢાઓ- બેટી છુપાવો, બળાત્કારીઓથી બચાવો.

    દેશ બદલાઇ રહ્યો થછે - દીકરીઓ સાથે રોજ રેપ થઇ રહ્યો છે.
    સ્ટાર્ટ અપ ઇન્ડિયા - રોજ બ્રેક થઇ રહી બહેન-બેટિયા
    અબકી બાર - નારીની ઇજ્જત થઇ રહી તાર-તાર.'

    રાહુલે કહ્યું- દીકરીઓને ન્યાય અપાવે મોદી

    - રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટમાં લખ્યું કે, 2016માં દેશમાં 19,675 સગીરાઓ સાથે દુષ્કર્મ થયા. આ દુર્ભાગ્યપૂર્ણ છે. જો વડાપ્રધાન મોદી દેશની દીકરીઓને ન્યાય અપાવવા ગંભીર છે તો આ કેસોમાં ફાસ્ટ ટ્રેક બનાવીને દોષિતોને સજા અપાવે.

  • Congress leader Kamalnath commented that many BJP Leaders are accused of molestation
    કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ક્રૂરતા અને ઉન્નાવમાં દુષ્કર્મની ઘટનાના વિરોધમાં રાહુલે 13 એપ્રિલના રોજ ઇન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢી હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending