Home » National News » Latest News » National » congress leader Ghulam Nabi Azad attak on PM Modi

અમારી પુરેપુરી તૈયારી, કોંગ્રેસ યુપીમાં તમામ 80 સીટો પરથી ચૂંટણી લડશે- ગુલામ નબી

Divyabhaskar.com | Updated - Jan 13, 2019, 03:37 PM

 • congress leader Ghulam Nabi Azad attak on PM Modi


  લખનઉઃ લોકસભાની ચૂંટણીમાં સપા-બસપાનાં ગઠબંધનની જાહેરાત બાદ રવિવારે કોંગ્રેસે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે હવે કોંગ્રેસ ઉત્તરપ્રદેશની તમામ 80 સીટો પર એકલાહાથે ચૂંટણી લડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, અમારી એકલા ચૂંટણી લડવાની પુરેપુરી તૈયારી છે, અમે તમામ સીટો પર ચૂંટણી લડીશું, વધુમાં તેમણે કહ્યું કે, ભાજપને રાષ્ટ્રીય સ્તરે માત્રને માત્ર રાહુલ ગાંધીના નેતૃત્વ વાળી સરકાર હરાવી શકે છે.

 • 1.અગાઉ શનિવારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમોએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગઠબંધનની જાહેરાત કરી હતી. ઉત્તરપ્રદેશમાં બન્ને પાર્ટીઓ 38-38 સીટો પર ચૂંટણી લડશે. અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી સોનિયા ગાંધી સાંસદ છે. 
 • કોંગ્રેસે ટુકડા-ટુકડામાં વહેંચાયેલા ભારતને અખંડ ભારત બનાવ્યું- આઝાદ
  2.આઝાદે કોંગ્રેસના કાર્યોને ગણાવતા કહ્યું કે, અમારી પાર્ટીએ જ ટુકડા-ટુકડાઓમાં વહેંચાયેલા ભારતને અખંડ ભારત બનાવ્યું છે, દેશને આઝાદી અપાવવા માટે કોંગ્રેસનું મહત્વનું યોગદાન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી માંડીને નહેરુ સુધી બધાએ પોતપોતાનું યોગદાન આપ્યુ છે, જેનાં કારણે ભારત દેશ અખંડ બની શક્યો છે. 
   
 • અખિલેશ-માયાવતીને ગઠબંધનનો અધિકાર- રાહુલ ગાંધી
  3.રાહુલે દુબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગઠબંધનના સવાલો પર જવાબ આપતા કહ્યું કે, "સપા-બસપાને ગઠબંધનનો અધિકાર છે, પરંતુ ત્યા કોંગ્રેસ પોતાની વિચારધારાની લડાઈ પુરા દમથી લડશે. માયાવતી- અખિલેશનાં નિર્ણયનો હું આદર કરુ છું. કોંગ્રેસ પાર્ટીને ઉત્તરપ્રદેશમાં કેવી રીતે ઊભી કરવી એ હવે અમારી ઉપર છે. અમારી લડાઈ ભાજપની વિચારધારા સાથે છે. 
   
 • કોંગ્રેસને 2009 લોકસભા ચૂંટણીમાં 21 સીટો મળી હતી
  4.2009 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 21 સીટો પર જીત મેળવી હતી. જ્યારે 2014ની ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત 2 સીટો પર જ સમેટાઈ ગઈ હતી. 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ