Home » National News » Latest News » National » 2019 પહેલાં ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં BSP-કોંગ્રેસ ગઠબંધન થઈ શકે છે | Congress is depend on BSP in 3 state assembly election

સોનિયા-માયાવતી વચ્ચેની નવી કેમિસ્ટ્રી, કોંગ્રેસને તારશે કે ડૂબાડશે?

Divyabhaskar.com | Updated - May 29, 2018, 02:36 PM

કુમારસ્વામીના શપથ સમારંભમાં સોનિયા-માયાવતી વચ્ચે અલગ કેમીસ્ટ્રી જોવા મળી હતી જે આવનારી વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે.

 • 2019 પહેલાં ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં BSP-કોંગ્રેસ ગઠબંધન થઈ શકે છે | Congress is depend on BSP in 3 state assembly election
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  કુમારસ્વામીના શપથ સમારંભમાં માયાવતી અને સોનિયા વચ્ચેની નીકટતા જોવા મળી હતી (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ સમારંભમાં વિપક્ષની એકતાની સાથે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. આ શપથ સમારંભમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી વચ્ચે ભારે નિકટતા જોવા મળી હતી. જે અલગ રાજકીય સમીકરણ તરફ ઈશારો કરે છે.

  BSP તરફ કોંગ્રેસની મીટ


  - કર્ણાટકમાં JDS સાથે ગઠબંધન છતાં BSPને ફાળે એક જ સીટ આવી છે પરંતુ કોંગ્રેસને બીજા નંબર પાર્ટી બનાવવામાં માયાવતીની ભૂમિકા ઘણી મહત્વની છે.
  - ત્યારે માયાવતી પણ પોતાનું મહત્વ સમજી ગઈ છે. તેને ખ્યાલ જ છે કે BSPનો વોટ જીતી ન શકે પરંતુ હરાવી જરૂર શકે છે. અને તેથી જ કોંગ્રેસ પણ માયાવતી તરફ આશાભરી નજરે જોઈ રહી છે.

  માયાવતીને સાથે લઈને ચાલવું સહેલું નથી


  - રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં BSPની સાથે કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરવા માગે છે. કોંગ્રેસના નેતાઓ આ અંગે વાતચીત કરી રહ્યાં છે.
  - જો કે BSPને કોંગ્રેસની સાથે લઈને ચાલવું સહેલી વાત નથી.
  - હાલમાં જ માયાવતીએ પાર્ટીની બેઠકમાં કહ્યું હતું કે BSP ગઠબંધનને લઈને તૈયાર છે પરંતુ જ્યારે BSPને સન્માનજનક સીટ આપવામાં આવશે ત્યારે જ.
  - 2019 સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ માયાવતીની પેંતરાબાજીથી કોંગ્રેસ સહિતના પક્ષની ચિંતા વધી ગઈ છે.
  - BSP રાજસ્થાનના કેટલાંક વિસ્તારોમાં તેમજ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સારી એવી અસર છે. ત્યારે સીટની વ્હેંચણીને લઈને કોંગ્રેસને ઘણી મથામણ કરવી પડશે.

  BSP-કોંગ્રેસ વચ્ચે બેઠકને લઈને થઈ શકે છે માથાકૂટ


  - કર્ણાટકમાં BSP 18 બેઠક પર ચૂંટણી લડ્યું હતું, એટલે કે BSP 10 ટકા બેઠકો પર પોતાનો દાવો કરવાનું મન બનાવી રહ્યું છે.
  - મધ્યપ્રદેશમાં BSPનું અસ્તિત્વ ઘણાં સમયથી છે. રાજસ્થાનમાં પણ મોટી નહીં પણ મહત્વની ભૂમિકામાં છે.
  - 2008થી 2013 સુધી અશોક ગેહલોતની સરકાર BSPના બળવાખોર ધારાસભ્યના ટેકા પર જ ચાલી હતી.
  - ત્યારે મધ્યપ્રદેશમાં BSP 35 બેઠક માટે દબાણ કરી શકે છે. તો રાજસ્થાનમાં 25 અને છત્તીસગઢમાં લગભગ 10 સીટ પર BSP ચૂંટણી લડવા માગે છે. જો કે કોંગ્રેસને આટલી સીટ વધુ લાગી રહી છે.

  ત્રણ રાજ્યોમાં ચૂંટણી એટલે 2019ની સેમીફાઈનલ


  - આ વર્ષના અંતે ત્રણ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ ગણી શકાય.
  - 2003ની ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બની હતી, ત્યારે ઉત્સાહમાં આવીને વાજપેયીજીએ સમય પહેલાં ચૂંટણી કરાવી હતી. પરિણામ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.
  - 2008માં મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભાજપ તો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની હતી જ્યારે 2009માં કેન્દ્રમાં UPA સરકાર સત્તા પર આવી હતી.
  - 2013માં અપવાદ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન એમ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર બની તો 2014માં કેન્દ્રમાં પણ ભાજપને જ જનાદેશ મળ્યો હતો.
  - ત્યારે 2019ની ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે, કેમકે તેનાથી પાર્ટી પ્રત્યે કાર્યકર્તાઓનો વિશ્વાસ વધી શકે છે. જો કે તે માટે કોંગ્રેસને માયાવતીને સાથે રાખવાની મહેનત કરવી પડશે.

  આગળની સ્લાઈડમાં વાંચો ત્રણ રાજ્યો માટે શું છે સમીકરણ?

 • 2019 પહેલાં ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં BSP-કોંગ્રેસ ગઠબંધન થઈ શકે છે | Congress is depend on BSP in 3 state assembly election
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં BSPની સાથે કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરવા માગે છે (ફાઈલ)

  શું છે સમીકરણ?


  - BSP રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એમ ત્રણેય રાજ્યમાં ચૂંટણીમાં મેદાન પર ઉતર્યું હતું. 
  - 2013ની ચૂંટણીમાં છત્તીસગઢની તમામ 90 સીટ પર BSP ચૂંટણી લડ્યું હતું. મધ્યપ્રદેશમાં 220 સીટો પર તો રાજસ્થાનમાં 190 બેઠકો પર પાર્ટીએ ઉમેદવારો ઉતાર્યા હતા. 
  - કોંગ્રેસના નેતાઓ પણ માને છે કે અનેક સીટ પર BSPના કારણે કોંગ્રેસને હારનું મોઢું જોવું પડ્યું હતું. 

   

  આગળની સ્લાઈડમાં વાંચો રાજસ્થાન વિધાનસભામાં શું છે સ્થિતિ?

 • 2019 પહેલાં ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં BSP-કોંગ્રેસ ગઠબંધન થઈ શકે છે | Congress is depend on BSP in 3 state assembly election
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે ત્યારે હાલ ભાજપની સરકાર છે (ફાઈલ)

  રાજસ્થાન

   

  - રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં દર પાંચ વર્ષમાં સરકાર બદલાય જાય છે.

  - રાજસ્થાનની 200 બેઠકમાંથી ભાજપના ખાતામાં 163 સીટ છે.

  - 2013માં ભાજપને 46 ટકા વોટ મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસને 34 ટકા વોટ મળ્યાં પરંતુ બેઠકો ઘણી જ ઓછી મળી હતી.

  - આ રીતે જ BSPને 3 સીટ મળી અને વોટ 3.5 ટકા. જો કે BSP-કોંગ્રેસના વોટ મળીને પણ ભાજપની બરોબર મત મળ્યાં ન હતા. પરંતુ આ વખતે વાતાવરણ અલગ છે, લોકોમાં ભાજપ સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી છે.

   

  આગળની સ્લાઈડમાં વાંચો મધ્યપ્રદેશમાં કોની સ્થિતિ છે મજબૂત?

 • 2019 પહેલાં ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં BSP-કોંગ્રેસ ગઠબંધન થઈ શકે છે | Congress is depend on BSP in 3 state assembly election
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સામે મોટો પડકાર છે, અહીં 2003થી ભાજપની સરકાર છે (ફાઈલ)

  મધ્યપ્રદેશ


  - અહીં કોંગ્રેસને મોટો પડકાર છે. 2003થી ભાજપની જ સરકાર છે.
  - કોંગ્રેસે આ વખતે કમાન કમલનાથને સોંપી છે. જ્યારે કે દિગ્વિજય સિંહને કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
  - જ્યોતિરાદિત્ય સિંધિયાને કેમ્પેઈન કમિટીના પ્રમુખ બનાવી શિવરાજ સિંહ ચૌહાણ વિરૂદ્ધ મજબૂત મોર્ચાબંધી સોંપવામાં આવી છે. 
  - મધ્યપ્રદેશના સમીકરણને જોતાં BSP-કોંગ્રેસ મજબૂત પડકાર ફેંકી શકે છે. 
  - 2008ની ચૂંટણીમાં કોંગ્રેસને 32 ટકા અને BSPને 7.5 ટકા જ્યારે ભાજપને 37 ટકા વોટ મળ્યાં હતા. જો કે 2013માં આ આંકડો ઘટ્યો હતો અને બંનેના વોટ મળીને ભાજપની બરોબર થયાં ન હતા.
  - જો કે મધ્યપ્રદેશના અધ્યક્ષ કમલનાથ BSPની સાથે ગઠબંધનના પક્ષમાં છે. 

   

  આગળ વાંચો છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસની કેવી છે સ્થિતિ? 

 • 2019 પહેલાં ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં BSP-કોંગ્રેસ ગઠબંધન થઈ શકે છે | Congress is depend on BSP in 3 state assembly election
  છત્તીસગઢમાં પણ કોંગ્રેસ 15 વર્ષથી સત્તાથી બહાર છે (ફાઈલ)

  છત્તીસગઢ

   

  - અહીં પણ મધ્યપ્રદેશ જેવી જ સ્થિતિ છે. 15 વર્ષથી કોંગ્રેસ સત્તાથી બહાર છે. અહીં પણ ભાજપને હરાવવા માટે કોંગ્રેસને BSPનો સહારો છે જેના પાસે લગભગ 4 ટકા વોટ છે.

  - રાજ્યમાં બહુજન સમાજ પાર્ટીનો એક ધારાસભ્ય છે. તો કોંગ્રેસ પાસે રમન સિંહનો વિકલ્પ પણ નથી.

  - કોંગ્રેસના મોટા નેતા નક્સલી હુમલામાં માર્યા ગયા હતા તો પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી પોતાની અલગ પાર્ટી બનાવી ચુક્યાં છે.

  - ત્યારે કોંગ્રેસ પાસે વિકલ્પ છે કે તેઓ અજીત જોગી સાથે સમજૂતી કરે નહીંતર કોંગ્રેસ માટે જીતવું મુશ્કેલ રહેશે. એવામાં BSP કોંગ્રેસનો સહારો બની શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ