અરૂણ જેટલીને કહીને જ દેશ છોડ્યો- માલ્યા, ભાજપ બેકફૂટ પર

લંડન કોર્ટમાં હાજર થયેલો લિકરકિંગ વિજય માલ્યા
લંડન કોર્ટમાં હાજર થયેલો લિકરકિંગ વિજય માલ્યા

DivyaBhaskar.com

Sep 13, 2018, 09:51 AM IST

નવી દિલ્હી,લંડન: ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે બુધવારે ચુકાદો અનામત રાખ્યો છે. માલ્યાનું પ્રત્યાર્પણ થશે કે નહીં તે મુદ્દે કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપશે. આ દરમિયાન માલ્યાના એક સનસનાટીભર્યા દાવાને કારણે દેશના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. માલ્યાએ કહ્યું કે દેશ છોડતા પહેલાં સેટલમેન્ટ ઓફર લઈ તે નાણામંત્રી અરુણ જેટલીને મળ્યો હતો.


જેટલીએ માલ્યાના આ દાવાને તથ્યાત્મક રૂપે ખોટો ગણાવી તેને ફગાવી દીધો છે. કોંગ્રેસે પણ જેટલી પર આક્ષેપ કરતા કહ્યું છે કે માલ્યાને દેશ છોડવાની મંજૂરી કેવી રીતે મળી. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ િસંઘવીએ સરકારને સવાલ કર્યો હતો કે દેશ જાણવા માગે છે કે જેટલી અને માલ્યા વચ્ચેની મિટીંગમાં શું થયું હતું. કોર્ટમાં મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર 12નો એક વીડિયો પણ દર્શાવાયો હતો. પ્રત્યાર્પણ થશે તો માલ્યાને અહીં રાખવામાં આવશે.

મને બલિનો બકરો બનાવાયો: માલ્યા

મને બલિનો બકરો બનાવાયો છે. બંને રાજકીય પક્ષો મને પસંદ કરતા નથી. સેટલમેન્ટ માટે લગભગ 15 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હું કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ મૂકી ચૂક્યો છું. - વિજય માલ્યા

એપોઈન્ટમેન્ટ આપી નહોતી: અરુણ જેટલી

માલ્યાનું નિવેદન તથ્યાત્મક રીતે ખોટું છે. મેં માલ્યાને ક્યારેય એપોઈન્ટમેન્ટ આપી નહોતી. તેઓ રાજ્ય સભાના સાંસદ હતા. ક્યારેક ગૃહમાં આવતા હતા ત્યારે ગૃહમાંથી બહાર નીકળતાં મળી ગયા હતા અને ચાલતાં ચાલતાં સેટલમેન્ટની વાત કરી હતી. - અરુણ જેટલી

X
લંડન કોર્ટમાં હાજર થયેલો લિકરકિંગ વિજય માલ્યાલંડન કોર્ટમાં હાજર થયેલો લિકરકિંગ વિજય માલ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી