Divya Bhaskar

Home » National News » Latest News » National » કર્ણાટકના પરિણામ બાદ કોંગ્રેસનું પ્રભુત્વ સમેટાયું | After Karnataka assembly election result Congress decrease in Nation

કોંગ્રેસનું શાસન 2.5% વસતી પર સમેટાયું, TMCથી પણ નાની થઈ પાર્ટી

Divyabhaskar.com | Updated - May 15, 2018, 02:25 PM

આઝાદી પહેલાં અને દેશની સૌથી જૂની પાર્ટીનો રુતબો રાખનારા કોંગ્રેસની આવી હાલત 70 વર્ષમાં ક્યારેય થઈ નથી.

  • કર્ણાટકના પરિણામ બાદ કોંગ્રેસનું પ્રભુત્વ સમેટાયું | After Karnataka assembly election result Congress decrease in Nation
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કર્ણાટકમાં હાર સ્વીકારવાની સાથે જ કોંગ્રેસનું શાસન હવે માત્ર 3 રાજ્યમાં રહ્યું છે જેમાં પંજાબ, પુડ્ડુચેરી અને મિઝોરમનો સમાવેશ થાય છે (ફાઈલ)

    નેશનલ ડેસ્કઃ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે દેશમાં કોંગ્રેસ પાસેથી વધુ એક મોટું રાજ્ય છીનવી લીધું છે. આ સાથે જ કોંગ્રેસ સમેટાઈને માત્ર 3 રાજ્યોમાં રહી ગયું છે. આઝાદી પહેલાં અને દેશની સૌથી જૂની પાર્ટીનો રુતબો રાખનારા કોંગ્રેસની આવી હાલત 70 વર્ષમાં ક્યારેય થઈ નથી. ભાજપ 21મા રાજ્યમાં પોતાના સરકાર બનાવવા જઈ રહ્યું છે તો કોંગ્રેસનું પ્રભુત્વ દેશમાં ઘટીને માત્ર 2.5 ટકા વસ્તી પર રહી ગયું છે.

    કોંગ્રેસ માત્ર 3 રાજ્યોમાં સમેટાયું

    - કર્ણાટકમાં હાર સ્વીકારવાની સાથે જ કોંગ્રેસનું શાસન હવે માત્ર 3 રાજ્યમાં રહ્યું છે જેમાં પંજાબ, પુડ્ડુચેરી અને મિઝોરમનો સમાવેશ થાય છે.
    - આ ત્રણ રાજ્યોની કુલ વસ્તી દેશમાં માત્ર 2.5 ટકા જ છે. આ રીતે વસ્તીની દ્રષ્ટીએ જોઈએ તો હાલ કોંગ્રેસથી વધુ મોટી પાર્ટી દેશમાં તૃણુમૂલ કોંગ્રેસ અને નવીન પટનાયકની BJD બની ગઈ છે.

    15 મે પછી કોંગ્રેસ 3 Pમાં સમેટાઈ જશે- મોદી


    - 5 મેનાં રોજ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને નિશાને લેતાં કહ્યું હતું કે 15 મે પછી કોંગ્રેસ પાર્ટી પીપીપી કોંગ્રેસ બની જશે.
    - હવે કોંગ્રેસ પાસે પંજાબ, પુડ્ડુચેરી અને મિઝોરમ જ બચ્યું છે.
    - પીએમ મોદીએ પીપીપીનો અર્થ જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસ હવે પંજાબ, પુડ્ડુચેરી અને પરિવારમાં જ સિમિત રહેશે.

    બીજા રાજ્યોમાં અન્ય પાર્ટીઓનું વસ્તીની દ્રષ્ટીએ પ્રતિનિધિત્વ


    પશ્ચિમ બંગાળ- 7.5 %

    તામિલનાડુ- 6 %
    ઓરિસ્સા- 3.47 %
    આંધ્રપ્રદેશ- 4 %
    તેલંગાના- 2.9 %
    કેરળ- 2.76 %
    દિલ્હી- 1.38 %

    કોંગ્રેસની આબાદીવાળા રાજ્યો
    પંજાબ- 2.30 %
    મિઝોરમ- 0.09 %
    પુડ્ડુચેરી- 0.10 %

    NDAના શાસનવાળા રાજ્યો


    - જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા

    સંબંધિત સ્ટોરી ના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કર્ણાટકના પરિણામ બાદ કોંગ્રેસનું પ્રભુત્વ સમેટાયું | After Karnataka assembly election result Congress decrease in Nation
    કોંગ્રેસનું પ્રભુત્વ દેશમાં ઘટીને માત્ર 2.5 ટકા વસ્તી પર રહી ગયું (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending