Divya Bhaskar

Home » National News » Latest News » National » પંજાબના અમૃતસરમાં કોગ્રેસ કાઉન્સિલરની ગોળી મારી કરાઇ હત્યા | Congress Councillor Gurdeep Singh Shot Dead In Amritsar

પંજાબના અમૃતસરમાં કોગ્રેસ કાઉન્સિલરની ગોળી મારી કરાઇ હત્યા

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 04:29 AM

અમૃતસર વોર્ડ-50ના કોગ્રેસ કાઉન્સિલર ગુરદીપ સિંહની શનિવાર સાંજે કેટલાક શખસો દ્વારા ગોળી મારી હત્યા કરાઇ

  • પંજાબના અમૃતસરમાં કોગ્રેસ કાઉન્સિલરની ગોળી મારી કરાઇ હત્યા | Congress Councillor Gurdeep Singh Shot Dead In Amritsar
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    પંજાબ: પંજાબના અમૃતસરમાં કોગ્રેસના એક કાઉન્સિલર ગુરદીપ સિંહની કેટલાક શખસો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી છે. શનિવાર સાજે ગોલબાગ સ્ટેડિયમ પાસે હથિયારધારી શખસોએ તેમને ગોળી મારી હતી. ગુરદીપ સિંહ અમૃતસરના વોર્ડ-50ના કાઉન્સિલર હતા.


    પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવાર સાંજે ગુરદીપ સિંહ પ્રેક્ટીસ કરવા માટે ગોલબાગ રેસલિંગ સ્ટેડિયમ ગયા હતા. ત્યારે જ ત્રણ શખસો દ્વારા તેમની પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ગુરદીપ સિંહને ગોળી વાગ્યા પછી આસપાસના લોકો દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ડૉક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.


    ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ કાઉન્સિલરની હત્યા કરનાર આરોપીઓની હજુ સુધી ધરપકડ થઇ નથી. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા શહેરના બધા પોલીસ સ્ટેશનમાં એલર્ટ જાહેર કર્યું છે.

    વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • પંજાબના અમૃતસરમાં કોગ્રેસ કાઉન્સિલરની ગોળી મારી કરાઇ હત્યા | Congress Councillor Gurdeep Singh Shot Dead In Amritsar
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • પંજાબના અમૃતસરમાં કોગ્રેસ કાઉન્સિલરની ગોળી મારી કરાઇ હત્યા | Congress Councillor Gurdeep Singh Shot Dead In Amritsar
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending