Home » National News » Latest News » National » કર્ણાટકની તર્જ પર ગોવા અને બિહારમાં કોંગ્રેસ અને RJD સરકાર રચવાનો દાવો કરશે | After Karnataka Congress and RJD also demanding governors for Goa and Bihar

કર્ણાટકની ઢબે 3 રાજ્યોમાં કોંગ્રેસ, બિહારમાં RJDની તક આપવા માંગણી

Divyabhaskar.com | Updated - May 17, 2018, 07:47 PM

ગોવામાં કોંગ્રેસ અને બિહારમાં RJD સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવાથી શુક્રવારે રાજ્યપાલને મળી શકે છે.

 • કર્ણાટકની તર્જ પર ગોવા અને બિહારમાં કોંગ્રેસ અને RJD સરકાર રચવાનો દાવો કરશે | After Karnataka Congress and RJD also demanding governors for Goa and Bihar
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કર્ણાટક બાદ કોંગ્રેસ ગોવામાં અને RJD બિહારમાં એક્ટિવ થયા છે (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં ભાજપને સૌથી મોટી પાર્ટી ગણાવી રાજ્યપાલ વજુભાઈ વાળા જે રીતે સરકાર રચવા આમંત્રણ આપ્યું તેનાથી ગુરુવારે રાજકારણમાં ગરમાવો વધી ગયો છે.

  કોંગ્રેસે હવે ગોવા, મણિપુર, મેઘાલય અને RJDએ બિહારમાં સરકાર બનાવવાની તક આપવાની માંગણી કરી છે અને શુક્રવારે રાજ્યપાલોને મળવાનો સમય માંગ્યો છે. બંને પાર્ટીઓ પાસે આ રાજ્યોમાં વધારે બેઠકો છે પરંતુ સરકારો ભાજપ-એનડીએ ગઠબંધનની છે.

  - ગોવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગિરીશ ચોડણકરે રાજ્યપાલ મૃદુલા સિંહને મળવાનો સમય માંગ્યો છે. કોંગ્રેસ રાજ્યપાલ સમક્ષ ગોવામાં પણ કર્ણાટક ફોર્મુલા અપનાવવાની અપીલ કરી શકે છે. તો બિહારમાં પણ RJD નેતા તેજસ્વી યાદવ ગવર્નરને મળી સૌથી મોટી પાર્ટી હોવાનો તર્ક રજૂ કરશે.

  ગોવા કોંગ્રેસ થઈ એક્ટિવ


  - શુક્રવારે સવારે ગોવા કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ગર્વનર સાથે મુલાકાત કરી શકે છે.
  - આ ઉપરાંત કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોની ગર્વનરની સામે પરેડ પણ કરાવી શકે છે.
  - ગુરૂવારે બપોરે ગોવા કોંગ્રેસના અધ્યક્ષે ટ્વીટ કર્યું કે, "જે પ્રકારે કર્ણાટકના ગવર્નરે સૌથી મોટા પક્ષને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે, તો અહીં પણ કેમ આ પ્રકારની તક કોંગ્રેસને ન મળવી જોઈએ. એક જ દેશના બે અલગ અલગ રાજ્યોમાં જૂદાં જૂદાં નિયમો કેમ?"

  શું થયું હતું ગોવામાં?


  - ગોવાની 40 વિધાનસભા બેઠકના જ્યારે પરિણામ આવ્યાં ત્યારે સ્થિતિ કર્ણાટક જેવી જ હતી.
  - કોંગ્રેસ 16 બેઠકો સાથે સૌથી પાર્ટી બનીને સામે આવી હતી, પરંતુ બહુમતથી દૂર હતી.
  - ભાજપે 14 સીટ જીત હતી પરંતુ બે સ્થાનિક પક્ષો સાથે મળીને સરકાર બનાવી હતી.

  યેદિયુરપ્પા સરકાર વિરૂદ્ધ RJD કરશે ધરણાં


  - બિહારમાં મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતાદળે કર્ણાટકમાં ભાજપ સરકારની રચનાને લોકશાહીની હત્યા અને બંધારણ વિરૂદ્ધનું ગણાવી શુક્રવારે સમગ્ર દેશમાં ધરણાં-પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
  - RJDના ઉપાધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદે કહ્યું કે તેમનો પક્ષ કર્ણાટકમાં ભાજપ સરકારની રચના વિરદ્ધ પટનામાં ધરણાં કરશે. તેઓએ કહ્યું કે ધરણાંમાં તેજસ્વી યાદવ સહિત પાર્ટીના પ્રમુખ નેતાઓ હાજર રહેશે.
  - તો બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે રાજ્યપાલ સમક્ષ મળવાનો સમય માંગ્યો છે.
  - તેજસ્વી યાદ શુક્રવારે પોતાના તમામ ધારાસભ્યોની સાથે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરશે.
  - તેજસ્વીએ કહ્યું કે બિહારમાં તેમની પાર્ટી સૌથી મોટી છે તો તેમને પણ સરકાર બનાવવાની તક આપવી જોઈએ.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • કર્ણાટકની તર્જ પર ગોવા અને બિહારમાં કોંગ્રેસ અને RJD સરકાર રચવાનો દાવો કરશે | After Karnataka Congress and RJD also demanding governors for Goa and Bihar
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  તેજસ્વી યાદ શુક્રવારે પોતાના તમામ ધારાસભ્યોની સાથે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરશે (ફાઈલ)
 • કર્ણાટકની તર્જ પર ગોવા અને બિહારમાં કોંગ્રેસ અને RJD સરકાર રચવાનો દાવો કરશે | After Karnataka Congress and RJD also demanding governors for Goa and Bihar
  ગોવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગિરીશ ચોડણકરે રાજ્યપાલ મૃદુલા સિંહને મળવાનો સમય માંગ્યો છે (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ