કઠુઆ રેપ: કોંગ્રેસનો સવાલ- બેટી છુપાવોનો સંદેશ આપવા માગે છે સરકાર?

કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવા ક્રૂરતા કરવા પર કોંગ્રેસે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા.

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 02:45 PM
આપણે માણસ તરીકે પોતાની જવાબદારી નિભાવી ન શક્યા- વી. કે. સિંહ
આપણે માણસ તરીકે પોતાની જવાબદારી નિભાવી ન શક્યા- વી. કે. સિંહ

કઠુઆ રેપ: કોંગ્રેસનો સવાલ- બેટી છુપાવોનો સંદેશ આપવા માગે છે સરકાર?.કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવા ક્રૂરતા કરવા પર કોંગ્રેસે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે ગુરુવારે સરકારને પૂછ્યું કે, શું તમે સંદેશ આપવા માંગો છો-બેટી બચાઓ, બેટી છુપાવો? ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હસ્તીઓએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો

જમ્મુઃ કેન્દ્રીય મંત્રી જનરલ વી કે સિંહે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં લઘુમતી ભરવાડ સમુદાયની 8 વર્ષની એક બાળકી સાથે સામૂહિક બળાત્કાર અને પછી તેની નિર્મમ હત્યા કરવાના મુદ્દે કહ્યું કે એક માનવી તરીકે આપણે તે બાળકીને નિરાશ કરી પરંતુ તેને ન્યાયની વંચિત નહીં રાખવામાં આવે. બાળકી ભરવાડ બકરવાલ મુસ્લિમ સમુદાયની હતી. તે કઠુઆના રસાના ગામની પાસે પોતાના ઘરની પાસના જંગલમાંથી 10 જાન્યુઆરી ગુમ થઈ હતી. તેના એક સપ્તાહ બાદ તેનું શબ તે જ વિસ્તારમાંથી મળી આવ્યું હતું. તો આ પહેલાં કોંગ્રેસે આ મુદ્દે સવાલ ઉઠાવ્યાં હતા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હસ્તીઓએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

આપણે માણસ તરીકે પોતાની જવાબદારી નિભાવી ન શક્યા- સિંહ

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા તેઓએ કહ્યું કે આપણે માનવી તરીકે પોતાની જવાબદારી નિભાવી ન શક્યા. આ મુદ્દે પ્રતિક્રિયા આપનારાઓમાં બીજેપીમાં તેઓ કદાચ પહેલા મંત્રી છે. વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે ટ્વિટમાં કહ્યું, "પરંતુ તેને ન્યાયથી વંચિત નહીં રાખવામાં આવે."

કોંગ્રેસનો સવાલ- બેટી છુપાવોનો સંદેશો આપવા માંગે છે સરકાર?


- કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, "વડાપ્રધાનજી તમે શું સંદેશ આપવા માંગો છો, બેટી બચાવો કે પછી બેટી છુપાવોનો? વડાપ્રધાન ઉન્નાવ અને કઠુઆમાં બળાત્કાર મામલે મૌન કેમ છે? તેઓ રેપની ઘટનાઓના વિરોધમાં ઉપવાસ કેમ નથી કરતા? તેઓ તે લોકોને કેમ નથી જણાવતાં કે આ ઘટનાઓથી તેમને ખરાબ લાગી રહ્યું છે અને તેથી તેઓ ઉપવાસ કરી રહ્યાં છે."

મુફ્તીએ કહ્યું- ન્યાય મળશે


- મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, "કઠુઆ રેપ કેસની તપાસ તેજીથી થઈ રહી છે. ગેરજવાબદાર હરકતોને કારણે કાયદાને તૂટવા નહીં દઈએ. આ મામલે ન્યાય જરૂરથી મળશે."

બોલીવુડ સેલેબ્સે વ્યક્ત કરી નારાજગી


જાવેદ અખ્તર જે લોકો મહિલાઓ માટે ન્યાયની વાત કરે છે, તેઓ કઠુઆ અને ઉન્નાવ રેપ કેસના આરોપીઓ અને તેમને બચાવનારા લોકોની સામે ઊભા રહો.

ટિસ્કા ચોપડાઃ જો સરકારે આ મામલે કડક કાર્યવાહી ન કરી તો આગામી ચૂંટણીમાં તેઓને વોટ નહીં મળે.

ફરહાન અખ્તર નશીલી દવાઓ વિરૂદ્ધ, બંધક બનાવવા અને રેપ કરવાના સમયે તે 8 વર્ષની બાળકી પર શું અસર પડી હશે. જો તમે તેનો ભય અનુભવી ન શકો તો તમે માણસ જ નથી.

તમન્ના ભાટિયાઃ આ દેશ ક્યાં જઈ રહ્યો છે? કેટલી નિર્ભયાઓને બલિદાન આપવું પડશે, ક્યારે સુધારો થશે? જે દેશ પોતાની મહિલાઓની રક્ષા નથી કરી શકતો તેના વિચારો ઘણાં જ જૂનાં અને તેમને ઈલાજની જરૂર છે.

પોલીસે કહ્યું- ઘટના સમુદાય વિશેષને હટાવવાનું કાવતરું


- કઠુઆમાં જાન્યુઆરીમાં 8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યાની ઘટના બકરવાલ સમુદાયના વિસ્તારને હટાવવાનું કાવતરું હતું. જમ્મુ-કાશ્મીરની ક્રાઇમ બ્રાન્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ 8 આરોપીઓ વિરુદ્ધ દાખલ બે ચાર્જશીટમાં આ આવો કર્યો.


મંદિરનો સેવાદાર મુખ્ય કાવતરાખોર


- ફોરેન્સિક તપાસમાં સાબિત થઈ ચૂક્યું છે કે હત્યાના પહેલા બાળકીને એક સપ્તાહ સુધી દેવીસ્થાનમાં ગોંધી રાખવામાં આવી. પોલીસે કઠુઆ સ્થિત રાસના ગામમાં દેવીસ્થાનના સેવાદાર સાંઝી રામને અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો મુખ્ય કાવતરાખોર બતાવ્યો છે. તેની સાથે કુલ 8 લોકો ધરપકડ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક હિન્દુ એકતા મંત્રથી પણ જોડાયેલા છે.

નશીલી દવા આપીને કર્યું દુષ્કર્મ


- જમ્મુ-કાશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સીજીએમ કોર્ટમાં 8 આરોપીઓ વિરુદ્ધ બે અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરી છે.
- તેમાં કહેવામાં આવ્યું છે કે બાળકીને મંદિરમાં ભૂખી-તરસી રાખવામાં આવી. મંદિરનું સંચાલન સેવારામ સાઝીરામ કરે છે. બાળકીને ખાલી પેટમાં નશીલી દવાઓ આપવામાં આવી અને અહીં તેની પર 8 લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવા ક્રૂરતા કરવા પર કોંગ્રેસે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા
કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવા ક્રૂરતા કરવા પર કોંગ્રેસે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા
શું તમે સંદેશ આપવા માંગો છો-બેટી બચાઓ, બેટી છુપાવો?- કોંગ્રેસ
શું તમે સંદેશ આપવા માંગો છો-બેટી બચાઓ, બેટી છુપાવો?- કોંગ્રેસ
X
આપણે માણસ તરીકે પોતાની જવાબદારી નિભાવી ન શક્યા- વી. કે. સિંહઆપણે માણસ તરીકે પોતાની જવાબદારી નિભાવી ન શક્યા- વી. કે. સિંહ
કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવા ક્રૂરતા કરવા પર કોંગ્રેસે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યાકઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવા ક્રૂરતા કરવા પર કોંગ્રેસે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા
શું તમે સંદેશ આપવા માંગો છો-બેટી બચાઓ, બેટી છુપાવો?- કોંગ્રેસશું તમે સંદેશ આપવા માંગો છો-બેટી બચાઓ, બેટી છુપાવો?- કોંગ્રેસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App