ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Congress accused conspiracy for multiple technical defaults in Rahul Gandhi Special plane

  રાહુલના વિમાનમાં ખરાબી પર કોંગ્રેસને લાગ્યું કાવતરું, મોદીએ કર્યો ફોન

  divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 09:59 AM IST

  કોંગ્રેસ અધ્યક્ષ જે વિમાનમાં જઇ રહ્યા હતા, તેમાં ઘણીબધી ટેક્નીકલ ખામીઓ આવી ગઇ અને તે સામાન્ય ન હતી
  • રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

   નવી દિલ્હી: રાહુલ ગુરૂવારે દિલ્હીથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસ માટે રવાના થયા હતા. સ્પેશિયલ વિમાનમાં તેમના ઉપરાંત કૌશલ વિદ્યાર્થી અને ત્રણ અન્ય લોકો સવાર હતા. કૌશલ વિદ્યાર્થીએ પત્રમાં ડીજી અને આઇજીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ જે વિમાનમાં જઇ રહ્યા હતા, તેમાં ઘણીબધી ટેક્નીકલ ખામીઓ આવી ગઇ અને તે સામાન્ય ન હતી. કોંગ્રેસે કર્ણાટક પોલીસને પત્ર લખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સ્પેશિયલ વિમાનમાં અચાનક આવેલી ટેક્નીકલ ખરાબીની ફરિયાદ કરી. પાર્ટીએ કહ્યું કે તેની તપાસ કરાવવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પછી રાહુલ ગાંધીને ફોન કર્યો અને તેમની તબિયતના હાલચાલ પૂછ્યા.

   કોંગ્રેસે ફરિયાદમાં આ લખ્યું

   - કૌશલે લખ્યું, "હું સ્પેશિયલ વિમાનમાં VT-AVHથી ગુરૂવારે સવારે લગભગ 9.20 મિનિટ પર દિલ્હીથી હુબલી (કર્ણાટક) માટે રવાના થયો. ફ્લાઇટમાં મારી સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, એસપીજી ઓફિસર રામપ્રીત, રાહુલ રવિ અને રાહુલ ગૌતમ સવાર હતા. વિમાન લગભગ 11.45 વાગે હુબલી પહોંચવાનું હતું."

   - "સવારે લગભગ 10.45 વાગે અચાનક વિમાન જમણી તરફ ઝૂકી ગયું અને ખરાબ રીતે ઝણઝણવા લાગ્યું. બહારનું હવામાન સામાન્ય અને સ્વચ્છ હતું, હવા પણ બહુ ઝડપી ન હતી. પ્લેનની એક તરફથી ઝણઝણાટનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાતો હતો. એ પણ જાણ થઇ કે વિમાનનું ઓટો પાયલટ કામ કરી રહ્યું ન હતું. વિમાનના લેન્ડિંગ માટે ત્રણ વાર કોશિશ કરવામાં આવી. ત્રીજી વારમાં સુરક્ષિત લેન્ડિંગ થઇ શક્યું."
   - "વિમાને લગભગ 11.25 મિનિટે હુબલીમાં લેન્ડ કર્યું. આ દરમિયાન પણ વિમાનનું બોડી ઝણઝણી રહ્યું હતું અને વિચિત્ર પ્રકારના અવાજ આ દરમિયાન પણ સંભળાઇ રહ્યા હતા."
   - "આ ખરાબીએ આખી મુસાફરી દરમિયાન યાત્રીઓને ચિંતામાં નાખ્યા, તેમને નિરાશ કર્યા. બધાને સાચે જ પોતાના જીવનને લઇને ચિંતા થઇ ગઇ હતી. વિમાનના ક્રૂ મેમ્બર્સ પણ ડરેલા હતા અને તેમણે પણ કહ્યું કે યાત્રા ઘણી ડરામણી અને અસામાન્ય હતી."
   - "વિમાનની શંકાસ્પદ અને ખામીઓ ભરેલી ફ્લાઇટથી એ સ્પષ્ટ થાય છે કે ઘટના સામાન્ય અથવા હવામાન સાથે સંકળાયેલી ન હતી. આ ટેક્નીકલ ખરાબીઓના કારણે થયું હતું. આ મામલે વિમાનની સાથે જાણીજોઇને ચેડાં કરવામાં આવ્યા હોય તે ગંભીર પ્રશ્નને અવગણી શકાય નહીં. આની તપાસ થવી જોઇએ."

   વિમાન સાથે જાણીજોઇને ચેડાં કર્યા હોવાની આશંકા

   - "ફ્લાઇટ દરમિયાન વિમાનમાં આવેલી અનેક ટેક્નીકલ ખામીઓ અને ઓટો પાયલટનું કામ ન કરવું વિમાનની સુરક્ષાને લઇને ગંભીર સવાલો ઊભા કરે છે. તેમાં વિમાનની સાથે જાણીજોઇને ચેડાં કર્યા હોવાની પણ આશંકા છે, જેના કારણે તેમાં સવાર લોકોની જિંદગી ખતરામાં પડી શકતી હતી. આ મામલે વિમાનના આખા માળખા, તેના ટેક્નીકલ પાસાઓ, મુસાફરીની પરિસ્થિતિ, વિમાનના મેઇન્ટેનન્સ સાથે જોડાયેલા લોકો વગેરેની તપાસ જરૂરી છે, જેથી ઘટનાનું કારણ જાણી શકાય."

   - "આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને જરૂરી પગલાં ઉઠાવવામાં આવે. અમે એ પણ રિકવેસ્ટ કરીએ છીએ કે જ્યાં સુધી આ ઘટનાની તપાસ પૂરી ન થઇ જાય ત્યાં સુધી, જે વિમાનમાં આ ઘટના થઇ છે, તેને હુબલીમાં જ રાખવામાં આવે. આ વિમાનને બીજીવાર ઉડાવવાની પરવાનગી ન આપવામાં આવે."

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Congress accused conspiracy for multiple technical defaults in Rahul Gandhi Special plane
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top