• Home
  • National News
  • Desh
  • કોમ્પ્યૂટર બાબા| This Baba got the status of Minister of State, visit of the helicopter

આ કોમ્પ્યૂટર બાબા ફરે છે હેલિકોપ્ટરમાં, મળ્યો છે રાજ્યમંત્રીનો દરજ્જો

મધ્ય પ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આ બાબાને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો છે

divyabhaskar.com | Updated - Apr 07, 2018, 09:24 AM
આ કોમ્પ્યૂટર બાબા ફરે છે હેલિકોપ્ટરમાં
આ કોમ્પ્યૂટર બાબા ફરે છે હેલિકોપ્ટરમાં

આ કોમ્પ્યૂટર બાબા ફરે છે હેલિકોપ્ટરમાં, મળ્યો છે રાજ્યમંત્રીનો દરજ્જો.રાજ્યમંત્રીનો દરજ્જો મેળવીને ચર્ચામાં આવેલા કોમ્પ્યૂટર બાબાએ સાગરના એક ટેન્ટડાઉસ વેપારીવે રૂ. 3.35 લાખ ચૂકવ્યા નથી. આ પૈસા તેમના પર 5 વર્ષથી ઉધાર છે. ટેન્ટ હાઉસના માલિકનું કહેવું છે કે, મે આ રકમની વસુલી માટે ઘણી વખત વકીલ દ્વારા બાબાના ઈન્દોરમાં આવેલા આશ્રમમાં નોટિસ આપી છે.

ભોપાલ: રાજ્યમંત્રીનો દરજ્જો મેળવીને ચર્ચામાં આવેલા કોમ્પ્યૂટર બાબાએ સાગરના એક ટેન્ટહાઉસ વેપારીવે રૂ. 3.35 લાખ ચૂકવ્યા નથી. આ પૈસા તેમના પર 5 વર્ષથી ઉધાર છે. ટેન્ટ હાઉસના માલિકનું કહેવું છે કે, મે આ રકમની વસુલી માટે ઘણી વખત વકીલ દ્વારા બાબાના ઈન્દોરમાં આવેલા આશ્રમમાં નોટિસ આપી છે. પરંતુ નથી નોટિસનો કોઈ જવાબ મળતો કે નથી આ રકમ પાછી મળતી.

આવું બતાવ્યું બહાનું


- નોંધનીય છે કે, એપ્રિલ 2013માં કોમ્પ્યૂટર બાબા ખુરઈ રોડ પર બુંદેલખંડમાં એક મહા યજ્ઞ કર્યો હતો. પરંતુ તેમાં વધારે લોકો નહતા પહોંચ્યા.
- પરિણામે કોમ્પ્યૂટર બાબાએ તાત્કાલિક ટેન્ટ હાઉસ માલિક ઉમાશંકર પટેલને એવુ કહીને પેમેન્ટ કરવાની ના પાડી દીધી કે, મહાયજ્ઞમાં પુરતુ દાન મળ્યું નથી તે તેથી બાકી નીકળતી રકમ 3.65 લાખ પછી આવીને લઈ જાય. પરંતુ તેમણે આ રકમ હજુ સુધી પરત આપી નથી.

કલાકનું રૂ. 60,000નું ભાડું એ રીતે લોકોને આમંત્રણ આપવા જતા હતા બાબા


- પટેલનું કહેવું છે કે, પાંચ વર્ષ પહેલાં બાબા જ્યારે સાગર આવ્યા હતા ત્યારે તેમણે કોર્પોરેટ સ્ટાઈલમાં તેમની પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
- તેમણે જણાવ્યું હતું કે, આ યજ્ઞ આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સંગમ હશે.
- યજ્ઞમાં સામેલ થવા માટે તેમણે બુંદેલખંડના 50 પ્રમુખતીર્થને નક્કી કર્યા હતા. ત્યાં સુધી જવા માટે બાબા ઈન્દોરથી એક કલાકના રૂ, 60,000ના ભાડે હેલિકોપ્ટરમાં ઉડાન કરતા હતા.

ઝાડ કાપવાના વિવાદમાં ફસાઈ ગયા હતા બાબા


- કોમ્પ્યૂટર બાબાનો આ યજ્ઞ પણ ત્યારે વિવાદોમાં આવ્યો જ્યારે તેમના ભક્ત મંડળે મોટી સંખ્યામાં લગાવવામાં આવેલા ઝાડ કાપી નાખ્યા હતા.
- આ ઝાડ તેમણે યજ્ઞશાળા બનાવવા માટે કાપ્યા હતા. પરંતુ આ ઝાડ કાપી નાખવાનો કિસ્સો મીડિયામાં આવતા જ એક વન વીભાગની ટીમ યજ્ઞ વાલી જગ્યાએ પહોંચીને તેમણે કપાયેલા ઝાડના થડ વગેરે જપ્ત કરી લીધુ હતું. ત્યારપછી રાજકીય અને પ્રભાવશાળી લોકો આ યજ્ઞથી દૂર રહ્યા હતા. પરિણામે યજ્ઞને જોઈએ તેવી સફળતા નહતી મળી.

ઘણાં પ્રયત્નો પછી પણ નથી મુલાકાત


- ટેન્ટ હાઉસ વેપારી ઉમાશંકર પટેલનું કહેવું છે કે, કાયદાકીય ઉપાય અપનાવીને મે મારા વકીલ શ્યામ અવસ્થી દ્વારા બાબાને સમયાંતરે ઘણી નોટિસ મોકલી હતી.
- આ દરમિયાન ઈન્દોર આવેલા તેમના આશ્રમ પણ ગયો હતો. બે વર્ષ પહેલાં ઉજ્જૈન સિંહસ્થમાં પણ તેમના આશ્રમ ગયો હતો પરંતુ ત્યાં પણ મુલાકાત નહતી થઈ. હવે અંતે અમે તેમનાથી કંટાળી ગયા છીએ.
- પટેલના જણાવ્યા પ્રમાણે બાબાએ મહાયજ્ઞમાં ટેન્ટ લગાવવા માટે 5 લાખ 1 હજાર રૂપિયાના સ્ટેમ્પ દસ્તાવેજ પણ કર્યા હતા.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

કોમ્પ્યૂટર બાબાએ સાગરના એક ટેન્ટડાઉસ વેપારીવે રૂ. 3.35 લાખ ચૂકવ્યા નથી.
કોમ્પ્યૂટર બાબાએ સાગરના એક ટેન્ટડાઉસ વેપારીવે રૂ. 3.35 લાખ ચૂકવ્યા નથી.
મધ્ય પ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આ બાબાને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો છે
મધ્ય પ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આ બાબાને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો છે
બાબાને મળ્યો છે રાજ્યમંત્રીનો દરજ્જો
બાબાને મળ્યો છે રાજ્યમંત્રીનો દરજ્જો
ઝાડ કાપવાના વિવાદમાં ફસાઈ ગયા હતા બાબા
ઝાડ કાપવાના વિવાદમાં ફસાઈ ગયા હતા બાબા
X
આ કોમ્પ્યૂટર બાબા ફરે છે હેલિકોપ્ટરમાંઆ કોમ્પ્યૂટર બાબા ફરે છે હેલિકોપ્ટરમાં
કોમ્પ્યૂટર બાબાએ સાગરના એક ટેન્ટડાઉસ વેપારીવે રૂ. 3.35 લાખ ચૂકવ્યા નથી.કોમ્પ્યૂટર બાબાએ સાગરના એક ટેન્ટડાઉસ વેપારીવે રૂ. 3.35 લાખ ચૂકવ્યા નથી.
મધ્ય પ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આ બાબાને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો છેમધ્ય પ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આ બાબાને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો છે
બાબાને મળ્યો છે રાજ્યમંત્રીનો દરજ્જોબાબાને મળ્યો છે રાજ્યમંત્રીનો દરજ્જો
ઝાડ કાપવાના વિવાદમાં ફસાઈ ગયા હતા બાબાઝાડ કાપવાના વિવાદમાં ફસાઈ ગયા હતા બાબા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App