જ્હોન સામે પ્રોડ્યૂસરે દાખલ કરાવી ફરિયાદ, દગાખોરીનો લગાવ્યો આરોપ

પોલીસ ફરિયાદમાં એક્ટર પર દગાખોરી સહિત અન્ય ઘણાં આરોપ લગાવ્યા છે

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 11:20 AM
જ્હોન અબ્રાહમ સામે પોલીસ સ્ટેશનાં ફરિયાદ દાખલ
જ્હોન અબ્રાહમ સામે પોલીસ સ્ટેશનાં ફરિયાદ દાખલ

રમાણુ ફિલ્મને લીને એક્ટર જ્હોન અબ્રાહમની મુશ્કેલીઓ વધી ગી છે. એક્ટર જ્હોન નિરુદ્ધ પ્રેરણા અરોરાના પ્રોડક્શન હાઉસ ક્રિઅર્સે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી છે. એફઆઈઆરમાં કંપનીના એક્ટર પર પરમાણું ફિલ્મ વિશે દગાખોરી સહિત અન્ય ઘણાં આરોપ પણ લગાવવામાં આવ્યા છે.

મુંબઈ: પરમાણુ ફિલ્મને લીને એક્ટર જ્હોન અબ્રાહમની મુશ્કેલીઓ વધી ગી છે. એક્ટર જ્હોન નિરુદ્ધ પ્રેરણા અરોરાના પ્રોડક્શન હાઉસ ક્રિઅર્સે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી છે. એફઆઈઆરમાં કંપનીના એક્ટર પર પરમાણું ફિલ્મ વિશે દગાખોરી સહિત અન્ય ઘણાં આરોપ પણ લગાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે ટૂંક સમયમાં પોલીસ જ્હોન અબ્રાહમની પૂછપરછ કરી શકે છે.

અબ્રાહમ અને પ્રેરણા અરોરા વચ્ચે થયો વિવાદ


- જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ પરમાણુ વિવાદોમાં ફસાઈ ગઈ છે. તેના કારણે ફરી એક વખત ફિલ્મની રિલીઝ ડિલે કરી દેવામાં આવી છે. જ્હોન અબ્રાહમે ફિલ્મની કો-પ્રોડ્યૂસર પ્રેરણા અરોરા સાથેની તેની પ્રોડક્શન હાઉસ ક્રિઅર્સ સાથે તેમના એગ્રીમેન્ટ રદ કરી દીધા છે. તે સાથે જ ક્રિઅર્સને એક લાંબી નોટિસ પણ મોકલી છે. છેલ્લા ઘણાં સમયથી જ્હોન અબ્રાહમ અને પ્રેરણા અરોરા વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે.

હવે ફિલ્મની રિલીઝ ડેટ ફરી આગળ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મ 4 મે 2018ના રોજ રિલીઝ થવાની હતી. નોંધનીય છે કે, ક્રિઅર્સનો વિવાદ 'કેદારનાથ'ના ડિરેક્ટર અભિષેક કપૂર સાથે પણ થયો હતો. તેમાં કારણ નાણાકિય મામલે મતભેદ અને ટ્રાન્સપરન્સીની કમી ગણાવવામાં આવી હતી.

જ્હોને બહુ નુકસાન કર્યું- પ્રેરણા અરોરા

- પ્રોડ્યુસર પ્રેરણા અરોરાનો આરોપ છે કે, જ્હોને જેમનું ખૂબ નુકસાન કર્યું છે. પ્રેરણાનું કહેવું છે કે, અમે ટૂંક સમયમાં જ અમે કોર્ટમાં જઈશું. જો તે સાચા હશે તો જીત તેમની થશે. જ્હોને તેના પૈસા લઈ લીધા છે અને હવે તેઓ ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. અમે જ્હોનનો સંપર્ક કરવા પણ ઈચ્છીએ છીએ પરંતુ તે અમારા સંપર્કમાં આવતા નથી. તેમણે પ્રોફિટનો 50 ટકા ભાગ લઈને ક્રિઅર્સને લૂંટ્યા છે. અમે લડીશુ અને અમારી ફિલ્મ પરત લઈશું.
- ગયા વર્ષની શરૂઆતમાં બારત સરકાર દ્વારા રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવેલા પરમાણુ પરિક્ષણ પર જ્હોન અબ્રાહમે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. જ્હોન આ ફિલ્મમાં લીડ રોલમાં છે. આ ફિલ્મને જ્હોને પ્રેરણા અરોરાના ક્રિઅર્સ પ્રોડક્શન સાથે બનાવવાનો નિર્ણય કર્યો હતો.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

પરમાણુ ફિલ્મના પ્રોડ્યુસરે દગાખોરીનો લગાવ્યો આરોપ
પરમાણુ ફિલ્મના પ્રોડ્યુસરે દગાખોરીનો લગાવ્યો આરોપ
X
જ્હોન અબ્રાહમ સામે પોલીસ સ્ટેશનાં ફરિયાદ દાખલજ્હોન અબ્રાહમ સામે પોલીસ સ્ટેશનાં ફરિયાદ દાખલ
પરમાણુ ફિલ્મના પ્રોડ્યુસરે દગાખોરીનો લગાવ્યો આરોપપરમાણુ ફિલ્મના પ્રોડ્યુસરે દગાખોરીનો લગાવ્યો આરોપ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App