Home » National News » Latest News » National » CM Yogi advised to farmers of UP to grow other crops than only Sugarcane

UPના ખેડૂતોને સીએમ યોગીની સલાહ- શેરડીથી ડાયાબિટીસ થાય છે, અન્ય પાક ઉગાડો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 06:42 PM

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખેડૂતોને શેરડી છોડીને અન્ય કોઇ પાક ઉગાડવા માટે કહી રહ્યા છે

  • યોગી આદિત્યનાથ (ફાઇલ)

    લખનઉ: પશ્ચિમી ઉત્તરપ્રદેશને રાજ્યનો 'ચીની કટોરો' કહેવામાં આવે છે, કારણકે આ વિસ્તારમાં શેરડીની પાક મોટા પાયે ઉગાડવામાં આવે છે. પરંતુ, હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ અહીંના ખેડૂતોને શેરડી છોડીને અન્ય કોઇ પાક ઉગાડવા માટે કહી રહ્યા છે. 154 કિલોમીટર લાંબા દિલ્હી-સહારનપુર હાઇવેના શિલાન્યાસના પ્રસંગે યોગી આદિત્યનાથે બાગપતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, "ખેડૂતોએ શેરડી ઉપરાંત અન્ય પાક ઉગાડવા જોઈએ, કારણકે શેરડીનું વધુ ઉત્પાદન તેના વપરાશને વધારે છે, જે ડાયાબિટિસનું મોટું કારણ છે. ખેડૂતોએ શાકભાજી પણ ઉગાડવી જોઇએ કારણકે દિલ્હીમાં શાકભાજી માટે મોટું બજાર છે. તમે લોકો હાલ શેરડીનું બહુ વધારે ઉત્પાદન કરી રહ્યા છો."

    યોગીએ કહ્યું- તેમની સરકારે આ વર્ષે 26,000 કરોડ રૂપિયાની શેરડીના બાકી દેવાંની ચૂકવણી કરી દીધી છે

    - દિલ્હી-સહારનપુર હાઇવે મુઝફ્ફરનગર અને શામલીથી થઈને પસાર થશે અને આ હાઈવેનો ખર્ચ 1505 કરોડ રૂપિયા થશે. શેરડીની બાકી ચૂકવણી મુદ્દે પોતાની સરકારનો પક્ષ મૂકીને સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, "તેમની સરકારે આ વર્ષે 26,000 કરોડ રૂપિયાની શેરડીના બાકી દેવાંની ચૂકવણી કરી દીધી છે અને બાકી બચેલા 10,000 કરોડ રૂપિયાની ચૂકવણી ટુંક સમયમાં કરી દેવામાં આવશે. અમારી સરકારે રાજ્યના ખેડૂતો માટે ઘણા ઉપાયો કર્યા છે."

    - કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા. આ દરમિયાન પોતાના ભાષણમાં નીતિન ગડકરીએ કહ્યું કે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ બહુ જલ્દી બદલાવાની છે. ખેડૂતો ટુંક સમયમાં ગોળ અને પેટ્રોલમાંથી બનતા એથેનોલથી પણ વધુ કમાણી કરી શકશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ