Home » National News » Latest News » National » Goa CM Manohar Parrikar presents budget in state assembly after discharged from hospital

પાર્રિકરે ગોવા વિધાનસભામાં રજૂ કર્યું બજેટ, 8 દિ' પછી હોસ્પિટલમાંથી થયાં ડિસ્ચાર્જ

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:29 PM

15 ફેબ્રુઆરીએ પેટના દર્દની ફરિયાદ બાદ મનોહર પાર્રિકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

 • Goa CM Manohar Parrikar presents budget in state assembly after discharged from hospital
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગોવા વિધાનસભામાં બજેટ રજૂ કરતાં CM મનોહર પારિકર

  પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને ગુરૂવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. તેઓ છેલ્લાં 8 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં બાદ સીધા જ તેઓ ગોવા વિધાનસભા પહોંચ્યા હતા. જ્યાં ગોવાનું બજેટ રજૂ કર્યું હતું. પર્રિકર ગોવાના સીએમ હોવાની સાથે નાણા મંત્રીનો પણ કાર્યભાર સંભાળે છે. 15 ફેબ્રુઆરીએ પેટના દર્દની ફરિયાદ બાદ તેઓને દાખલ કરવામાં આવ્યાં હતા.

  વિધાનસભાનું સત્ર ઘટાડવામાં આવ્યું હતું


  - પારિકરની તબિયત બગડ્યાં પછી ગોવાના બજેટ સેશનને 33 દિવસથી ઘટાડીને 4 દિવસનું કરવામાં આવ્યું હતું.
  - પેટદર્દની ફરિયાદ પછી પારિકરે ગોવાના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, પરંતુ તે બાદ ડોકટર્સની સલાહ પછી તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  બજેટ રજૂ કરવા સમયે ગોવા સરકારે શું કહ્યું હતું?


  - ગોવાના ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ કહ્યું હતું કે, "સારા સમાચાર છે કે પારિકરને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, તેઓ ગોવા આવી ગયાં છે. તેમનું મનોબળ મજબૂત છે, અને તેઓએ બીમારીનો સામનો કર્યો છે."

  વડાપ્રધાને પારિકરની તબિયત પર રાખી હતી નજર


  - પારિકરને મળવા માટે નરેન્દ્ર મોદી અને વેંકૈયા નાયડૂ લીલાવતી હોસ્પિટલ ગયા હતા. લોબોએ જણાવ્યું કે વડાપ્રધાન સતત પારિકરની તબિયતને લઈને હોસ્પિટલના સંપર્કમાં હતા.
  - પેટદર્દની ફરિયાદ પછી પારિકરને ગોવાના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતા, પરંતુ બાદમાં ડોકટર્સની સલાહ પર તેઓને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

  કેન્સર હોવાની અફવા હતી
  - મીડિયામાં એવી પણ અફવા ફેલાઈ હતી કે પારિકરને પેનક્રિયાટિક કેન્સર છે. જો કે હોસ્પિટલે રવિવારે સ્ટેટમેન્ટ જાહેર કરી આ વાતને માત્ર અફવા જ ગણાવી હતી.
  - ગોવા પોલીસે કેન્સરના ખોટા સમાચાર ફેલાવવાના આરોપમાં એક સ્થાનિક પત્રકારની અટકાયત કરી હતી. પત્રકાર પર આરોપ છે કે તેને પારિકરને પેનક્રિયાટિક કેન્સર હોવાની ખોટી વાત ફેલાવી હતી.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

 • Goa CM Manohar Parrikar presents budget in state assembly after discharged from hospital
  હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં બાદ પારિકર ગોવા વિધાનસભા પહોંચ્યા હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ