Home » National News » Latest News » National » CM Mahebooa Mufti writs letter to HC Chief justice for Kathua case

કઠુઆ કેસઃ મહેબૂબાએ HCના ચીફ જસ્ટિસને પત્ર લખી ફાસ્ટ ટ્રેક કોર્ટની કરી અપીલ

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 05:53 PM

કઠુઆ ગેંગરેપ કેસમાં મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે

 • CM Mahebooa Mufti writs letter to HC Chief justice for Kathua case
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રાજ્ય સરકારે મામલામાં દોષ ઠરેલા સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો પણ નિર્ણય કર્યો છે. (ફાઇલ)

  જમ્મુઃ કઠુઆ ગેંગરેપ કેસમાં મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ કેસની સુનાવણી માટે સ્પેશલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની અરજ કરી છે. આ કોર્ટ મામલાની 90 દિવસમાં સુનાવણી પૂરી કરશે. રાજ્યમાં આ પોતાના પ્રકારની પહેલી કોર્ટ હશે. તેની સાથે જ રાજ્ય સરકારે આ કેસમાં આરોપી પોલીસવાળાઓને નોકરીથી ડિસમિસ કરવાની ભલામણ કરી છે. બીજી તરફ, આ મામલામાં રાજીનામું આપનારા ભાજપના મંત્રી લાલ સિંહે પોતાનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું કે તેઓ આરોપીઓના સમર્થનમાં આયોજીત રીતેમાં સ્થિતિ પર કાબૂ કરવા પહોંચ્યા હતા.

  રામ માધવે પણ બંને નેતાઓનો કર્યો બચાવ

  - ભાજપના નેતા રામ માધવે કહ્યું કે, 1 માર્ચે કઠુઆમાં ભારે ભીડ એકત્ર થઈ હતી. બંને મંત્રી ભીડને શાંત કરવા પહોંચ્યા હતા. તેને ખોટું સમજી લેવામાં આવ્યું. તેમને વધુ સતર્ક રહેવાની જરૂર હતી. તેમનો ઉદ્દેશ્ય તપાસને પ્રભાવિત કરવાનો નહોતો. તેમની પર પ્રો-રેપિસ્ટ હોવાનો જે આરોપ લગાવવામાં આવ્યો છે તે બિલકુલ ખોટો છે.

  - તેઓએ કહ્યું કે પાર્ટી બંને મંત્રીઓના રાજીનામા કાર્યવાહી માટે મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીને મોકલશે.

  સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યો મામલો

  - કઠુઆ ગેંગરેપ અને હત્યાનો મામલો સંયુક્ત રાષ્ટ્ર પહોંચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટોનિયો ગુટેરેશે આ ઘટનાને ભયાનક કરાર કરતા આશા વ્યક્ત કરી છે કે અધિકારી ઝડપથી ન્યાય અપાવવામાં મદદ કરશે.

  - તેઓએ કહ્યું કે, અમે સૌએ માસૂમની સાથે દુષ્કર્મ અને હત્યા જેવી ક્રૂ ઘટનાને અખબારોમાં વાંચી. અમે આશા રાખીએ છીએ કે અધિકારી અપરાધીઓને સજા આપશે, જેથી માસૂમને ન્યાય મળી શકે.

  8 વર્ષની બાળકી પર જાન્યુઆરીમાં થયો હતો અત્યાચાર

  - ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં કઠુઆ જિલ્લાના રસાના ગામની 8 મહિનાની બકરવાલ સમુદાયની બાળકી, પોતાના ઘોડાઓને ચરાવવા ગઈ હતી અને પરત નહોતી આવી.

  - 7 દિવસ બાદ તેનું શબ મળ્યું, જેની પર ઈજાના નિશાન હતા.

  - પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે હત્યા પહેલા બાળકીને નશીલી દવાઓ આપીને તેની પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

  - હાલ આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે પરંતુ પરિવારની માંગ છે કે સુનાવણી જમ્મુ-કાશ્મીરની બહાર થવી જોઈએ.

  આ છે 8 આરોપી

  - મંદિરનો સેવાદાર સાંઝીરામ, તેનો દીકરો વિશાલ, સાંઝીરામનો ભત્રીજો, સબ-ઈન્સપેક્ટર આનંદ દત્તા, બે વિશેષ પોલીસ અધિકરી દીપક ખજૂરિયા અને સુરેન્દ્ર વર્મા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સ્થાનિક નાગરિક પ્રવેશ કુમાર. આ તમામ પર રેપ, હત્યા અને અન્ય કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે.

 • CM Mahebooa Mufti writs letter to HC Chief justice for Kathua case
  લાલસિંહે કહ્યું કે તેઓ રેલીમાં એટલા માટે હાજર હતા, જેથી પરિસ્થિતિને કાબૂમાં કરીને બધું સામાન્ય કરી શકાય. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ