ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Cm બન્યા પછી કુમારસ્વામીએ કરેલો વાયદો 24 કલાકમાં કરી શકશે પૂરો| JDS waive off Rs. 53000 crore farm loan with interest within 24 hours?

  શું CM બન્યાના 24 કલાક પછી હવે કુમારસ્વામી પૂરો કરશે તેમનો વાયદો?

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 08:55 AM IST

  કુમારસ્વામીએ કાઢ્યું કોંગ્રેસનું બહાનું- કહ્યું ગઠબંધનની સરકાર છે, એકલો નિર્ણય ન લઈ શકુ
  • શું CM બન્યાના 24 કલાક પછી હવે કુમારસ્વામી પૂરો કરશે તેમનો વાયદો?
   શું CM બન્યાના 24 કલાક પછી હવે કુમારસ્વામી પૂરો કરશે તેમનો વાયદો?

   નેશનલ ડેસ્ક: કર્ણાટકના મુક્યમંત્રીએ શપથ લીધા પછી હવે એચડી કુમારસ્વામી સામે ચૂંટણી વાયદાઓને પૂરા કરવાનો પડકાર ઊભો થઈ ગયો છે. તેમની સામે સૌથી પહેલાં ખેડૂતોનું 53 હજાર કરોડનું દેવુ માફ કરવાનો પડકાર છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન જેડીએસએ વાયદો કર્યો હતો કે રાજ્યમાં સરકાર બનશે તો તેઓ 24 કલાકની અંદર 53 હજાર કરોડ રૂપિયાનું કૃષિ ધિરાણ માફ કરી દેશે.

   કુમારસ્વામીએ કોંગ્રેસનું કાઢ્યું બહાનું


   - કુમારસ્વામીએ શપથ લીધા પછી કહ્યું, હું એવું નથી કહેતો કે લોન માફ નહીં થાય. મે કહ્યું જ હતુ કે અમારી પાર્ટી સરકારમાં આવશે તો અમે કૃષિ ધિરાણ માફ કરી દઈશું. પરંતુ અત્યારે અમારી સરકાર ગઠબંધનની સરકાર છે, તેથી હવે મારે કોંગ્રેસને પણ વિશ્વાસમાં લેવી પડશે. જોકે મારી પાસે તેની બ્લૂપ્રિન્ટ પણ છે. હું કોંગ્રેસ નેતાઓ સાથે આ વિશે ચર્ચા કરીશ. આમ, સીએમના શપથ લીધા પછી કુમારસ્વામીએ ખેડૂતોના ધિરાણ માફ કરવા વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

   યેદિયુરપ્પાએ માફ કરી હતી ખેડૂતોની લોન


   નોંધનીય છે કે, આ પહેલાં અઢિ દિવસ માટે સીએમ બનેલા યેદિયુરપ્પાએ તેમના મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી કહ્યું હતું કે, તેઓ તેમના વાયદા પ્રમાણે ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરે છે. તેમણે ખેડૂતોની રૂ. એક લાખ સુધીની લોન માફ કરી દીધી હતી. જોકે બહુમત સાબીત ન કરી શકતા તેમના સરકાર ગઈ અને તેના કારણે તેમના આ નિર્ણય પણ અમલ થઈ શક્યો નહીં.

   ખેડૂતોની લોન માફ હતો કર્ણાટક ચૂંટણીનો મુખ્ય મુદ્દો


   નોંધનીય છે કે, ખેડૂતોનું ધિરાણ માફી કર્ણાટક માટે મુખ્ય ચૂંટમી મુદ્દો રહ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેમની રેલીમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા વિશે ખેડૂતોના ધિરાણ માફી વિશે ઘણીચર્ચા કરી હતી. હવે કોંગ્રેસ આ સરકારમાં સહયોગી દળની ભૂમિકામાં છે. તેમની પાસે ડેપ્યૂટી સીએમનું પદ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહેલા જી. પરમેશ્વરને ડેપ્યૂટી સીએમ બનાવવામાં આવ્યા છે. આઈ, હવે ખેડૂતોની લોન માફ કરવા માટે બંને દળ ઉપર પ્રેશર છે.

   જેડીએસએ શું કહ્યું હતું તેમના મેનિફેસ્ટોમાં


   -જેડીએસએ તેમના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, જો કુમારસ્વામી મુખ્યમંત્રી બનશે અને કર્ણાટકમાં તેમની સત્તા આવશે તો 24 કલાકની અંદર વ્યાજ સહિત રૂ. 53 હજાર કરોડની કૃષિ લોન માફ કરી દેશે.
   - હવે કુમારસ્વામી સીએમ બની ગયા છે અને રાજ્યમાં જેડીએસની સરકાર પણ બની ગઈ છે. જોકે આ સરકાર ગઠબંધનની છે, એટલે કે જેડીએસએ કોંગ્રેસ સાથે મલીને સરકાર બનાવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Cm બન્યા પછી કુમારસ્વામીએ કરેલો વાયદો 24 કલાકમાં કરી શકશે પૂરો| JDS waive off Rs. 53000 crore farm loan with interest within 24 hours?
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `