Home » National News » Latest News » National » Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement

દિલ્હી CMના સલાહકારે કોર્ટમાં નિવેદન ફેરવ્યું, કહ્યું બંને MLAએ CSને માર્યાં

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 10:14 AM

કેજરીવાલના સલાહકાર વી.કે.જૈને કહ્યું CSના ચશ્મ ફર્શ પર પડ્યા હતા અને બંને ધારાસભ્યો તેને માર મારી રહ્યાં હતા.

 • Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસે તપાસ દરમિયાન 21 CCTV કેમેરાની રેકોર્ડિગ અને એક હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવી

  નવી દિલ્હીઃ ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશની સાથે આપ ધારાસભ્યોની મારપીટના મામલે તપાસ માટે દિલ્હી પોલીસે એક ટીમ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. જ્યાં કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી. આ ઉપરાંત 21 CCTV કેમેરાની રેકોર્ડિગ અને એક હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવી. આ કાર્યવાહીને લઈને અરવિંદ કેજરીવાલ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે જજ લોયાની હત્યા મામલે અમિત શાહની પૂછપરછ ક્યારે થશે? એવો આરોપ છે કે એક મીટિંગમાં આપના બે ધારાસભ્યોએ ચીફ સેક્રેટરી સાથે મારપીટ કરી હતી. હાલ બંને ધારાસભ્યો જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.

  તપાસ દરમિયાન પોલીસને શું મળ્યું?


  - પોલીસે અરવિંદ કેજરીવાલના ઘરે લગભગ 1 કલાક સુધી તપાસ અને પૂછપરછ કરી. ડીસીપી હરિંદર સિંહે જણાવ્યું કે, સીએમ હાઉસમાં 21 કેમેરા ઈન્સ્ટોલ છે, જેમાંથી 14 કામ કરે છે. જ્યાં ચીફ સેક્રેટરીની સાથે મારપીટની ઘટના થઈ હતી, ત્યાં કોઈ કેમેરો ઈન્સ્ટોલ નથી. અમે 21 CCTV કેમેરાની રેકોર્ડિંગ અને હાર્ડડિસ્ક જપ્ત કરી છે. તમામ કેમેરા 40 મિનિટ મોડેથી ચાલી રહ્યાં છે.
  - પહેલાં મીડિયામાં ખબર આવ્યાં હતા કે પોલીસ સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ કરી શકે છે. જો કે પોલીસે આ વાતનો ઈન્કાર કર્યો છે. તપાસ દરમિયાન પોલીસે સ્ટાફને સીએમ હાઉસની બહાર જવાનું કહ્યું હતું.

  કાર્યવાહી અંગે કેજરીવાલે શું કહ્યું?

  - પોલીસ ટીમની તપાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ સીએમ હાઉસથી બહાર નીકળ્યાં.
  - કેજરીવાલે કહ્યું કે, "જેટલી સફાઈથી આ મામલે તપાસ થઈ રહી છે, તેનાથી હું ખુશ છું. તપાસ થવી જ જોઈએ. પરંતુ હું તપાસ એજન્સીને કહેવા માંગુ છું કે જજ લોયાની હત્યા મામલે અમિત શાહની પણ પૂછપરછ કરવાની હિંમત દાખવશો ત્યારે દેશ તેમને શુભેચ્છા આપશે."
  - તો એક ટ્વીટમાં કેજરીવાલે લખ્યું હતું કે, "બે થપ્પડના આરોપની તપાસ માટે મુખ્યમંત્રીના પૂરા ઘરની તપાસ થઈ રહી છે. જજ લોયાની હત્યા અંગે પૂછપરછ થશે કે નહીં."
  - કેજરીવાલ લખ્યું હતું કે મંત્રીઓએ આજે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળવાનો સમય માંગ્યો છે.

  આપે કહ્યું- પોલીસ રાજમાં દિલ્હીની લોકશાહી પર જોખમ


  - આપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું કે, "મુખ્યમંત્રીના ઘરે પોલીસનો કબજો. સીએમ હાઉસમાં કોઈપણ જાતની સુચના વગર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઘૂસી. પોલીસ રાજ દિલ્હીમાં લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. જો તેઓ એક ચૂંટાયેલા મુખ્યમંત્રીની સાથે આવું કરી શકે છે તો વિચારો કે ગરીબોની સાથે શું કરતા હશે."
  - "લોકશાહીમાં એક શિષ્ટાચાર હોય છે. બંધારણ અંતર્ગત દરેક નાગરિક પાસે અધિકાર છે. શું આ એક એવાં મુખ્યમંત્રીને શરમમાં મુકવાનો પ્રયાસ છે જે ગરીબો અને સમાજના દરેક લોકો માટે થાક્યા વગર કામ કરે છે."

  CMના સલાહકારે નિવેદન ફેરવી તોળ્યું હતું

  - દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટના મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર વી.કે.જૈને ગુરૂવારે પોતાના નિવેદન પરથી ફેરવી તોળ્યું છે.

  - વી.કે.જૈને ગુરૂવારે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ શૈફાલીની સામે કહ્યું કે "CSના ચશ્મ ફર્શ પર પડ્યા હતા અને બંને ધારાસભ્યો તેને માર મારી રહ્યાં હતા."

  - આ પહેલાં જૈને કહ્યું હતું કે તેઓએ માત્ર ચશ્મા જ ફર્શ પર પડેલાં જોયા હતા.

  - તીસ હજારી કોર્ટમાં દિલ્હી પોલીસે અંશુ પ્રકાશના વકીલ અને આરોપી ધારાસભ્યોના વકીલ વચ્ચે જોરદાર દલીલબાજી થઈ હતી.

  જૈનનું નિવેદન જજની સામે નોંધાવાયું, પોલીસે કોર્ટમાં આ રીતે વાંચ્યુ....


  - "મેં સીએમ અને ડેપ્યુટી સીએમના કહેવા પર રાત્રે 11 વાગ્યે CSને મોબાઈલ પર ફોન કરીને સીએમ હાઉસમાં કેમ્પ મીટિંગમાં આવવાનું કહ્યું. જે બાદ રાત્ર 11-20થી 25ની વચ્ચે બીજી વખત ફોન કરીને આવવાની વાત કન્ફર્મ કરી. હું રાત્રે 12 વાગ્યે સીએમ હાઉસ પહોંચ્યો. હું પહોંચ્યો તેની થોડી મિનિટ બાદ CS પણ આવી ગયા. એક સોફા પર અમાનતુલ્લા અને પ્રકાશ લેફ્ટ અને રાઈટ સાઈડ બેઠાં હતા. એક સોફા પર સીએમ અને ડેપ્યુટી સીએમ બેઠાં હતા. હું પણ ત્યાં જ કામ કરી રહ્યો હતો. સીએમે સીએસને કહ્યું કે, ધારાસભ્ય રાશન તેમ અન્ય મુદ્દાઓ પર થોડાં સવાલો પૂછવા માગે છે. તેના જવાબ આપો. વાતચીત દરમિયાન વાતાવરણ ગરમ થઈ ગયું હતું. હું ટોયલેટમાં ફ્રેશ થવા જતો રહ્યો. બહાર નીકળ્યો તો જોયું કે સીએસના ચશ્મા ફર્શ પર પડ્યા હતા અને બંને ધારાસભ્યો તેમને મારી રહ્યાં હતા."

  દબાણ કરીને નિવેદન બદલવામાં આવ્યું


  - આપ સાંસદ સંજય સિંહ બોલ્યા કે, "સીએમના સલાહકાર વી.કે.જૈન પર દબાણ કરીને નિવેદન બદલાવવામાં આવ્યું છે. તે કોણ છે જેના દબાણમાં નિવેદન બદલાયું છે. આ દિલ્હીમાં આપની સરકારને તોડી પાડવાનું ષડયંત્ર છે."

  ગુરૂવારે કોર્ટરૂમમાં શું થયું હતું?

  જજઃ કેસમાં નવા તથ્યો અંગે જણાવો
  પોલીસઃ વી.કે.જૈનના નિવેદનમાં તફાવત છે. સવારે મેજીસ્ટ્રેટની સામે તેમનું નિવેદન કરાવાયું છે.

  ધારાસભ્યોના વકીલઃ જૈનનું નિવેદન 21 ફેબ્રુઆરીથી પોલીસની પાસે છે. કેમ રજૂ ન કર્યું? જામીનમાં મોડું કરવા ઈચ્છે છે.
  પોલીસઃ અમે ધારાસભ્યોને રિમાન્ડ પર લેવા માટે પિટીશન આપી રહ્યાં છીએ.

  જજઃ રિમાન્ડ પર લેવાનું ગ્રાઉન્ડ શું છે?
  પોલીસઃ જૈનને જણાવ્યું કે તેઓ 12 વાગ્યે પહોંચ્યા હતા. ધારાસભ્યોએ સીએસ વગર કાર ગેટથી બહાર જવાનો દાવો કર્યો છે. અમારે સાચી વાત જાણવી છે.

  ધારાસભ્યોના વકીલઃ પોલીસ વાર્તા બનાવી રહી છે.


  સીએસના વકીલઃ મારા વિરૂદ્ધ ગુનાકિય ષડયંત્ર થયું છે. જ્યારે હું પહોંચ્યો તો અમાનતુલ્લા અને જારવાલ સોફા પર બેઠાં હતા. વચ્ચે મને બેસાડવા માટે જાણીજોઈને પહેલેથી જ જગ્યા છોડી હતી. કે જેથી મને ટાર્ગેટ કરી શકાય.

  ધારાસભ્યોના વકીલઃ પોલીસ કોર્ટને મિસલીડ કરી રહી છે.


  પોલીસઃ (સીએસન) મોઢાના સંવેદનશીલ ભાગ પર હુમલો થયો છે. IPCની ધારા 308 લગાવવામાં આવે.

  ધારાસભ્યોના વકીલઃ પ્રકાશ જારવાલની ફરિયાદના આધારે કાર્યવાહી કેમ નથી થતી


  પોલીસઃ બચાવ પક્ષે 11 ધારાસભ્યોની યાદી આપી હતી. તેમાંથી તે 4 નથી જેની ઓળખી સીએસને કરવાની છે. ધારાસભ્યો કોર્ટને ભરમાવે છે.

  ધારાસભ્યોને 14 દિવસની જ્યૂ઼ડિશિયલ કસ્ટડી


  - અંશુ પ્રકાશની સાથે મારપીટના મામલે પકડવામાં આવેલા દિલ્હીના આપના ધારાસભ્યો અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જારવાલને કોર્ટે ગુરૂવારે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી દીધાં છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

 • Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  ડીસીપી હરિંદર સિંહે જણાવ્યું કે, સીએમ હાઉસમાં 21 કેમેરા ઈન્સ્ટોલ છે, જેમાંથી 14 કામ કરે છે
 • Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  તપાસ દરમિયાન પોલીસે સ્ટાફને સીએમ હાઉસની બહાર જવાનું કહ્યું હતું
 • Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  દિલ્હી પોલીસની ટીમ સીએમ હાઉસના CCTV ફુટેજ લેવા પહોંચી
 • Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  લાફાકાંડમાં દિલ્હી પોલીસ મુખ્યમંત્રી કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરી શકે છે
 • Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસે કોર્ટરૂમમાં કહ્યું કે Cના મોઢાના સંવેદનશીલ ભાગ પર હુમલો થયો છે IPCની ધારા 308 લગાવવામાં આવે
 • Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  CS સાથે થયેલી કથિત મારપીટની ઘટનામાં નવો વણાંક (ફાઈલ)
 • Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અધિકારીઓએ દિલ્હી સચિવાલય સામે મૌન પ્રદર્શન કર્યું હતું
 • Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આપના ધારાસભ્ય પ્રકાશ જારવાલ વિરૂદ્ધ ચાર કેસ
 • Chief Secretary assault case VK Jain adviser to CM recorded his statement
  આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરૂદ્ધ 12 કેસ છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ