કોર્ટનો આદેશ- હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં સલમાન સામે FIR નોંધાય

સલમાન ખાન પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'લવરાત્રી' સામે કરવામાં આવી હતી અરજી

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 05:36 PM
FIR filed against Salman for hurting Hindu sentiments by lovratri film

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફરી એક વખત કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગયો છે. મુઝફ્ફરપુરની સીજીએમ કોર્ટે સલમાન ખાન વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સલમાન ખાન પર હિન્દુ લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

હકીકતમાં 6 સપ્ટેમ્બરે સ્થાનીક વકીલ સુધીર ઓઝાએ સલમાન ખાનના બેનર અંતર્ગત બનેલી ફિલ્મ 'લવરાત્રી' વિશે સીજેએમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, સલમાન ખાન પ્રોડક્શનમાં બનેલી ફિલ્મનું નામ હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

ફરિયાદમાં સુધીર ઓઝાએ લખ્યું હતું કે, આ પ્રમાણેની ફિલ્મ બનાવીને તેમણે હિન્દુ સમાજને નીચું બતાવવાનું કામ કર્યું છે. એ પણ એ સમયે જ્યારે હિન્દુઓનો તહેવાર નવરાત્રી શરૂ થવાનો છે. અરજીમાં ફિલ્મમાં અશ્લીલતા અને હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાની વાત કરવામાં આવી છે.

આ મામલે સુનાવણી કરતાં મુઝફ્ફરપુર સીજીએમ કોર્ટે સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

X
FIR filed against Salman for hurting Hindu sentiments by lovratri film
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App