ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Against the Supreme Court judges, differences have emerged again

  SCના જજ વચ્ચે ફરી થયા મતભેદ, CJI દીપક મિશ્રાને દખલ કરવા માંગ

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 10:53 AM IST

  ગયા મહિને સુપ્રીમના 4 જજે પ્રેસ કોન્ફરન્સ કરીને CJI પર તેમની પસંદની બેન્ચને મહત્વના કેસ સોંપતા હોવાનો આરોપ લગાવ્યો હતો
  • સુપ્રીમ કોર્ટના જજ વચ્ચે ફરી વિવાદ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટના જજ વચ્ચે ફરી વિવાદ

   નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ વચ્ચે ફરી એક વાર મતભેદ થયો હોવાનું સામે આવ્યું છે. આ વખતે વિવાદ ત્રણ-ત્રણ જજની બે બેન્ચ વચ્ચે થયો છે. વાત એવી છે કે, જસ્ટિસ એમબી લોકુરની બેન્ચે બુધવારે જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચના જમીન અધિગ્રહણ સાથે જોડાયેલા એક આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના કારણે નારાજ જસ્ટિસ અરુણ મિશ્રાએ ગુરુવારે રજૂ થયેલા જમીન અધિગ્રહણના એક કેસ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને ટ્રાન્સફર કરીને તેને યોગ્ય બેન્ચને સોંપવાની માગણી કરી છે અને તેઓ અગાઉના કેસની સુનાવણી કરે કે નહીં તે વિશે પણ પૂછ્યું છે. નોંધનીય છે કે, ગયા મહિને જસ્ટિસ લોકુર સહિત સુપ્રીમ કોર્ટના 4 જજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં જજે ચીફ જસ્ટિસ પર તેમની પસંદગીની બેન્ચને મહત્વના કેસ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

   કેમ થયો વિવાદ?

   - જજ અરુણ મિશ્રાની બેન્ચે એક ભૂમિ અધિગ્રહણ કેસમાં જે નિર્ણય સંભળાવ્યો હતો તેને જજ મદન લોકુરની બેન્ચે અટકાવી દીધો હતો. બેન્ચે તેમના ઓર્ડરમાં હાઈકોર્ટ્સને જસ્ટિસ મિશ્રાની બેન્ચના નિર્ણય પર વિશ્વાસ ન હોવાની વાત પણ કરી હતી.

   જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચ પર પહેલાં પણ થઈ ચૂક્યા છે સવાલ

   - નોંધનીય છે કે, ગયા મહિને સુપ્રીમ કોર્ટના 4 જજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં જસ્ટિસ મદન લોકુર, જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ હતા.
   - કોન્ફરન્સમાં 4 જજે ચીફ જસ્ટિસના કોર્ટ ચલાવવામાં આવતી પદ્ધતિઓ સામે સવાલ ઊભા કર્યા હતા. જજોએ કહ્યું હતું કે, ચીફ જસ્ટિસ સંવેદનશીલ મુદ્દાઓ માત્ર તેમની પસંદગીની બેન્ચને જ આપે છે.
   - આ સિવાય જજોએ જસ્ટિસ લોયા કેસ ઉપર પણ ટીપ્પણી કરી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ વિવાદ થયા પછી જસ્ટિસ અરુણ મિશ્રાએ આ કેસ છોડી દીધો હતો.
   - જે બેન્ચે જસ્ટિસ અરુણ મિશ્રાના નિર્ણય પર રોક લગાવી છે તેમાં પ્રેસ કોન્ફરન્સ કરનાર બે જજ જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ગયા મહિને 4 જજે પ્રેસ કોન્ફરન્સ કરીને સીજેઆઈ સામે લગાવ્યા હતા આરોપ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગયા મહિને 4 જજે પ્રેસ કોન્ફરન્સ કરીને સીજેઆઈ સામે લગાવ્યા હતા આરોપ

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Against the Supreme Court judges, differences have emerged again
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top