ભારતીય સીમામાં 4 કિમી સુધી ઘૂસ્યા ચીની સૈનિકો, ITBP જવાનોએ પાછા ધકેલ્યા

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ભારત અને ચીન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ચીન સતત મિત્રતાનો દાવો કરે છે પરંતુ તેમનું વર્તન કઈંક અલગ જ હોય છે. આઈટીપીબી દ્વારા આપવામાં આવેલાં એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ત્રણ વાર ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયત્ન કર્યો છે.

divyabhaskar.com

Sep 12, 2018, 10:25 AM IST

નેશનલ ડેસ્ક: ભારત અને ચીન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ચીન સતત મિત્રતાનો દાવો કરે છે પરંતુ તેમનું વર્તન અલગ જ હોય છે. આઈટીપીબી દ્વારા આપવામાં આવેલાં એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ત્રણ વાર ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે.

ચીને ઉત્તરાખંડના બારાહોતીમાં 6 ઓગસ્ટ, 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટના રોજ ઘૂસણખોરી કરી હતી. આ દરમિયાન ચીનની સેના PLAના સૈનિકો અને અમુક સ્થાનિક નાગરિકો બારાહોતીની રિમખીમ પોસ્ટ નજીક જોવા મળ્યા હતા.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચીની સૈનિકો અંદાજે 4 કિમી સુધી ભારતીય સીમાની અંદર ઘૂસી આવ્યા હતા. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જ્યારે 15 ઓગસ્ટે આપણો દેશ આઝાદીની ઉજવણી કરતો હતો ત્યારે ચીની સૈનિક ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહ્યા હતા. ITBPના કડક વિરોધ પછી ચીનના સૈનિકો અને નાગરિક પાછા ગયા હતા.

ચીન અને ભારતની વચ્ચે આ પહેલાં ડોકલામ મુદ્દે પણ વિવાદ થયો હતો. જ્યાં 72 દિવસ સુધી ચીન અને ભારતીય સેના આમને-સામને રહી હતી. જોકે ત્યારપછી આ વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો તેમ છતાં બંને દેશની સીમાઓ પર સંપૂર્ણ શાંતિ સ્થપાઈ નહોતી.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી