ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ચીની સૈનિકોનો પાનગોંગ લેક પાસે ઘૂસણખોરીનો પ્રયાસ | Chinese Forces infiltrated upto 6 kms near Pangong lake in Ladakh says ITBP report

  પેનગોંગ પાસે 6 કિમી સુધી ઘૂસ્યા ચીની સૈનિક, ITBPએ પાછા ધકેલ્યા

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 12:20 PM IST

  અરૂણાચલ પ્રદેશના અસફિલા વિસ્તારમાં ચીનના દાવા પછી ઊભા થયેલા તણાવની વચ્ચે ચીનની ઘૂસણખોરીવાળી ચાલબાજી પર મોટો ખુલાસો
  • ચીની સૈનિકો લદાખમાં પેનગોંગ સરોવરની પાસે ભારતીય સરહદમાં 6 કિલોમીટર અંદર સુધી ઘૂસી આવ્યા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીની સૈનિકો લદાખમાં પેનગોંગ સરોવરની પાસે ભારતીય સરહદમાં 6 કિલોમીટર અંદર સુધી ઘૂસી આવ્યા. (ફાઇલ)

   નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશના અસફિલા વિસ્તારમાં ચીનના દાવા પછી ઊભા થયેલા તણાવની વચ્ચે ચીનની ઘૂસણખોરીવાળી ચાલબાજી પર મોટો ખુલાસો થયો છે. ગુપ્ક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીની સૈનિકો લદાખમાં પેનગોંગ સરોવરની પાસે ભારતીય સરહદમાં 6 કિલોમીટર અંદર સુધી ઘૂસી આવ્યા. ભારતીય તિબેટ સરહદ પોલીસ (ITBP)એ ગૃહ મંત્રાલયને સોંપેલા પોતાના એક રિપોર્ટમાં ચીનની ઘૂસણખોરીની સંપૂર્ણ જાણકારી આપી છે.

   ITBP દ્વારા ગૃહ મંત્રાલયને આપવામાં આવેલા રિપોર્ટથી ખુલાસો

   - ચીને લદાખ સેક્ટરમાં આ વર્ષે માર્ચ મહિનામાં સૌથી વધુ ઘૂસણખોરીના પ્રયાસો કર્યા છે. ચીને છેલ્લા એક મહિનામાં 20 વખત ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરી કરી. ITBPએ ગૃહ મંત્રાલયને પોતાનો રિપોર્ટ આપ્યો છે.

   - તે રિપોર્ટ પ્રમાણે, ચીને ઉત્તરી પેનગોંગ સરોવર પાસે ગાડીઓ દ્વારા 28 ફેબ્રુઆરી, 7 માર્ચ અને 12 માર્ચ 2018ના રોજ ઘૂસણખોરી કરી. આ દરમિયાન ચીની સૈનિક 6 કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા હતા.

   ITBPના વિરોધ પછી પાછા ફર્યા ચીની સૈનિક

   - પેનગોંગનો આ તે જ વિસ્તાર છે જ્યાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ચીની સૈનિકોએ ભારતીય સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો. સૂત્રો પ્રમાણે, આ વર્ષે પણ ચીની સૈનિકોએ પેનગોંગ સરોવર પાસે ઉત્તરી પેનગોંગમાં ITBP સાથે વિવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને ITBPએ નિષ્ફળ કર્યો.

   અરૂણાચલમાં સેનાના પેટ્રોલિંગ પર ચીનનો વિરોધ, ભારતે કહ્યું- અમારો વિસ્તાર

   - અરૂણાચલ પ્રદેશમાં બોર્ડર પાસે વિવાદિત અસાફિલા વિસ્તારમાં ભારતીય સેનાની પેટ્રોલિંગ પર ચીને વાંધો ઉઠાવ્યો છે.

   - સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું, "15 માર્ચના રોજ થયેલી બોર્ડર પર્સનલ મીટિંગમાં આ મામલો ચીને ભારતીય અધિકારીઓ સામે ઉઠાવ્યો હતો. જોકે, ભારતીય પક્ષે આ દાવાને રદિયો આપ્યો હતો."

   - ભારતીય અધિકારીઓએ ચીન તરફથી 'ઉલ્લંઘન' શબ્દનો ઉપયોગ પર વિરોધ જાહેર કર્યો હતો.

   - આ મીટિંગમાં ચીને એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતીય સેનાઓએ તેમના સડક બનાવવાના ઓજારો પણ તોડી નાખ્યા. જોકે, ભારતીય સેનાએ આ આરોપોને પણ નકારી કાઢ્યા.

  • ભારતીય તિબેટ સરહદ પોલીસ (ITBP)એ ગૃહ મંત્રાલયને સોંપેલા પોતાના એક રિપોર્ટમાં ચીનની ઘૂસણખોરીની સંપૂર્ણ જાણકારી આપી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય તિબેટ સરહદ પોલીસ (ITBP)એ ગૃહ મંત્રાલયને સોંપેલા પોતાના એક રિપોર્ટમાં ચીનની ઘૂસણખોરીની સંપૂર્ણ જાણકારી આપી છે. (ફાઇલ)

   નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશના અસફિલા વિસ્તારમાં ચીનના દાવા પછી ઊભા થયેલા તણાવની વચ્ચે ચીનની ઘૂસણખોરીવાળી ચાલબાજી પર મોટો ખુલાસો થયો છે. ગુપ્ક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીની સૈનિકો લદાખમાં પેનગોંગ સરોવરની પાસે ભારતીય સરહદમાં 6 કિલોમીટર અંદર સુધી ઘૂસી આવ્યા. ભારતીય તિબેટ સરહદ પોલીસ (ITBP)એ ગૃહ મંત્રાલયને સોંપેલા પોતાના એક રિપોર્ટમાં ચીનની ઘૂસણખોરીની સંપૂર્ણ જાણકારી આપી છે.

   ITBP દ્વારા ગૃહ મંત્રાલયને આપવામાં આવેલા રિપોર્ટથી ખુલાસો

   - ચીને લદાખ સેક્ટરમાં આ વર્ષે માર્ચ મહિનામાં સૌથી વધુ ઘૂસણખોરીના પ્રયાસો કર્યા છે. ચીને છેલ્લા એક મહિનામાં 20 વખત ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરી કરી. ITBPએ ગૃહ મંત્રાલયને પોતાનો રિપોર્ટ આપ્યો છે.

   - તે રિપોર્ટ પ્રમાણે, ચીને ઉત્તરી પેનગોંગ સરોવર પાસે ગાડીઓ દ્વારા 28 ફેબ્રુઆરી, 7 માર્ચ અને 12 માર્ચ 2018ના રોજ ઘૂસણખોરી કરી. આ દરમિયાન ચીની સૈનિક 6 કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા હતા.

   ITBPના વિરોધ પછી પાછા ફર્યા ચીની સૈનિક

   - પેનગોંગનો આ તે જ વિસ્તાર છે જ્યાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ચીની સૈનિકોએ ભારતીય સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો. સૂત્રો પ્રમાણે, આ વર્ષે પણ ચીની સૈનિકોએ પેનગોંગ સરોવર પાસે ઉત્તરી પેનગોંગમાં ITBP સાથે વિવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને ITBPએ નિષ્ફળ કર્યો.

   અરૂણાચલમાં સેનાના પેટ્રોલિંગ પર ચીનનો વિરોધ, ભારતે કહ્યું- અમારો વિસ્તાર

   - અરૂણાચલ પ્રદેશમાં બોર્ડર પાસે વિવાદિત અસાફિલા વિસ્તારમાં ભારતીય સેનાની પેટ્રોલિંગ પર ચીને વાંધો ઉઠાવ્યો છે.

   - સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું, "15 માર્ચના રોજ થયેલી બોર્ડર પર્સનલ મીટિંગમાં આ મામલો ચીને ભારતીય અધિકારીઓ સામે ઉઠાવ્યો હતો. જોકે, ભારતીય પક્ષે આ દાવાને રદિયો આપ્યો હતો."

   - ભારતીય અધિકારીઓએ ચીન તરફથી 'ઉલ્લંઘન' શબ્દનો ઉપયોગ પર વિરોધ જાહેર કર્યો હતો.

   - આ મીટિંગમાં ચીને એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતીય સેનાઓએ તેમના સડક બનાવવાના ઓજારો પણ તોડી નાખ્યા. જોકે, ભારતીય સેનાએ આ આરોપોને પણ નકારી કાઢ્યા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચીની સૈનિકોનો પાનગોંગ લેક પાસે ઘૂસણખોરીનો પ્રયાસ | Chinese Forces infiltrated upto 6 kms near Pangong lake in Ladakh says ITBP report
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top