નિવેદન / મસૂદ અઝહર પર ચીની રાજદૂતે કહ્યું- ભારતની ચિંતાઓને સમજીએ છીએ, જલદી આવશે ઉકેલ

divyabhaskar.com

Mar 17, 2019, 05:59 PM IST
Chinese Ambassador to Masood Azhar said, 'understand the concerns of India, the matter will be settled soon

  • ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા યુએનમાં અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ચીને વિરોધ કર્યો
  • ચીની રાજદૂતે કહ્યું- વુહાન સંમેલન પછી ભારત અને ચીનના સંબંધો વધારે મજબૂત થશે

નવી દિલ્હી: ચીનના રાજદૂત લુઓ ઝાહુઈએ રવિવારે વિશ્વાસ અપાવ્યો છે કે, યુએનમાં મસૂદ અઝહરનો ઝડપથી ઉકેલ લાવશે. તેમણે કહ્યું છે કે, અમે મસૂદને લઈને ભારતની ચિંતાઓ સમજી શકીએ છીએ. આ કેસના હાલ ટેક્નિકલ હોલ્ડ પર રાખવામાં આવ્યો છે. આ પહેલાં ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાના તે પ્રસ્તાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો જેમાં જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી.

ચીની દૂતાવાસમાં રવિવારે હોળી મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ચીનના રાજદૂતે કહ્યું કે, મસૂદ અઝહર મામલે વાતચીત કરવામાં આવી રહી છે. મારો વિશ્વાસ રાખો. આ કેસનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. ગયા વર્ષે વુહાન સંમેલન પછી બંને દેશોનો વિકાસ યોગ્ય દિશામાં આગળ વધ્યો છે. અમે આ સહયોગથી સંતુષ્ટ છીએ અને ભવિષ્યને લઈને આશાવાદી છીએ.

પુરાવા વગર કાર્યવાહીના વિરોધી- ચીન
મસૂદ અઝહર મામલે ચીને કહ્યું છે કે, તેઓ પુરાવા વગર કાર્યવાહીના વિરોધી છીએ. તે વિશે અમેરિકાએ ચીનને ભલામણ કરી છે કે, તેઓ સમજદારીથી કામ લે. કારણકે ભારત-પાકિસ્તાનમાં શાંતિ માટે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવો જરૂરી છે.

X
Chinese Ambassador to Masood Azhar said, 'understand the concerns of India, the matter will be settled soon
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી