ડોકલામમાં ચીને સૈન્યનો અડ્ડો બનાવ્યો: હેલિપેડ-ઓબ્ઝર્વેશન ટાવર ઊભાં કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેનો ડોકલામ વિવાદ ભલે ઉકેલાઇ ગયો હોય તેમ લાગતું હોય પણ હકીકતમાં તેવું નથી. ચીને ડોકલામમાં પોતાની ખંધાઈ ચાલુ રાખતા અહીં પોતાની સૈન્ય ગતિવિધિઓને ચાલુ રાખી હોવાનો એક રિપોર્ટમાં દાવો કરાયો છે. અહેવાલો અનુસાર ચીને ડોકલામના ઉત્તર વિસ્તારમાં સંપૂર્ણપણે કબજો કરી લીધો છે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે થોડા દિવસ 
અગાઉ જ કહ્યું હતું કે ચીન ઉત્તરી ડોકલામમાં પોતાનાં દળો હજુ પણ રાખ્યાં છે.

 

અહેવાલો અનુસાર 10 ડિસેમ્બરના રોજની સેટેલાઇટ તસવીરમાં ડોકલામમાં ગયા વર્ષે જે સ્થાન પર ભારત અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે 72 દિવસ સુધી લાંબો ગજગ્રાહ ચાલ્યો હતો તે સ્થળે ચીન દ્વારા કોન્ક્રીટની પાક્કી પોસ્ટ, 7 હેલિપેડ્સ અને નવી ખાઈઓ તૈયાર કરવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે, સાથે જ તસવીરમાં ડઝનબંધ બખ્તરિયાં વાહનો પણ જોવા મળી રહ્યાં છે. રિપોર્ટમાં કહેવાયું હતું કે આ તેવી પહેલી તસવીર છે જે ડોકલામમાં ચીની સેનાનો ખડકલો દર્શાવે છે અને સાથે ચીની સેના અહીં કાયમી ધોરણે ટકી રહેશે તેના સંકેત પણ આપે છે.


ચીની સેનાએ અહીં લગભગ તમામ ટેકરીઓ પર ફાઇટિંગ પોસ્ટ તૈયાર કરી છે અને ઘણા સ્થળો ખોદી કાઢ્યા છે.સંભવત: સૈનિકોને છદ્મ રીતે સંતાવા માટે તેનો ઉપયોગ કરાશે. ઓછામાં ઓછા સાત નવા હેલિપેડ્સ તૈયાર કરાયા છે અને સાથે જ કાયમી પાક્કા રાઉન્ડ બેઝ તૈયાર કરાયા છે. હેલિકોપ્ટરનો વ્યાસ 25 મીટર છે, જે સૂચવે છે કે ચીની સેનાનું સૌથી મોટું હેલિકોપ્ટર પણ અહીં ઉતરી શકશે.


અહેવાલો અનુસાર ચીને અહીં બે માળની ઊંચાઇ ધરાવતો ઓછામાં ઓછો એક ઓબ્ઝર્વેશન ટાવર તૈયાર કર્યો છે. જે ભારતીય સેનાએ કબજે કરેલી સૌથી આગળની ખાઇથી 10 મીટર કરતા પણ ઓછા અંતરે છે. આ ટાવર પરથી સમગ્ર નાથાંગ ખીણનું કુપુકથી ઝુલુક સુધી અવલોકન કરી શકાય છે.

 

ઓછામાં ઓછી એક રેજિમેન્ટ છે 

 

રિપોર્ટ અનુસાર ઉત્તર ડોકલામમાં ઓછામાં ઓછી એક મિકેનાઇઝ્ડ રેજિમેન્ટ છે. જે સંભવત: ઝેડબીએલ-09 આઈએફવી છે. અને સાથે જ આ વાતની પણ પૂરી સંભાવના છે કે અહીં છદ્મ રીતે એક બીજી રેજિમેન્ટની હાજરી હશે.

 

આગળ વાંચો :  જનરલ રાવતની પ્રતિક્રિયા

અન્ય સમાચારો પણ છે...