ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» China objects petrolling by Indian Army at Arunachal Pradesh Border

  અરૂણાચલમાં સેનાના પેટ્રોલિંગ પર ચીનનો વિરોધ, ભારતે કહ્યું- અમારો વિસ્તાર

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 06:04 PM IST

  અરૂણાચલ પ્રદેશમાં બોર્ડર પાસે વિવાદિત અસાફિલા વિસ્તારમાં ભારતીય સેનાની પેટ્રોલિંગ પર ચીને વાંધો ઉઠાવ્યો છે
  • ભારતે ચીનના અધિકારીઓને કહ્યું કે અરૂણાચલનો સુબાનસિરી વિસ્તાર ભારતનો હિસ્સો છે અને અમે સતત ત્યાં પેટ્રોલિંગ કરીએ છીએ. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતે ચીનના અધિકારીઓને કહ્યું કે અરૂણાચલનો સુબાનસિરી વિસ્તાર ભારતનો હિસ્સો છે અને અમે સતત ત્યાં પેટ્રોલિંગ કરીએ છીએ. (ફાઇલ)

   કિબિથુ: અરૂણાચલ પ્રદેશમાં બોર્ડર પાસે વિવાદિત અસાફિલા વિસ્તારમાં ભારતીય સેનાની પેટ્રોલિંગ પર ચીને વાંધો ઉઠાવ્યો છે. સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું, "15 માર્ચના રોજ થયેલી બોર્ડર પર્સનલ મીટિંગમાં આ મામલો ચીને ભારતીય અધિકારીઓ સામે ઉઠાવ્યો હતો. જોકે, ભારતીય પક્ષે આ દાવાને રદિયો આપ્યો હતો." ભારતીય અધિકારીઓએ ચીન તરફથી 'ઉલ્લંઘન' શબ્દનો ઉપયોગ પર વિરોધ જાહેર કર્યો હતો. આ મીટિંગમાં ચીને એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતીય સેનાઓએ તેમના સડક બનાવવાના ઓજારો પણ તોડી નાખ્યા. જોકે, ભારતીય સેનાએ આ આરોપોને પણ નકારી કાઢ્યા.

   અરૂણાચલ અમારો હિસ્સો, ત્યાં સતત દેખરેખ થાય છે- ભારત

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે, "ભારતે ચીનના અધિકારીઓને કહ્યું કે અરૂણાચલનો સુબાનસિરી વિસ્તાર ભારતનો હિસ્સો છે અને અમે સતત ત્યાં પેટ્રોલિંગ કરીએ છીએ. અસાફિલામાં અમારા પેટ્રોલિંગ પર ચીનનો વિરોધ ચોંકાવનારો છે. પહેલા ચીને પણ ત્યાં ક્યારેક જબરદસ્તી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો. આ મુદ્દાને ભારતે ગંભીરતાથી બોર્ડર પર્સનલ મીટિંગ દરમિયાન ઉઠાવ્યો."

   આ પ્રકારની ઘટનાઓથી તણાવ વધશે- ચીન

   - સૂત્રોએ કહ્યું, "15 માર્ચના રોજ થયેલી બોર્ડર પર્સનલ મીટિંગમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ આસફિલા સેક્ટરમાં 21, 22 અને 23 ડિસેમ્બરના રોજ સેનાની પેટ્રોલિંગ પર વિરોધ દર્શાવ્યો હતો. ચીને કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓથી બંને દેશો વચ્ચે તણાવ વધશે. ચીને ભારત પર આરોપ લગાવ્યો કે ડિસેમ્બરમાં જ્યારે ચીનની સેના સડક બનાવવાનું કામ કરી રહી હતી ત્યારે ભારતીય સેનાએ તેમના ઓજારો તોડી નાખ્યા હતા."

   - ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ચીને સરહદની 1 કિમી અંદર આવીને સડક નિર્માણનું કામ શરૂ કર્યું હતું જેનો ભારતે વિરોધ કર્યો હતો.

  • 5 માર્ચના રોજ થયેલી બોર્ડર પર્સનલ મીટિંગમાં ચીને સેનાના પેટ્રોલિંગ પર ભારતીય અધિકારીઓ સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   5 માર્ચના રોજ થયેલી બોર્ડર પર્સનલ મીટિંગમાં ચીને સેનાના પેટ્રોલિંગ પર ભારતીય અધિકારીઓ સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. (ફાઇલ)

   કિબિથુ: અરૂણાચલ પ્રદેશમાં બોર્ડર પાસે વિવાદિત અસાફિલા વિસ્તારમાં ભારતીય સેનાની પેટ્રોલિંગ પર ચીને વાંધો ઉઠાવ્યો છે. સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું, "15 માર્ચના રોજ થયેલી બોર્ડર પર્સનલ મીટિંગમાં આ મામલો ચીને ભારતીય અધિકારીઓ સામે ઉઠાવ્યો હતો. જોકે, ભારતીય પક્ષે આ દાવાને રદિયો આપ્યો હતો." ભારતીય અધિકારીઓએ ચીન તરફથી 'ઉલ્લંઘન' શબ્દનો ઉપયોગ પર વિરોધ જાહેર કર્યો હતો. આ મીટિંગમાં ચીને એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતીય સેનાઓએ તેમના સડક બનાવવાના ઓજારો પણ તોડી નાખ્યા. જોકે, ભારતીય સેનાએ આ આરોપોને પણ નકારી કાઢ્યા.

   અરૂણાચલ અમારો હિસ્સો, ત્યાં સતત દેખરેખ થાય છે- ભારત

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે, "ભારતે ચીનના અધિકારીઓને કહ્યું કે અરૂણાચલનો સુબાનસિરી વિસ્તાર ભારતનો હિસ્સો છે અને અમે સતત ત્યાં પેટ્રોલિંગ કરીએ છીએ. અસાફિલામાં અમારા પેટ્રોલિંગ પર ચીનનો વિરોધ ચોંકાવનારો છે. પહેલા ચીને પણ ત્યાં ક્યારેક જબરદસ્તી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો. આ મુદ્દાને ભારતે ગંભીરતાથી બોર્ડર પર્સનલ મીટિંગ દરમિયાન ઉઠાવ્યો."

   આ પ્રકારની ઘટનાઓથી તણાવ વધશે- ચીન

   - સૂત્રોએ કહ્યું, "15 માર્ચના રોજ થયેલી બોર્ડર પર્સનલ મીટિંગમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ આસફિલા સેક્ટરમાં 21, 22 અને 23 ડિસેમ્બરના રોજ સેનાની પેટ્રોલિંગ પર વિરોધ દર્શાવ્યો હતો. ચીને કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓથી બંને દેશો વચ્ચે તણાવ વધશે. ચીને ભારત પર આરોપ લગાવ્યો કે ડિસેમ્બરમાં જ્યારે ચીનની સેના સડક બનાવવાનું કામ કરી રહી હતી ત્યારે ભારતીય સેનાએ તેમના ઓજારો તોડી નાખ્યા હતા."

   - ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ચીને સરહદની 1 કિમી અંદર આવીને સડક નિર્માણનું કામ શરૂ કર્યું હતું જેનો ભારતે વિરોધ કર્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: China objects petrolling by Indian Army at Arunachal Pradesh Border
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top