Home » National News » Latest News » National » રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્લામેન્ટરી પેનલ સિક્કિમ અને અરૂણાચલની મુલાકાત કરશે | Parliamentary panel to visit border ares Sikkim Arunachal next month

ડોકલામ વિવાદઃ સ્થિતિની તપાસ માટે સિક્કિમ-અરૂણાચલ જશે રાહુલ

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 06:06 PM

ભારત-ચીન વચ્ચે સરહદ પર શાંતિ બનાવી રાખવા માટે સહમતી બની છે.

  • રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્લામેન્ટરી પેનલ સિક્કિમ અને અરૂણાચલની મુલાકાત કરશે | Parliamentary panel to visit border ares Sikkim Arunachal next month
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રાહુલ ગાંધી અને શશિ થરૂરની અધ્યક્ષાતામાં એક પેનલ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની સ્થિતિની તપાસ કરવા આગામી મહિને ત્યાંની મુલાકાતે જશે (ફાઈલ)

    નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ડોકલામ મુદ્દે સરકારની પોલિસીને લઈને સવાલો ઊભા કર્યાં હતા. ત્યારે હવે તેઓ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની સ્થિતિનું તપાસ કરવા આગામી મહિને ત્યાંની મુલાકાતે જશે. તેમની આ યાત્રા વિદેશી બાબતોની સંસદીય સમિતિ અંતર્ગત હશે. આ ટીમનું નેતૃત્વ રાહુલ ગાંધી અને શશિ થરૂર કરશે. બંને દેશ વચ્ચે સરહદ પર શાંતિ બનાવી રાખવા માટે સહમતી બની છે.

    આ પેનલનો શું અર્થ છે?


    - આ પેનલ ડોકલામ પર ભારત-ચીનના સૈન્ય વિવાદના અનેક પાસાને સમજશે. આ લોકો સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની વાસ્તવિકતાને પણ ઓળખવાના પ્રયાસો કરશે.
    - પેનલના તમામ લોકો આકાશથી આ વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે હેલીકોપ્ટરનો પણ ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત પેનલના સભ્ય ત્યાં તૈનાત ટોપ સિક્યોરિટી અને ડિફેન્સના ઓફિશિયલ્સની સાથે પણ મંત્રણા કરશે.

    મોદીની ચીન યાત્રા દરમિયાન આ મુદ્દે સહમતિ બની


    1) સરહદ પર શાંતિ બનાવી રાખવી


    - ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, "બંને નેતાઓ વચ્ચે તે વાતને લઈને સહમતિ બની છે કે સરહદ પર શાંતિ કાયમ રાખશે. તે માટે સેનાઓની વચ્ચે સંવાદને વધારવામાં આવશે."
    - "બંને નેતાઓએ નક્કી કર્યું છે કે બંને દેશ એકબીજા પર વિશ્વાસ વધારશે અને એક બીજાને રણનીતિક સૈન્ય સહયોગ આપશે"

    2) વિશેષ પ્રતિનિધિની નિયુક્તી થશે


    - ગોખલેએ જણાવ્યું કે, "ભારત-ચીન સરહદના સંબંધે મોદી-જિનપિંગે માન્યુ છે કે એક વિશેષ પ્રતિનિધિ સરહદ વિવાદનો ઉકેલ શોધશે.

  • રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્લામેન્ટરી પેનલ સિક્કિમ અને અરૂણાચલની મુલાકાત કરશે | Parliamentary panel to visit border ares Sikkim Arunachal next month
    બંને દેશ વચ્ચે સરહદ પર શાંતિ બનાવી રાખવા માટે સહમતી બની છે (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ