ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Child was kidnapped before one and half years its skeleton now found from neighbours roof

  પાડોશીની છત પર મળ્યું બાળકનું હાડપિંજર, દોઢ વર્ષ પહેલાં થયું હતું અપહરણ

  divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 02:58 PM IST

  પોલીસે અપહરણના આરોપમાં બે બદમાશોની ધરપકડ કરીને જેલ તો મોકલી દીધા
  • બાળકનું શબ એક લાકડાના બોક્સમાં બંધ મળ્યું.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકનું શબ એક લાકડાના બોક્સમાં બંધ મળ્યું.

   ગાઝિયાબાદ: દિલ્હી નજીકના સાહિબાબાદ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા કિડનેપ થયેલા બાળકનું શબ પાડોશીની છત પર એક બોક્સમાં બંધ હાલતમાં મળી આવ્યું. પોલીસે અપહરણના આરોપમાં બે બદમાશોની ધરપકડ કરીને જેલ તો મોકલી દીધા, પરંતુ બાળક જૈદ મોહમ્મદ વિશે કોઇ કડી હાથ ન લાગી. દીકરાની શોધમાં માતા-પિતા પોલીસ સ્ટેશનના ચક્કર કાપતા રહ્યા. તેમને વિશ્વાસ હતો કે દીકરો એક દિવસ ઘરે પાછો જરૂર ફરશે. પરંતુ, કોઇને પણ જૈદ પડોશની છત પર હશે તેવી આશંકા ન હતી. પાડોશીઓ પણ આ બાબતે સંપૂર્ણપણે અજાણ હતા. હવે પોલીસની સામે સવાલ એ છે કે આખરે 30 ફૂટ ઊંચી છત પર બોક્સ પહોંચ્યું કેવી રીતે?

   પોલીસે બાળકને શોધવાની જહેમત ન ઉઠાવી

   - મળતી માહિતી પ્રમાણે, સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગરિમા ગાર્ડનમાં નજર મોહમ્મદ તેમના પરિવારની સાથે રહે છે. 1 ડિસેમ્બર, 2016ના રોજ તેમના દીકરા જૈદનું બદમાશોએ અપહરણ કરી લીધું હતું. નજરે કેસ નોંધાવ્યા બાદ દીકરાને શોધવા માટે ગાઝિયાબાદ અને દિલ્હીમાં પરચા પણ ચોંટાડ્યા. તેના પરથી નંબર લઇને બે બદમાશોએ તેમને કોલ કર્યો અને 10 લાખ રૂપિયા માંગ્યા.

   - ત્યારબાદ પોલીસે કોલ ડિટેઇલ્સ કઢાવડાવીને હરિયાણાના વલ્લભગઢથી ઝફર અને ઇરફાન નામના બદમાશોની ધરપકડ કરીને તેમને જેલ મોકલી દીધા હતા. બંને બદમાશો પાસેથી પોલીસને બાળક વિશે કોઇ કડી હાથ ન લાગી. તેમણે ફક્ત ખંડણીની રકમ માટે કોલ કર્યો હતો.

   કેવી રીતે થયો મામલાનો ખુલાસો?

   - શુક્રવારે રાતે આવેલી આંધીમાં નજરના પાડોશી મોઇનની છત પરથી લાકડાનો કેટલોક સામાન પડી ગયો. શનિવારે મોઇન તેને ઉઠાવવા છત પર ગયો તો ત્યાં બોક્સમાં બાળકનું હાડપિંજર મળ્યું. તેની સૂચના તેમણે પોલીસને આપી. તપાસમાં જાણ થઇ કે હાડપિંજર જૈદ મોહમ્મદનું છે. તે સ્કૂલડ્રેસમાં હતો અને હાથ-પગ, મોંઢું બાંધેલું હતું.

   - મોઇનની પત્ની સાયરાએ જણાવ્યું કે નવેમ્બર, 2016માં તેમના ઘરે લગ્ન હતા. તે દરમિયાન છતની સફાઈ કરવામાં આવી હતી. તે પછીથી છત પર કોઇ ગયું જ નથી. તેમને પણ આજ સુધી જાણ નહોતી થઇ શકી.

   પોલીસે કહ્યું- પરિવારજનોને પણ પૂછપરછ કરશે

   - પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે જે મકાનની છત પર શબ મળ્યું તેની ઊંચાઈ 30 ફૂટ છે. નજર મોહમ્મદના મકાનની ઊંચાઇ પણ 30 ફૂટ છે. એવામાં બહારથી આવીને કોઇ શબ મૂકી ન જઇ શકે. અપહરણકર્તાને સારી રીતે ખબર હતી કે બાળકને ક્યાં છુપાવી શકાય છે. બાળકના અંતિમ સંસ્કાર પછી જ પરિવારજનો અને સંબંધીઓની પૂછપરછ કરશે.

  • પોલીસે ખંડણીની રકમ માટે રોલ કરનાર બંને બદમાશોની ધરપકડ કરી લીધી, પરંતુ બાળક વિશે કોઇ કડી હાથ ન લાગી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે ખંડણીની રકમ માટે રોલ કરનાર બંને બદમાશોની ધરપકડ કરી લીધી, પરંતુ બાળક વિશે કોઇ કડી હાથ ન લાગી.

   ગાઝિયાબાદ: દિલ્હી નજીકના સાહિબાબાદ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા કિડનેપ થયેલા બાળકનું શબ પાડોશીની છત પર એક બોક્સમાં બંધ હાલતમાં મળી આવ્યું. પોલીસે અપહરણના આરોપમાં બે બદમાશોની ધરપકડ કરીને જેલ તો મોકલી દીધા, પરંતુ બાળક જૈદ મોહમ્મદ વિશે કોઇ કડી હાથ ન લાગી. દીકરાની શોધમાં માતા-પિતા પોલીસ સ્ટેશનના ચક્કર કાપતા રહ્યા. તેમને વિશ્વાસ હતો કે દીકરો એક દિવસ ઘરે પાછો જરૂર ફરશે. પરંતુ, કોઇને પણ જૈદ પડોશની છત પર હશે તેવી આશંકા ન હતી. પાડોશીઓ પણ આ બાબતે સંપૂર્ણપણે અજાણ હતા. હવે પોલીસની સામે સવાલ એ છે કે આખરે 30 ફૂટ ઊંચી છત પર બોક્સ પહોંચ્યું કેવી રીતે?

   પોલીસે બાળકને શોધવાની જહેમત ન ઉઠાવી

   - મળતી માહિતી પ્રમાણે, સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગરિમા ગાર્ડનમાં નજર મોહમ્મદ તેમના પરિવારની સાથે રહે છે. 1 ડિસેમ્બર, 2016ના રોજ તેમના દીકરા જૈદનું બદમાશોએ અપહરણ કરી લીધું હતું. નજરે કેસ નોંધાવ્યા બાદ દીકરાને શોધવા માટે ગાઝિયાબાદ અને દિલ્હીમાં પરચા પણ ચોંટાડ્યા. તેના પરથી નંબર લઇને બે બદમાશોએ તેમને કોલ કર્યો અને 10 લાખ રૂપિયા માંગ્યા.

   - ત્યારબાદ પોલીસે કોલ ડિટેઇલ્સ કઢાવડાવીને હરિયાણાના વલ્લભગઢથી ઝફર અને ઇરફાન નામના બદમાશોની ધરપકડ કરીને તેમને જેલ મોકલી દીધા હતા. બંને બદમાશો પાસેથી પોલીસને બાળક વિશે કોઇ કડી હાથ ન લાગી. તેમણે ફક્ત ખંડણીની રકમ માટે કોલ કર્યો હતો.

   કેવી રીતે થયો મામલાનો ખુલાસો?

   - શુક્રવારે રાતે આવેલી આંધીમાં નજરના પાડોશી મોઇનની છત પરથી લાકડાનો કેટલોક સામાન પડી ગયો. શનિવારે મોઇન તેને ઉઠાવવા છત પર ગયો તો ત્યાં બોક્સમાં બાળકનું હાડપિંજર મળ્યું. તેની સૂચના તેમણે પોલીસને આપી. તપાસમાં જાણ થઇ કે હાડપિંજર જૈદ મોહમ્મદનું છે. તે સ્કૂલડ્રેસમાં હતો અને હાથ-પગ, મોંઢું બાંધેલું હતું.

   - મોઇનની પત્ની સાયરાએ જણાવ્યું કે નવેમ્બર, 2016માં તેમના ઘરે લગ્ન હતા. તે દરમિયાન છતની સફાઈ કરવામાં આવી હતી. તે પછીથી છત પર કોઇ ગયું જ નથી. તેમને પણ આજ સુધી જાણ નહોતી થઇ શકી.

   પોલીસે કહ્યું- પરિવારજનોને પણ પૂછપરછ કરશે

   - પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે જે મકાનની છત પર શબ મળ્યું તેની ઊંચાઈ 30 ફૂટ છે. નજર મોહમ્મદના મકાનની ઊંચાઇ પણ 30 ફૂટ છે. એવામાં બહારથી આવીને કોઇ શબ મૂકી ન જઇ શકે. અપહરણકર્તાને સારી રીતે ખબર હતી કે બાળકને ક્યાં છુપાવી શકાય છે. બાળકના અંતિમ સંસ્કાર પછી જ પરિવારજનો અને સંબંધીઓની પૂછપરછ કરશે.

  • 1 ડિસેમ્બર, 2016ના રોજ જૈદનું અપહરણ કરી લીધું હતું. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   1 ડિસેમ્બર, 2016ના રોજ જૈદનું અપહરણ કરી લીધું હતું. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Child was kidnapped before one and half years its skeleton now found from neighbours roof
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `