લોકસભા / ચૂંટણી પંચે પ્રતિબંધ મુકતા યોગી આદિત્યનાથે નવો રસ્તો શોધ્યો, મંદિરમાં કર્યા હનુમાન ચાલીસાના પાઠ

chief Minister Yogi Adityanath offers prayers at Hanuman Setu temple in Lucknow after Election Commission imposed bane

  • ચૂંટણી પંચે યોગી-માયાવતી-મેનકા અને આઝમ પર પ્રતિબંધ મૂક્યો
  • 16 એપ્રિલે સવારે 6 વાગ્યાથી યોગી આદિત્યનાથ પર 72 કલાક અને માયાવતીપર 48 કલાકનો ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ મુક્યો

divyabhaskar.com

Apr 16, 2019, 10:43 AM IST

લખનઉ: લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન વધતા વિવાદીત નિવેદનના કારણે ચૂંટણી પંચે હવે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણાં મોટા નેતાઓ પણ આચારસંહિતાના ઉલ્લંઘનના કારણે ચૂંટણી પ્રચાર માટે 72 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચ તરફથી આ પ્રતિબંધ લગાવ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવો રસ્તો શોધી લીધો છે. યોગી આદિત્યનાથે આજે સવારે અહીં આવેલા હનુમાન સેતુ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

પ્રચાર નહીં તો પાઠઃ યોગી આદિત્ય સવારે 9 વાગે હનુમાન સેતુ મંદિર પહોંચ્યા હતા. અહીં તેઓ 10-15 મિનિટ રોકાયા હતા. તેમણે અહીં હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને પછી નીકળી ગયા હતા. જોકે અહીં તેમણે કોઈની સાથે કઈ વાત કરી નહતી. ચૂંટણી પંચ તરફથી યોગીને ભાષણ આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે તેમના આ પ્રતિબંધમાં મંદિરમાં જવાની મનાઈ નથી. તેઓ મંદિરમાં જઈ શકે છે.

યોગી-માયાવતી-મેનકા-આઝમ પર પ્રતિબંધઃ ચૂંટણી પંચ તરફથી પ્રતિબંધ લગાવ્યા પછી યોગી આદિત્યનાથ અને માયાવતી કોઈ રેલી પણ નહીં કરી શકે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ નહીં કરી શકે. તે ઉપરાંત તેઓ આ સમયગાળામાં કોઈને ઈન્ટરવ્યુ પણ આપી શકશે નહીં. ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16 એપ્રિલ સવારે 6 વાગ્યાથી શરૂ થાય છે. ચૂંટણી પંચ તરફથી પ્રતિબંધ લાગ્યા પછી યોગી આદિત્યનાથ 16,17 અને 18 એપ્રિલ સુધી જ્યારે માયાવતી 16 અને 17 એપ્રિલ સુધી કોઈ ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં.

X
chief Minister Yogi Adityanath offers prayers at Hanuman Setu temple in Lucknow after Election Commission imposed bane
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી