રાફેલ મુદ્દે કોંગ્રેસે મોદી સરકારને ઘેરી, કહ્યું- આ સાર્વજનિક મુદ્દો છે, તમામ પાસાંઓની તપાસ થવી જોઇએ

divyabhaskar.com

Aug 25, 2018, 12:34 PM IST
પી. ચિદમ્બરમ
પી. ચિદમ્બરમ

નવી દિલ્હીઃ કોંગ્રેસે રાફેલા ડિલ મુદ્દે મોદી સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. પૂર્વ નાણા મંત્રી પી ચિદંબરમે શનિવારે કહ્યું કે આ ગંભીર મુદ્દો છે. આ સાર્વજનિક મુદ્દો છે અને તેના તમામ પાસાઓની તપાસ કરાવવી જોઈએ. એ કારણે કોંગ્રેસ અધ્યક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસે રાફેલા ડિલ મુદ્દે મોદી સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. પૂર્વ નાણા મંત્રી પી ચિદંબરમે શનિવારે કહ્યું કે આ ગંભીર મુદ્દો છે. આ સાર્વજનિક મુદ્દો છે અને તેના તમામ પાસાઓની તપાસ કરાવવી જોઈએ. એ કારણે કોંગ્રેસ અધ્યક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.

'મોદી સરકારે રાફેલને લઇને જે સમજૂતી કરી તેનો ખુલાસો નહીં'

- કોલકાતામાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ચિદંબરમે કહ્યું કે, યૂપીએ સરકાર દરમિયાન રાફેલનને લઈને એક સમજૂતી કરવામાં આવી હતી. તે મુજબ આ ડિલ 526 કરોડમાં થઈ હતી.

- અમે ફ્રાન્સ પાસેથી 126 ફાઇટર પ્લેન માટે કરાર કર્યો હતો. કરાર મુજબ, ફ્રાન્સ 18 પ્લેન પૂરા પાડવાનું હતું, જ્યારે બાકીના પ્લેનનું નિર્માણ ભારતમાં કરવાનું હતું. યૂપીએ સરકારના કરાર મુજબ 36 પ્લેનનું બજેટ લગભગ રૂ. 18940 કરોડ થાત.
- પરંતુ મોદી સરકારે રાફેલને લઈને ફ્રાન્સ સાથે જે સમૂજતી કરી છે, તેનો ખુલાસો નથી કરવામાં આવી રહ્યો. તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ જે 36 પ્લેનને લઈને ફ્રાન્સની કંપની સાથે સમજૂતી કરી છે, તેની કિંમતને સાર્વજનિક નથી કરી રહ્યા.
- તેના વિશે દેશને જણાવવું જોઈએ. એવી વાત સામે આવી છે કે રાફેલ ડિલ પર રૂ. 60145 કરોડ ખર્ચ થશે. તે મુજબ દરેક પ્લેન સરકારને રૂ. 1670 કરોડમાં પડશે.

રાફેલ મામલો ઉછાળીને બીજેપીને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

- ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રાફેલ મામલો ઉછાળીને મોદી સરકાર અને ભાજપને ઘેરવાની મોટી રણનીતિ બનાવી છે. આ મુદ્દે કોંગ્રેસના 50 નેતા 100 શહેરોમાં મોદી સરકારની વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરશે. તે હેઠળ જ ચિદંબરમે શનિવારે કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી.

- રાફેલ પ્લેન ડિલમાં કથિત અનિયમિતતાને લઈને મોદી સરકાર વિરુદ્ધ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 6 સભ્યોની ટીમ બનાવી છે. કોંગ્રેસના સિનિયર નેતા જયપાલ રેડ્ડીને આ ટીમના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં કોંગ્રેસના 50 નેતા સમગ્ર દેશના 100 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

X
પી. ચિદમ્બરમપી. ચિદમ્બરમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી