Divya Bhaskar

Home » National News » Latest News » National » Rahul Gandhis Chhattisgarh Visit he will address rallies there

બીજેપી અને આરએસએસ લોકોનો અવાજ દબાવવા માંગે છે- રાહુલ

Divyabhaskar.com | Updated - May 17, 2018, 12:08 PM

17 અને 18 મેના રોજ રાહુલ રાજ્યના ચાર હિસ્સાઓમાં રેલી અને સભા કરીને કોંગ્રેસ નેતાઓમાં જોશ ભરશે

  • Rahul Gandhis Chhattisgarh Visit he will address rallies there
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રાહુલ ગાંધીએ કહ્યું- બીજેપી તમામ સંસ્થાનોની હત્યા કરી રહી છે.

    રાયપુર: રાહુલ ગાંધી ગુરૂવારે બે દિવસના છત્તીસગઢના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, બીજેપીના સાંસદો અને દેશના જજોમાં એક ડર છે. આ ડર કોણ ફેલાવી રહ્યું છે. રાહુલે અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, એક હત્યાનો આરોપી દેશની રાષ્ટ્રીય પાર્ટીનો અધ્યક્ષ છે. રાહુલે આરોપ લગાવ્યો કે, આરએસએસ દેશની સંસ્થાનોમાં પોતાનો રસ્તો બનાવી રહી છે. આવું પાકિસ્તાન કે તાનાશાહીમાં જ થતું હોય છે. બીજેપી અને આરએસએસ નથી ઈચ્છતા કે આ દેશનો અવાજ હોય.

    બીજેપી સાંસદ કહે છે, મોદી સાથે વાત ન કરી શકીએ

    - રાહુલ ગાંધીએ કહ્યું, "બીજેપીના સાંસદો સાથે સંસદમાં મારી વાત થાય છે. તેમની અંદર ડર છે. સુપ્રીમ કોર્ટના જજોમાં પણ ડર છે. સાંસદો મને કહે છે કે અમે વડાપ્રધાનને કોઇ વાત નથી કહી શકતા. આખા દેશમાં આજે એક ડર ફેલાઇ રહ્યો છે."

    - "અરૂણ જેટલી કહે છે કે ખેડૂતોના દેવાં માફ કરવા અમારી સરકારનું કામ નથી. એવી કોઇ યોજના નથી. જ્યારે દેશના અમીરોનું અઢી લાખ કરોડનું દેવું માફ થઇ જાય છે. તેના પર નાણામંત્રી કંઇ નથી બોલતા."

    બે કલાક પહેલા પેંડ્રામાં જ અજીત જોગીની સભા

    - કોટમીમાં રાહુલ ગાંધી સાંજે 4 વાગે સભા કરશે અને તેના બરાબર બે કલાક પહેલા પેંડ્રામાં જોગીની સભા થશે. બંને સભાસ્થળો વચ્ચેનું અંતર 20 કિમી છે. જોગીએ અહીંયા પોતાની સભા ત્યારે જ નક્કી કરી નાખી હતી જ્યારે અહીંયા રાહુલનો પ્રવાસ નક્કી થયો હતો.

    - છત્તીસગઢમાં રાહુલ ગાંધીનો પ્રવાસ અનેક રીતે ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પોતાના બે દિવસના પ્રવાસમાં રાહુલ ગાંધી રાજ્યના ચાર મોટા જિલ્લાઓની 25 વિધાનસભા સીટોના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. ઘણા લાંબા સમય પછી થઇ રહેલા આ પ્રવાસને લઇને કોંગ્રેસીઓ ઘણા ઉત્સાહિત છે.
    - કોંગ્રેસ અધ્યક્ષ આ દરમિયાન સરગુજા, બિલાસપુર, દુર્ગ અને પછી રાયપુર જિલ્લાના આયોજનોમાં સામેલ થશે.

    રોડ શૉ અને પંચાયતી રાજ સંમેલન દ્વારા લોકોને મળશે રાહુલ

    - રાયપુરમાં રાહુલ ગાંધી રોડ શૉ અને પંચાયતી રાજ સંમેલન દ્વારા લોકોને મળશે. દુર્ગમાં કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ બંને છે. તેની સીટ પર પણ બીજેપીની ખાસ નજર છે. આ એકમાત્ર એવી લોકસભા સીટ છે જે કોંગ્રેસ પાસે છે.

    - કોંગ્રેસ પોતાની સીટને વધુ મજબૂત કરવા માટે અહીંયા ફોકસ કરી રહી છે. સરગુજાનું સીતાપુર આદિવાસી ક્ષેત્ર છે. આ ક્ષેત્ર પર પહેલેથી કોંગ્રેસની પકડ છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરજીત ભગતને આદિવાસી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેના પર પણ બીજેપીની નજર છે. એવામાં કોંગ્રેસ પણ પોતાની પકડ વધુ મજબૂત કરવામાં લાગી છે.

    બે દિવસોમાં ત્રણ સભાઓ અને બે કાર્યકર્તા સંમેલન કરશે રાહુલ

    - રાહુલ ગાંધી રાયપુર એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સીધા ઇંદોર સ્ટેડિયમ પહોંચશે, જ્યાં રાજીવ ગાંધી પંચાયતી રાજના ક્ષેત્રીય સંમેલનમાં સામેલ થશે. ત્યારબાદ લગભગ 12 વાગે હેલિકોપ્ટર દ્વારા સરગુજા જિલ્લાના સીતાપુર જશે. ત્યાં આદિવાસી સંમેલનમાં સામેલ થયા બાદ પેંડ્રાના કોટમી જશે. કોટમીમાં જંગલ સત્યાગ્રહને સંબોધિત કર્યા બાદ બિલાસપુર આવીને રાત્રિ વિશ્રામ કરશે.

    - 18 મેના રોજ સવારે 11 વાગે બિલાસપુર વિસ્તારના કોંગ્રેસના બૂથ લેવલના પદાધિકારીઓ સાથે વાત કરશે. બપોરે 1 વાગે દુર્ગમાં બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બપોરે 3 વાગે તેઓ દુર્ગથી રોડ શૉ કરીને આશકે 50 કિમી દૂર માના એરપોર્ટ સુધી જશે.

  • Rahul Gandhis Chhattisgarh Visit he will address rallies there
    રાહુલ 18મેના રોજ દુર્ગ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના બૂથ લેવલના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. તેમની સાથે સીધો સંવાદ પણ કરશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending