છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલોઃ CISFની બસને ઉડાડવામાં આવી, 1 જવાન શહીદ; 3 નાગરિકોનાં મોત

Chhattisgarh Dantewada naxals triggered a blast on bus near bacheli

દિવાળીના શુભ તહેવારના બીજા જ દિવસે છત્તીસગઢના દંતેવાડામાં મોટો નકસલી હુમલો થયો છે. નક્સલીઓએ અહીં બોમ્બ વિસ્ફોટથી CISFની બસને ઉડાવી દીધી. આ હુમલામાં 2 જવાન શહીદ થઈ ગયાં છે.

Divyabhaskar.com

Nov 08, 2018, 03:15 PM IST

છત્તીસગઢઃ દિવાળી તહેવારના ઠીક બીજા જ દિવસે છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલી હુમલો થયો છે. નક્સલીઓએ અહીં બોમ્બ વિસ્ફોટથી CISFની બસ ઉડાવી દીધી છે. આ હુમલામાં 1 જવાન શહીદ થયાં છે. જ્યારે 3 નાગરિકોના પણ મોત નિપજ્યાં છે. આ ઘટનામાં સાત જવાન ગંભીર રીતે ઘાયલ થયાં છે જેમાંથી 3 જવાનની સ્થિતિ નાજુક છે. આ હુમલો દંતેવાડાના બચેલીમાં થયો.

હુમલો તે સમયે થયો જ્યારે સવારે CISFની એક ટીમ મિની બસમાં સવાર થઈને આકાશ નગર તરફ જઈ રહી હતી. આ ટીમ આમ તો રૂટિન તપાસમાં હતા પરંતુ જવાનોને પરત ફરતાં સમયે પોતાના સાથીઓ માટે સ્થાનિક બજારમાંથી શાકભાજી લઈને આવવાનું હતું.

મળતી માહિતી મુજબ આકાશ નગરના વણાંક 6 પાસે જ્યારે મિની બસ પહોંચી ત્યારે નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી દીધો. જેથી આ મિની બસ લગભગ 8 ફુટ ઉછળી હતી. બસ જમીન પર પડતાં જ નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ પણ કર્યું હતું. લગભગ 15 મિનિટ સુધી નક્સલીઓ ઘટના સ્થળે રહ્યાં અને સુરક્ષા દળો અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગદલપુરમાં ચૂંટણી રેલી છે. જગદલપુર દંતેવાડાની નજીક બસ્તરમાં વિધાનસભા ક્ષેત્ર છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં જે રીત નક્સલીઓના હુમલાઓ વધી ગયાં છે.

ઓછા સમયમાં અનેક હુમલાઓ


- આ પહેલાં 27 ઓક્ટોબરે નક્સલીઓએ વીજાપુરમાં CRPFના જવાનોને નિશાન બનાવ્યાં હતા. આ હુમલામાં 4 જવાન શહીદ થયાં હતા. આ તમામ ડ્યૂટી પર હતા ત્યારે નક્સલીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો.
- આ ઉપરાંત 30 ઓક્ટોબરે દૂરદર્શનની ટીમ પર હુમલો થયો હતો જેમાં દૂરદર્શનના એક કેમેરામેન સહિત 2 જવાન શહીદ થયા હતા.
- તો 2 નવેમ્બરે પણ એક બ્લાસ્ટ થયો હતો જેમાં 1 જવાન શહીદ થયા હતા.

12 નવેમ્બરે મતદાન


- છત્તીસગઢની 18 સીટ પર 12 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ સીટ છે જ્યાં નક્સલીઓનો પ્રભાવ રહે છે. આ કારણ જ છે કે સુરક્ષાને ઘણી મજબૂત કરવામાં આવી છે.
- નક્સલીઓ હંમેશાથી લોકતાંત્રિક ચૂંટણીનો વિરોધ કરે છે અને આ જ કારણ છે કે તેઓ લોકોને વોટ નાંખતા રોકવા માટે આ પ્રકારના હુમલાઓ કરે છે.

X
Chhattisgarh Dantewada naxals triggered a blast on bus near bacheli
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી