છત્તીસગઢ ચૂંટણી: પ્રચારનો આજે છેલ્લો દિવસ, શાહ-રાહુલ કરશે રેલી

chhattisgarh assembly election-2018, Amit Shah-Rahul Gandhi's rallies campaign

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આજે ખૂબ મહત્વનો દિવસ છે. છત્તીસગઢમાં આજે પહેલાં તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પૂરો થઈ જશે. તે પહેલાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાહુલ ગાંધી આજે છત્તીસગઢમાં મેરાથોન રેલી કરશે.

divyabhaskar.com

Nov 10, 2018, 09:57 AM IST

છત્તીસગઢ: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આજે ખૂબ મહત્વનો દિવસ છે. છત્તીસગઢમાં આજે પહેલાં તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પૂરો થઈ જશે. તે પહેલાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાહુલ ગાંધી આજે છત્તીસગઢમાં મેરાથોન રેલી કરશે.

છત્તીસગઢમાં ચોથી વખત જીત મેળવવા માટે બીજેપીના સ્ટાર પ્રચારક આજે લગભગ એક ડઝન રેલી કરવાના છે. બીજેપી તરફથી અમિત શાહ, સુષ્મા સ્વરાજ, યોગી આદિત્યનાથ અને બાબુલ સુપ્રિયો રેલી અને જનસભા કરશે.

બીજેપી અઘ્યક્ષ અમિત શાહ 10 નવેમ્બરે બપોરે છત્તીસગઢમાં ગરિયાબંદ પહોંચશે. ત્યાં તેઓ એક ચૂંટણી સભા સંબોધશે. તે માટે શહેરના ગાંધી મેદાનમાં તૈયારી કરી લેવામાં આવી છે. આ સભામાં 25 હજાર લોકોના સામેલ થવાની શક્યતા છે. ત્યારપછી અમિત શાહ રાજનાંદગાંવમાં રોડ શો કરશે. આટલું જ નહીં બીજેપી અધ્યક્ષ અમિત શાહ છત્તીસગઢમાટે સંકલ્પ પત્રની પણ જાહેરાત કરશે.

આજે અહીં સુષ્મા સ્વરાજ પણ રાયપુર અને ભિલાઈમાં રેલી કરશે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ચાર જગ્યાએ રેલી કરવાના છે. બીજેપીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લોરમી, મુંગેલી, દુર્ગ અને કવર્ધામાં યોગીની રેલી આયોજીત કરવામાં આવી છે.

કોંગ્રેસ અધ્યક્ષની તાબડતોડ રેલી

છત્તીસગઢમાં બીજેપી પાસેથી સાશન છીનવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દરેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. આજે પણ રાહુલ ગાંધીની ત્રણ રેલી આયોજીત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ શુક્રવારે રાજનાંદગાંવમાં કોંગ્રેસનું ઘોષણા પત્ર જાહેર કરીને ખૂબ મોટા મોટા વાયદાઓ કર્યા હતા. શનિવારે પણ છત્તીસગઢમાં રાહુલ ગાંધીની ત્રણ રેલી છે. રાહુલ ગાંધી આજે કાંકેર, કોઠગોદામ અને જગદલપુરમાં રેલી કરશે.

નોંધનીય છે કે, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત 18 વિધાનસભા સીટ પર 12 નવેમ્બરે મતદાન થવાનું છે. 20 નવેમ્બરે રાજ્યના બીજા તબક્કાનું મતદાન છે. મતગણતરી 11 ડિસેમ્બરે કરાશે. મધ્યપ્રદેશમાં પણ આજે કોંગ્રેસ તેમનું ઘોષણા પત્રક જાહેર કરવાનું છે.

X
chhattisgarh assembly election-2018, Amit Shah-Rahul Gandhi's rallies campaign
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી