સુકમામાં નક્સલીઓએ સુરંગમાં કર્યો વિસ્ફોટ, CRPFના 8 જવાન શહીદ

નક્સલવાદ પ્રભાવિત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું

divyabhaskar.com | Updated - Mar 13, 2018, 02:48 PM
સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના કિસ્ટરામ પોલીસ સ્ટેશનમાં નક્સલવાદીઓને સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધુું.
સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના કિસ્ટરામ પોલીસ સ્ટેશનમાં નક્સલવાદીઓને સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધુું.

છત્તીસગઢના નક્સલવાદ પ્રભાવિત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું છે. આ ઘટનામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 8 જવાન શહીદ થયા છે. કેટલાક અન્ય જવાનો ઘાયલ થવાની જાણકારી મળી છે. સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના કિસ્ટરામ પોલીસ સ્ટેશનમાં નક્સલવાદીઓને સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધા છે. આ ઘટનામાં સીઆરપીએફના 8 જવાન ઘાયલ થયા છે. કેટલાક અન્ય જવાનો ઘાયલ થવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું કે આજે સીઆરપીએફની 212મી બટાલિયનના જવાન એન્ટી લેન્ડમાઇન વ્હિકલમાં સવાર થઈને રવાના થયા હતા. જ્યારે તે કિસ્ટરમા પોલીસ ક્ષેત્રમાં હતા ત્યારે નક્સલીઓએ એક શક્તિશાળી વિસ્ફોટમાં ઉડાવી દીધી. તેના કારણે દળના 8 જવાન શહીદ થઈ ગયા.

નેશનલ ડેસ્કઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં કિસ્ટારામ વિસ્તારમાં આવેલા પલોડી નજીક મંગળવારે સવારે 8 વાગ્યાના સુમારે નક્સલવાદીઓએ એન્ટિ લેન્ડમાઇન વ્હીકલને નિશાન બનાવીને કરેલા ભયંકર વિસ્ફોટમાં સીઆરપીએફના 9 જવાન શહીદ થયા છે અને અન્ય 2 ઘવાયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વ્હીકલના કૂરચા ઊડી ગયા અને વિસ્ફોટના સ્થળે 10 ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે.


CRPFને આઇબી પાસેથી એક દિવસ પહેલાં જ એટલે સોમવારે જ ઇનપુટ મળ્યા હોવા છતાં જવાન પેટ્રોલિંગ કરવા નીકળી પડ્યા હતા. નક્સલ ઓપરેશનના સ્પેશિયલ ડીજી ડી.એમ.અવસ્થીએ જણાવ્યું કે ઘવાયેલા જવાનોને ઇલાજ માટે હેલિકોપ્ટરથી રાયપુર લાવવામાં આવ્યા છે. નક્સલવાદીઓએ વિસ્ફોટ કરવા માટે આશરે 50 કિલોથી વધુ આઇઇડીનો ઉપયોગ કર્યો હોવાને કારણે જ સેંકડો ટન વજનના એન્ટિ લેન્ડમાઇન વ્હીકલના કૂરચા ઊડી ગયા.


ઘવાયેલા જવાનોને રાયપુર લવાયા


હુમલામાં ઘવાયેલા રાજેશકુમાર અને મદનકુમારને રાયપુર લાવીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એક જવાનની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. નક્સલોના હુમલા બાદ રાજ્યના મુખ્યમંત્રી ડો.રમણ સિંહે વરિષ્ઠ અધિકારીઓ પાસેથી હુમલા વિશેની માહિતી મેળવી હતી.


માર્યા ગયેલા 10 નક્સલોનો બદલો લેવા હુમલો કરાયો


હોળીના દિવસે તેલંગાણા-છત્તીસગઢની સરહદે ગ્રેહાઉન્ડ અને સ્ટેટ પોલીસે નક્સલવાદીઓનાં લગ્ન દરમિયાન હુમલો કર્યો હતો. દળોએ 6 મહિલા નક્સલ સહિત 10 નક્સલોને મારી નાખ્યા હતા. તેનો બદલો લેવા માટે નક્સલવાદીઓએ આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


પલોડી ગામમાં 100થી વધુ નક્સલો હતા


સીઆરપીએફના જવાનોના કેમ્પમાંથી નીકળવાથી માંડીને પાછા ફરવા સુધીની બધી જ માહિતી નક્સલવાદીઓ પાસે હતી. હુમલો થયો ત્યારે નજીકના પલોડી ગામમાં 100થી વધુ નક્સલવાદીઓ હાજર હતા.


અગાઉ રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો થયેલો


એપ્રિલ 2017માં સુકમામાં નક્સલ-વાદીઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં CRPFના 25 જવાન શહીદ થયા હતા. જવાનોની ટીમ રોડ ઓપનિંગ માટે જઇ રહી હતી. જવાનો ભોજન કરવાના હતા ત્યારે ઓચિંતા નક્સલોએ જવાનો પર ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો.

રાજનાથ સિંહે વ્યક્ત કર્યું દુઃખ

સુકમા હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને કહ્યું કે, જે પરિવારએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમને હું હૃદયપૂર્વક સાંત્વના આપું છું. ઘાયલ થયેલા જવાનો ઝડપથી સાજા થાય તેવી હું પ્રાર્થના કરું છું. મેં સુકમા દુર્ઘટના વિશે DG CRPF સાથે વાત કરી છે.

નક્સલી હુમલાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું જેના કારણે 9 CRPF જવાન શહીદ થયા.
સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું જેના કારણે 9 CRPF જવાન શહીદ થયા.

29 નક્સલીઓએ કર્યું હતું આત્મસમર્પણ


- આ પહેલા સુકમાના ભેજ્જી પોલીસ સ્ટેશનની હદના એલારમુડુગુ અને વીરભટ્ટી જેવા ગામોમાંથી આવેલા 29 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું.
- જેમાં 11 મહિલાઓ પણ સામેલ હતી. આ ગામમાં 18 ફેબ્રુઆરીના રોજ 20 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
- આ એન્કાઉન્ટરમાં બે જવાન પણ શહીદ થયા હતા.

બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે અંદર બેઠેલા જવાન બચવા માટે કંઈ જ ન કરી શક્યા.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે અંદર બેઠેલા જવાન બચવા માટે કંઈ જ ન કરી શક્યા.
નકસલીઓએ સુરંગમાં વિસ્ફોટ કરતા CRPFના 8 જવાન શહીદ થયા (ફાઇલ)
નકસલીઓએ સુરંગમાં વિસ્ફોટ કરતા CRPFના 8 જવાન શહીદ થયા (ફાઇલ)
નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું. (ફાઇલ)
નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું. (ફાઇલ)
શબો અને ઘાયલ જવાનોને જંગલથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.  (ફાઇલ)
શબો અને ઘાયલ જવાનોને જંગલથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. (ફાઇલ)
X
સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના કિસ્ટરામ પોલીસ સ્ટેશનમાં નક્સલવાદીઓને સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધુું.સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના કિસ્ટરામ પોલીસ સ્ટેશનમાં નક્સલવાદીઓને સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધુું.
સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું જેના કારણે 9 CRPF જવાન શહીદ થયા.સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું જેના કારણે 9 CRPF જવાન શહીદ થયા.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે અંદર બેઠેલા જવાન બચવા માટે કંઈ જ ન કરી શક્યા.બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે અંદર બેઠેલા જવાન બચવા માટે કંઈ જ ન કરી શક્યા.
નકસલીઓએ સુરંગમાં વિસ્ફોટ કરતા CRPFના 8 જવાન શહીદ થયા (ફાઇલ)નકસલીઓએ સુરંગમાં વિસ્ફોટ કરતા CRPFના 8 જવાન શહીદ થયા (ફાઇલ)
નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું. (ફાઇલ)નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને એન્ટી લેન્ડમાઇન વ્હિકલને ઉડાવી દીધું. (ફાઇલ)
શબો અને ઘાયલ જવાનોને જંગલથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.  (ફાઇલ)શબો અને ઘાયલ જવાનોને જંગલથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App