Divya Bhaskar

Home » National News » Latest News » National » મની લોન્ડરિંગ કેસમાં છગન ભુજબળને મળ્યા જામીન| Chhagan Bhujbal Gets Bail In Pmla Case

મની લોન્ડરિંગ કેસમાં છગન ભુજબળને બે વર્ષ પછી મળ્યા જામીન

Divyabhaskar.com | Updated - May 04, 2018, 04:12 PM

થોડા દિવસો પહેલાં 71 વર્ષના નેતા છગન ભુજબળ બીમાર હોવાનું પણ જાણવા મળ્યું હતું

  • મની લોન્ડરિંગ કેસમાં છગન ભુજબળને મળ્યા જામીન| Chhagan Bhujbal Gets Bail In Pmla Case
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મની લોન્ડરિંગ કેસમાં છગન ભુજબળને બે વર્ષ પછી મળ્યા જામીન

    મુંબઈ: મહારાષ્ટ્ર સદન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના આરોપમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી છગન ભુજબળને આજે જામીન આપવામાં આવ્યા છે. તેઓ બે વર્ષથી જેલમાં બંધ હતા. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં 71 વર્ષના નેતા છગન ભુજબળ બીમાર હોવાનું પણ જાણવા મળ્યું હતું.

    ગયા વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટ તરફથી પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ પછી ભુજબળે જામીન અરજી દાખલ કરી હતી. આ જોગવાઈઓને એક્ટમાંથી હટાવ્યા પછી કાયદા અંતર્ગત જેલમાં બંધ લોકોને જામીન મળવાનું સરળ થઈ ગયું છે.

    ઉંમરનું કારણ આપીને માગ્યા હતા જામીન


    - ભુજબળના વકીલે અરજીમાં દાવો કર્યો હતો કે, ભુજબળની આમાં કોઈ ભૂમિકા નથી. તેઓ છેલ્લા બે વર્ષથી જેલમાં બંધ છે. ઘટનાની સમગ્ર તપાસ કરી દેવામાં આવી છે. તે સિવાય તેમની ઉંમર પણ 71 વર્ષ છે. તેથી તેમની જામીન અરજી પર સહાનુભૂતિ રાખીને પણ વિચાર કરી શકાય.
    - આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કાયદાની કલમ 45ને પણ ગેરકાયદેસર ગણાવી છે.

    કરોડોની સંપતિના માલિક


    - ભાજપના નેતા કિરીટ સોમૈયાએ દાવો કર્યો હતો કે, ભુજબળ પાસે અઢી હજાર કરોડ કરતા વધુ સપંતિ છે.
    - છગન ભુજબળે તેના રાજકીય કેરિયરમાં નાસિક, યેવલા, મુંબઈ, મઝગાંવ શહેરોમાં ચૂંટણી લડી હતી.
    - દરોડા દરમિયાન મળેલી સંપતિ અનુસાર જે શહેરોમાં છગન ભુજબળે ચૂંટણી લડી હતી ત્યાં તેમણે કરોડોની સંપતિ બનાવી હતી.
    - થોડા દિવસો પહેલાં એન્ટી કરપ્શન બ્યૂરોમાં મુંબઈ, થાણે, નાસિક અને પુણેમાં દરોડા પાડ્યા હતા ત્યાંથી છગન અને પરિવારના નામે અબજોની સંપતિ મળી આવી છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • મની લોન્ડરિંગ કેસમાં છગન ભુજબળને મળ્યા જામીન| Chhagan Bhujbal Gets Bail In Pmla Case
    તેમના પર આવક કરતા વધુ સંપત્તિનો પણ કેસ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending