1

Divya Bhaskar

Home » National News » Latest News » National » Chetan Bhagat get Joke with his followers from Tweet

ચેતન ભગતે લોકોને બનાવ્યાં એપ્રિલ ફુલ, કોંગ્રેસમાં જોડાવવાની કરી વાત

Divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 04:29 PM IST

ચેતન ભગતે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસમાં જોડાય શકે છે

  • Chetan Bhagat get Joke with his followers from Tweet
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ચેતન ભગતે લોકોને બનાવ્યાં એપ્રિલ ફુલ, કોંગ્રેસમાં જોડાવવાની કરી વાત

    મુંબઈઃ ચેતન ભગત કે જે 'ફાઈવ પોઈન્ટ સમવન', 'ધ 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ' અને '2 સ્ટેટ્સ' જેવી પુસ્તકોથી જાણીતા છે તેઓએ 1લી એપ્રિલે એક ટ્વિટ કરી લોકોને ચોંકાવી દીધા છે. ખાસ કરીને તેમના ચાહકોને. ચેતન ભગતે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસમાં જોડાય શકે છે એટલું જ નહીં ચેતન ભગતે વધુ લખ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસના કેમ્પેઈનને પણ તે સપોર્ટ આપશે.

    કોંગ્રેસ સમર્થક ચેતન ભગત?


    - લેખક ચેતન ભગતે લખેલી અનેક બુક લોકપ્રિય છે ખાસ કરીને બોલિવુડ અને યુવાવર્ગોમાં. અત્યારસુધીની ચેતન ભગતે લખેલી મોટા ભાગની બુકમાંથી હિંદી ફિલ્મો બની ગઈ છે.
    - ત્યારે રવિવારે ચેતન ભગતે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરી તેમના પ્રશંસકોને આંચકો આપ્યો હતો.
    - ચેતન ભગતે ટ્વીટ કરી પોતે કોંગ્રેસમાં જોડાવવાની વાતને સમર્થન આપ્યું હતું તેમજ કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના કેમ્પેઈને સમર્થન આપવાની પણ વાત ઉચ્ચારી હતી.
    - ચેતન ભગત અહીં જ ન અટકાતં તેને આ અંગેની વધુ ડિટેઈલ્સ માટે એક લિંક પણ શેર કરી હતી.
    - જો કે આ લિંક ખુલતાંની સાથે વિકિપિડિયાનું એપ્રિલ ફુલનું પેજ ખુલ્યું હતું અને ચેતન ભગતે અનોખી રીતે લોકોને એપ્રિલ ફુલ બનાવ્યાં હતા.

    ચેતન ભગતના ટ્વીટને અનેક લોકોએ લીધી હતી ગંભીર


    - ચેતન ભગતની ટ્વીટને અમુક લોકો એપ્રિલ ફુલ ડેનો જોક ન સમજતાં ગંભીરતાથી લીધી હતી.
    - ચેતન ભગતની ટ્વીટને ગંભીરતાથી લેનારાઓએ રી ટ્વીટ કરી તેમને WHY? એવાં સવાલો કર્યાં હતા તો કેટલાંક લોકોએ ચેતન ભગતના નિર્ણયને સ્વીકારવા જ તૈયાર ન હતા અને નારાજ થયાં હતા.
    - અમુક ટ્વિટર ફોલોઅર્સે ચેતન ભગતને શુભેચ્છા આપી હતી અને દેશની જૂની પાર્ટી તેમની પાસેથી કંઈક જ્ઞાન મેળવશે તેવી ટ્વીટ કરી હતી.
    - જો કે મોટાં ભાગના લોકોએ ચેતન ભગતની ટ્વીટને મજાક ન સમજતાં ગંભીરતાથી લીધી હતી અને તેમના પર અનેક આક્ષેપો પણ કર્યાં હતા.
    - ચેતન ભગતે એક અન્ય ટ્વીટમાં કહ્યું હતું કે આ એક મજાક જ હતો અને તેને તે રીતે જ લેવો જોઈએ.

    આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Chetan Bhagat get Joke with his followers from Tweet
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ચેતન ભગતે લોકોને બનાવ્યાં એપ્રિલ ફુલ, કોંગ્રેસમાં જોડાવવાની કરી વાત
  • Chetan Bhagat get Joke with his followers from Tweet
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ચેતન ભગતે લોકોને બનાવ્યાં એપ્રિલ ફુલ, કોંગ્રેસમાં જોડાવવાની કરી વાત
  • Chetan Bhagat get Joke with his followers from Tweet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ચેતન ભગતે લોકોને બનાવ્યાં એપ્રિલ ફુલ, કોંગ્રેસમાં જોડાવવાની કરી વાત
  • Chetan Bhagat get Joke with his followers from Tweet
    ચેતન ભગતે લોકોને બનાવ્યાં એપ્રિલ ફુલ, કોંગ્રેસમાં જોડાવવાની કરી વાત

More From National News

Trending