JNU કેસ / 3 વર્ષ પછી પોલીસે દાખલ કરી 1200 પાનાની ચાર્જશીટ, કન્હૈયા-ખાલિદ સહિત 10 આરોપી

Divyabhaskar | Updated - Jan 14, 2019, 04:48 PM
Chargesheet will be filed today, not a single proof against Kanhaiya, the name of Shahlal Rashid and D. Raja's daughter
X
Chargesheet will be filed today, not a single proof against Kanhaiya, the name of Shahlal Rashid and D. Raja's daughter

  • જેએનયુમાં 2016માં આંતકવાદી અફઝલની યાદમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશ વિરોધી નારા લગાવવાનો આરોપ હતો

  • ચાર્જશીટમાં સીપીઆઈ નેતા ડી રાજાની દીકરી અપરાજિતા રાજા-અનિર્બાન ભટ્ટાચાર્ય સિવાય 7 કાશ્મીરી વિદ્યાર્થીઓનાં નામ સામેલ

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 2016માં દેશ વિરોધી નારા લગાવવાના મુદ્દે પોલીસે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આતંકી અફઝલની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશ વિરોધી નારા લગાવવાનો આરોપ છે. પોલીસે જેએનયુનાં પૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 7 કાશ્મીરી વિદ્યાર્થીઓેને આરોપી ગણાવ્યા છે. કન્હૈયા કુમારે કહ્યું કે, હું 3 વર્ષ પછી ચાર્જશીટ દાખલ કરવા માટે મોદીજી અને પોલીસને ધન્યવાદ આપુ છું.

પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ
1.જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનાં પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમાર, ઉમર ખાલિદ અને અનિબાર્ન ભટ્ટાચાર્ય સહિત 10 આરોપીઓ સામે દિલ્હી પોલીસ આજે ચાર્જશીટ દાખલ કરી. ઉશ્કેરણીજનક ભાષણો માટે આ તમામને આરોપી ગણાવાયા છે. આ તમામ સામે 3 વર્ષ પછી પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાશે. વર્ષ 2016નાં આ કેસમાં પોલીસે કન્હૈયા કુમારની ધરપકડ પણ કરી હતી.  
2.

જેએનયુમાં 7 કાશ્મીરી વિદ્યાર્થીઓએ દેશ વિરોધી નારા લગાવ્યા હતા, આ ચાર્જશીટમાં  કહેવામાં આવ્યુ કે ઉમર ખાલિદ આ તમામ આરોપીઓનાં સંપર્કમાં હતો એટલુ જ નહિ તેને કેમ્પસમાં આયોજિત કાર્યક્રમોમાં પણ બોલવાયો હતો. જેની પર IPCની કલમ 124 A, 147, 149 અને 120B હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. 

3.જેએનયુમાં કથિત દેશ વિરોધી નારાઓ સામે પણ હોબાળો થયો હતો. ભાજપનાં નેતાઓએ જેએનયુને દેશદ્રોહીઓનો અડ્ડો પણ કહ્યો હતો. આ ઉપરાંત કન્હૈયાની ધરપકડનો પણ એ દિવસોમાં વિરોધ કરાયો હતો. આ વિરોધમાં ઘણા વિદ્યાર્થી સંગઠનોએ રસ્તા પર આવી પ્રદર્શન કર્યુ હતુ. જો કે કન્હૈયા કુમાર વિવિધ મંચો પરથી દિલ્હી પોલીસને આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટેનો પડકાર પણ આપી ચુક્યા છે.  
ન્યાયતંત્ર પર વિશ્વાસ છે- કન્હૈયા
4.કન્હૈયા કુમાકે કહ્યું કે, હું મોદીજી અને પોલીસનો આભાર માનું છું. 3 વર્ષ પછી ચૂંટણીનાં ઠીક પહેલા ચાર્જશીટ દાખલ કરવી એ રાજનિતીનું સ્પષ્ટ ચિત્ર રજુ કરે છે. હું મારા દેશનાં ન્યાયતંત્ર પર વિશ્વાસ છે.
સંસદ હુમલાનાં ગુનેગાર અફઝલની યાદમાં યોજાયો હતો પ્રોગ્રામ
5.જેએનયુમાં 9 ફેબ્રુઆરીએ લેફ્ટ સ્ટુડેંટ્સનાં ગ્રુપે સંસદ પર હુમલાનાં ગુનેગાર અફઝલ ગુરુ અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટનાં કો-ફાઉન્ડર મકબુલ ભટી યાદગીરીમાં એક પ્રોગ્રામનું આયોજન કર્યુ હતુ. જેને કલ્ચર ઈવેન્ટ નામ આપવામાં આવ્યુ હતુ. સાંજે 5 વાગે તે જ પ્રોગ્રામનાં ઘણા લોકોએ દેશ વિરોધી નારા લગાવ્યા હતા. 10 ફેબ્રુઆરીએ નારાબાજી કરતો વિડીયો સામે આવ્યો છે. દિલ્હી પોલીસે 12 ફેબ્રુઆરીએ નારાબાજીનાં આરોપમાં દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો . આ કેસમાં કન્હૈયા, ખાલિદ અને ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને જામિન મળી ગયા હતા. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App