Divya Bhaskar

Home » National News » Latest News » National » Changes being done in Railway Flexi fare scheme applicable from Next month

રેલવેની ફ્લેક્સી ફેર સ્કીમમાં ફેરફારની તૈયારી, મંદીના મહિનાઓમાં નહીં આપવું પડે મોંઘું ભાડું

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 06:04 PM

ઓછી ભીડવાળા મહિનાઓમાં યોજના બંધ રાખવા ઉપર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે

  • Changes being done in Railway Flexi fare scheme applicable from Next month
    પ્રિમિયમ ટ્રેનોમાં ટિકિટ બુક કરાવવા પર પેસેન્જર્સને હવાઈ ભાડાથી પણ વધુ પૈસા ચૂકવવા પડે છે. (ફાઇલ)

    નવી દિલ્હીઃ પેસેન્જર્સને રાહત આપવા રેલવે આવતા મહિને ફ્લેક્સી ફેર સ્કીમમાં ફેરફાર કરી શકે છે. ઓછી ભીડવાળા મહિનાઓમાં યોજના બંધ રાખવા ઉપર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી આ સ્કીમમાં પ્રિમિયમ ટ્રેનોમાં ટિકિટ બુક કરાવવા પર પેસેન્જર્સને અનેકવાર હવાઈ ભાડાથી પણ વધુ પૈસા ચૂકવવા પડે છે.

    હમસફર ટ્રેનોની જેમ સ્કીમમાં ફેરફાર કરવાનો પણ વિચાર

    ન્યૂઝ એજન્સીએ રેલ મંત્રાલયના એક અધિકારીના હવાલાથી જણાવ્યું કે કેટલીક ટ્રેનોમાં 30%થી પણ ઓછી સીટો બુક થઈ રહી છે. એવી ટ્રેનોમાં પ્રયોગ તરીકે ઓછી ભીડવાળા મહિનાઓમાં આ સ્કીમ અસ્થાઈ રીતે બંધ કરવાની યોજના છે. તેઓએ કહ્યું કે હમસફર ટ્રેનોની જેમ સ્કીમમાં ફેરફાર કરવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમાં શરૂઆતની 50% ટિકિટ, એક્સપ્રેસ અને મેલ ટ્રેનોમાં થર્ડ એસીના મૂળ ભાડાથી 15% વધુ કિંમતે વેચવામાં આવે છે. દરેક વખતે 10% સીટો બુક થયા બાદ આ સ્લેબ વધતો જાય છે.


    ભાડામાં છૂટ આપવા ઉપર પણ વિચાર


    આજ રીતે સરકાર ઓછા વ્યસ્ત રૂટો પર વિશેષ છૂટ આપવાના વિકલ્પ ઉપર પણ વિચાર કરી રહી છે. આ ફેરફારોને લઈને અંતિમ જાહેરાત આગામી સપ્તાહે કરવામાં આવશે. હાલમાં જ આવેલા CAG રિપોર્ટમાં રેલવેના ફ્લેક્સી ફેરને લઈને ટીકા કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ, 120 દિવસ પહેલા ટિકિટ બુક કરાવવા પર 17 રૂટો પર હવાઈ યાત્રા રેલ યાત્રા કરતાં સસ્તી છે.


    શું છે ફ્લેક્સી ફેર?


    ફ્લેક્સી ફેર યોજના રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનોમાં લાગુ છે. આ ટ્રેનોમાં નક્કી કરેલી ટ્રેનની ટિકિટો વેચાઈ જાય છે ત્યારબાદ દર 10% ટિકિટો વેચાયા બાદ ભાડામાં 10%નો વધારો થઈ જાય છે. આ ટ્રેનોમાં આ સ્કીમ 9 સપ્ટેમ્બર 2016થી લાગુ કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending